Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 5
________________ જ્યારે આ આત્મા શુદ્ધાવસ્થાવાળો અર્થાત્ કર્મરહિત બને છે. (જેમ કે મોક્ષગત આત્મા) ત્યારે આ આત્મા કર્મને બાંધતો નથી અને કર્મ ન હોવાથી ભોગવતો પણ નથી. અર્થાત્ અકર્તા અને અભોકતા છે. પરંતુ જ્યારે અશુદ્ધાવસ્થાવાળો, કર્મસહિત છે. ત્યારે વિકારી-અશુદ્ધાવસ્થાવાળો હોવાથી કર્મોનો આ આત્મા કર્તા-ભોકતા છે. શરીર અને ઇન્દ્રિયો સાધન માત્ર છે. તે કર્તા-ભોકતા નથી. પરંતુ શરીર અને ઇન્દ્રિયો દ્વારા આ આત્મા યોગ અને કષાયને વશ થયો થકો કર્મોને કરે છે અને પૂર્વ-બદ્ધને ભોગવે છે. આથી જે લોકો આ આત્માને અકર્તા અને અભોક્તા કહી માત્ર જ્ઞાતા-દૃષ્ટા જ કહે છે તે વીતરાગ એવા અયોગી જીવોમાં અને મોક્ષમાં બરાબર છે. પરંતુ સંસારી જીવોમાં જે આ વાત જોડે છે તે તેઓની અજ્ઞાન દશા છે. સંસારી જીવો અશુદ્ધ હોવાથી કર્મોના કર્તા-ભોક્તા છે જ. અધ્યાત્મ દૃષ્ટિએ જેમ આત્માની શુદ્ધદશા જાણવા જેવી છે કે જેથી તે પ્રાપ્ત કરી શકાય, તેવી જ રીતે અશુદ્ધદશા પણ જાણવા જેવી છે કે જેથી તેમાંથી બચી શકાય-નીકળી શકાય. ઉપાદેયભાવો પ્રવૃત્તિ માટે જેમ જાણવા જેવા છે તેમ હેયભાવો પણ નિવૃત્તિ માટે જાણવા જેવા જ છે. સોબત માટે સારો મિત્ર જેમ ઓળખવા જેવો છે. તેમ ઠગાઇ ન જઇએ તે માટે દુમિત્ર પણ સવિશેષે ઓળખવા જેવો હોય છે. હીરા-માણેક-મોતી-સોનું-રૂપું, નીલમ-પન્ના આદિ ઝવેરાત ખરીદતી વખતે જેમ આ ચમકવાળા, સ્વચ્છ, પાણીદાર, યથાર્થ કટીંગવાળા છે એ જાણવા જેવું છે તેમ આ પદાર્થોમાં છાંટ-કલંક-ખાડા કે બનાવટ નથી. એ પણ જાણવું જરૂરી જ છે. એ જ ન્યાયે આત્માને ઉપાદેયભાવે જેમ જાણવો જોઇએ તેમ હેયભાવે તેને લાગેલાં કર્મો પણ બરાબર જાણવાં જોઇએ. આ સિદ્ધાંતથી જ પૂર્વે થયેલા ગીતાર્થ આચાર્યોએ ‘‘કર્મ’’વિષયને સમજાવવા ઘણી સૂક્ષ્મ ચર્ચાઓ કરવાપૂર્વક મહાન્ શાસ્ત્રસર્જન કર્યું છે. તેઓના લખાયેલા ગ્રંથોનું જો દિગ્દર્શન માત્ર કરીએ તો પણ તેઓનું જીવન કેટલું જ્ઞાન-ધ્યાનમાં ઓતપ્રોત અને પારંગત હશે તેનું આશ્ચર્ય થયા વિના રહેશે જ નહીં. ચાર્વાકદર્શન વિના ભારતીય અન્ય દર્શનકારોએ શબ્દાન્તરથી ‘કર્મ” ને સ્વીકારેલું જ છે. પૂર્વભવ અને પુનર્ભવ માનનારા સર્વ ધર્મસૂત્રકારોએ આ કૈર્મ” ની માન્યતા સ્વીકારી છે. · Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 294