Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ ૨૨૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણિ છે. (૨) વિક્રમ સંવત ૧૧૭૧ માં, શ્રી ધનેશ્વરસૂરિજી કૃત ૩૭૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા છે અને (૩) વિક્રમ સંવત ૧૧૭૯ માં, શ્રી ચક્રેશ્વર સૂરિજી કૃત ૧૪૦૦ શ્લોક પ્રમાણે વૃત્તિ ટિપ્પણક પણ છે. મનઃસ્થિરીકરણ પ્રકરણ વિક્રમ સંવત ૧૨૮૪ માં શ્રી મહેન્દ્રસૂરિજીએ ૧૬૭ શ્લોક પ્રમાણ આ ગ્રંથ, તથા ૨૩૦૦ શ્લોક પ્રમાણ તેના ઉપર સ્વોપજ્ઞ ટીકા તેઓએ જ બનાવી છે. સંસ્કૃત કર્મગ્રંથ ચાર વિક્રમની ૧૫ મી સદીમાં, કુલ ૫૬૯ શ્લોક પ્રમાણ, સંસ્કૃત ભાષામાં ચાર કર્મગ્રંથો શ્રી જયતિલકસૂરિજીએ બનાવ્યા છે. ભાવ પ્રકરણ વિક્રમ સંવત ૧૬૨૩ માં શ્રી વિજય વિમલગણિજીએ ૩૦ શ્લોક પ્રમાણ ભાવ પ્રકરણ'' નામનો ગ્રંથ તથા તેના ઉપર ૩૨૫ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકા બનાવી છે. બંધહેતૂદય ત્રિભંગી વિક્રમની ૧૬ મી સદીમાં શ્રી વિજયહર્ષકુલ ગણિજીએ ૬૫ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે તથા તેના ઉપર જ ૧૧૫૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા વાનરર્ષિગણિજીએ ૧૬૦૨ માં બનાવી છે. બન્યોદયસત્તા પ્રકરણ વિક્રમની ૧૭ મી સદીમાં શ્રી વિજયવિમલગણિજીએ ૨૪ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે તથા આ જ ગ્રંથ ઉપર કર્તાએ પોતે જ ૩૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ અવસૂરિ પણ બનાવી છે. કર્મસંવેધભંગ પ્રકરણ વિક્રમની ૧૭ મી સદીમાં શ્રી દેવચંદ્રસૂરિજીએ ૪૦૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે. જેમાં સપ્તતિકાના અનુસારે સંવેધ ભાંગાઓનું જ વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 294