Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 6
________________ જગત્કર્તા ઇશ્વર છે એવું માનનારા ન્યાય-વૈશેષિક દર્શનકારોએ પણ ધર્મ અને અધર્મ નામના બે ગુણો સ્વીકારી કર્મની માન્યતાને સ્વીકૃત કરી છે. તેઓને જ્યારે પ્રશ્ન કરવામાં આવે છે કે જગત્કર્તા ઇશ્વર પરમ કૃપાલુ અને સ્વતંત્ર છે પછી શા માટે રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગીની ભિન્ન ભિન્ન રચના કરે છે. સર્વત્ર સુખી જ સંસાર કેમ સર્જતા નથી? ત્યારે આ જ ઉત્તર આપે છે કે તેના શુભ-અશુભ કર્મ પ્રમાણે ઇશ્વર જીવોને રાજા-રંકપણે સર્જે છે. શાસ્ત્રવિહિત કર્મજન્ય ગુણને ધર્મ અને શાસ્ત્ર નિષિધ્ધ કર્મજન્ય ગુણને અધર્મ કહે છે. શબ્દાન્તર માત્રથી આ કર્મ જ છે. સાંખ્યદર્શનમાં “પુરુષ અને પ્રકૃતિ” એમ બે તત્ત્વ માની પ્રકૃતિ જ સંસારની લીલાની સર્જક બતાવી છે. આ પ્રકૃતિનું પ્રતિબિંબ આત્મામાં માની આત્મામાં ઔપચારિક કર્તૃત્વ-ભોકતૃત્વ માનેલું છે. પ્રકૃતિનો સંયોગ તે સંસાર અને પ્રકૃતિનો વિયોગ તે મોક્ષ એમ માનેલું છે. આ પ્રકૃતિ એ જ શબ્દાન્તરથી કર્મ જ થયું. બૌદ્ધદર્શનમાં અંગુત્તરનિકાય અને ધમ્મપદ નામના બૌદ્ધશાસ્ત્રોમાં માનસિક-વાચિક અને કાયિક ચેતના એ જ કર્મ છે અને સંસાર પરિભ્રમણનું કારણ છે. તે કર્મના તેઓની દૃષ્ટિએ ૪ ભેદ બતાવેલા છે. (૧) જનક, (૨) ઉપસ્તંભક, (૩) ઉપપીડક, (૪) ઉપઘાતક. મીમાંસકદર્શનમાં અવિદ્યા શબ્દથી કર્મ સ્વીકૃત કર્યું છે. વસ્તુના યથાર્થ સ્વરૂપનું અજ્ઞાન એ જ અવિદ્યા છે, તે જ કર્મબંધરૂપ છે. કર્મશકિતને તેઓ ‘“અપૂર્વ” કહે છે. જૈમિનીય મુનિનું કથન છે કે વેદોમાં વર્ણવેલા યજ્ઞો દીર્ઘકાળે ફળ આપનારા છે. તેથી યજ્ઞો પૂર્ણ કર્યા પછી જ્યાં સુધી ફળપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી યજ્ઞકૃત કોઇ એવું અપૂર્વ' તત્ત્વ અંદર વર્તે છે કે જે કાલાન્તરે ફળ આપે છે. તે કર્મ જ છે. તથા યજ્ઞ અને યાગાદિ ક્રિયાઓ દ્વારા તથા નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ દ્વારા આ જીવ પ્રતિક્ષણે કર્મ બાંધે છે. આ પ્રમાણે ચાર્વાક વિના સર્વ દર્શનકારો જાદી જાદી રીતે કર્મતત્ત્વ સ્વીકારે છે તથા તેના બંધનાં કારણો તથા તેના વિપાકના પ્રસંગો વિષે ઘણી ચર્ચા જોવા-જાણવા મળે છે. તે અન્ય પ્રસંગે સમજાવીશું. પરંતુ ઇતરદર્શનો કરતાં જૈનદર્શનમાં કર્મવિષયક વિપુલ સાહિત્ય અને સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા-સંક્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 294