Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 9
________________ (૪) ષડશીતિ આ ગ્રંથના કર્તા જિનવલ્લભગણિ છે. આ ગ્રંથ ૮૬ શ્લોક પ્રમાણ છે તેથી જ તેનું નામ “ડશીતિ” રાખવામાં આવેલ છે. આ ગ્રંથની રચના વિક્રમની બારમી સદીમાં થઈ છે. આ ગ્રંથનું બીજું નામ “આગમિક વસ્તુ વિચારસાર” પ્રકરણ છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક બે ભાગ્યો છે જેની અનુક્રમે ર૩ અને ૩૮ ગાથાઓ છે. તથા ત્રણ સંસ્કૃત ટીકાઓ છે. (૧) શ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકા છે. (આ હરિભદ્રસૂરિ યાકિની મહત્તરાર્નુથી જુદા છે) (૨) પૂજ્ય શ્રી મલયગિરિજી કૃત ટીકા અને (૩) પૂ. શ્રી યશોભદ્રસૂરિજી કૃત ટીકા. આ ત્રણે ટીકાઓ વિક્રમની બારમી સદીમાં થઈ છે. આ ચોથા કર્મગ્રંથના કર્તા શ્રી જિનવલ્લભગણિ શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય હતા, અને અભયદેવસૂરિજી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા, ગ્રંથકર્તા વિક્રમ સંવત ૧૧૬૭ માં સ્વર્ગવાસી થયા છે. (૫) શતક આ પાંચમા કર્મગ્રંથના કર્તા પૂ. શ્રી શિવશર્મસૂરિજી છે. જેઓ કમ્મપયડિના પણ કર્તા છે. આ કર્મગ્રંથ ૧૦૦ શ્લોક પ્રમાણ છે તેથી જ તેનું નામ “શતક” રાખેલ છે આ કર્મગ્રંથ ઉપર ત્રણ ભાષ્યો, એક ચૂર્ણિ અને ત્રણ ટીકાઓ છે. ત્રણ ભાષ્યોમાંથી બે લઘુભાષ્યો છે. જેની ૨૪ ૨૪ ગાથાઓ છે. તેઓના કર્તા અજ્ઞાત છે. પરંતુ ત્રીજા બૃહભાષ્ય છે. જેની ૧૪૧૩ ગાથા છે. વિક્રમ સં.૧૧૭૯ માં રચાયું છે. તેના કર્તા શ્રી ચક્રેશ્વરજી છે. તથા ચૂર્ણિના કર્તા અજ્ઞાત છે. ત્રણ ટીકાઓમાં પહેલી ટીકાના કર્તા મલધારિ શ્રી હેમચંદ્રાચાર્યજી છે. બીજી ટીકાના કર્તા શ્રી ઉદયપ્રભસૂરિજી છે અને ત્રીજી ટીકાના કર્તા શ્રી ગુણરત્નસૂરિજી છે આ ત્રણે ટીકાઓ વિક્રમની અનુક્રમે બારમી, તેરમી અને પંદરમી સદીમાં રચાઈ છે. (૬) સપ્તતિકા આ ગ્રંથના કર્તા ચંદ્ર મહત્તરાચાર્ય છે. (અથવા શિવશર્મસૂરિજી હોય એમ પણ પ્રાચીન ઇતિહાસ સંશોધકોનું માનવું છે.) આ ગ્રંથની ૭૦ ગાથા છે. તેથી જ તેનું સપ્તતિકા નામ રાખેલ છે. આ ગ્રંથનો કેટલોક વિષય કઠીન છે. તેથી તેની સરળતા માટે તેના ઉપર રચાયેલા ભાષ્યમાંથી કેટલીક ગાથાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 294