Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 7
________________ ઉદ્વર્તના-અપવર્તનાદિ રૂપ કર્મના પરિવર્તનોનું વિવેચન જોવા મળે છે તેનો અલ્પ અંશ પણ અન્યત્ર મળતો નથી. ગણધર ભગવંતોથી આજ સુધીના કાળમાં થયેલા અનેક આચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય રૂપે તથા વિદ્વાન્ ગૃહસ્થ પંડિતોએ ગુજરાતી-હિન્દી ભાષાન્તરો રૂપે પણ અનેકવિધ સાહિત્ય સર્જન કરેલું છે. પ્રભુ શ્રી મહાવીર દેવે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી વીતરાગવાણી વડે શ્રુતજ્ઞાન રૂપી આ દીપક પ્રજ્વલિત કર્યો છે. જે દીપકને પાંચમા આરાના છેડા સુધી પ્રકાશમાન રાખવા આજ સુધીના થયેલા સંતોએ સુંદર શાસ્ત્રસર્જન કરવા રૂપી ઘી આ દીપકમાં પૂર્યું છે. જો વચ્ચેના સંતોએ શાસ્ત્રસર્જન કરવા રૂપી ઘી આ દીપકમાં પૂર્યું ન હોત તો દૃષ્ટિવાદની જેમ વર્તમાનકાલીન વિશિષ્ટ શ્રુત પણ કદાચ આપણા સુધી આવ્યું ન હોત. તેથી તે સંતોનો આપણા ઉપર દીપકને પ્રજ્વલિત રાખવા રૂ૫ મહાનું ઉપકાર છે. - જૈન દર્શનમાં મુખ્ય બે પરંપરા છે. (૧) શ્વેતામ્બર અને (૨) દિગંબર, આ બન્ને પરંપરામાં કર્મ વિષયક અનેક શાસ્ત્રસર્જન વિદ્વાનું મહાત્માઓએ કર્યું છે. તેની કંઈક રૂપરેખા માત્ર આપું છું. (૧) કર્મપ્રકૃતિ (કમ્મપડિ) આ ગ્રંથના કર્તા પૂજ્ય આચાર્યશ્રી શિવશર્મસૂરિજી છે. જેઓ પ્રાયઃ ૧૦ પૂર્વધારી છે. વિક્રમની શરૂઆતની સદીમાં પ્રાયઃ થયા છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે ૪૭પ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ ઉપર ૭000 શ્લોક પ્રમાણ અજ્ઞાત-કફૂંક ચૂર્ણ છે. ૮૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ભાષામાં ગદ્ય રૂપે પૂજ્યશ્રી મલયગિરિજી કૃત ટીકા છે. તથા ૧૩,૦૦૦ શ્લોક પ્રમાણ પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મ. કૃત સંસ્કૃત ટીકા છે તથા પંડિતજી શ્રી ચંદુલાલ નાનચંદજી કૃત ગુજરાતી ટીકાનુવાદ પણ છે. (૨) પંચસંગ્રહ આ ગ્રંથના કર્તા શ્રી ચંદ્રર્ષિ મહત્તરાચાર્ય છે. ૯૬૩ શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે. આ ગ્રંથકર્તા પાર્થર્ષિના શિષ્ય હોય એમ લાગે છે. આ ગ્રંથ ઉપર ૯૦૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ, અને ૧૮,૮૫૦ શ્લોક પ્રમાણ પૂજ્ય મલયગિરિજી કૃત સંસ્કૃત ટીકાઓ છે. આ પંચસંગ્રહના બે ભાગ છે. પ્રથમ ભાગમાં પાંચ દ્વારો છે અને બીજા ભાગમાં કર્મ પ્રકૃતિના અનુસારે આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 294