Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 10
________________ પ્રક્ષિપ્ત કરાઈ છે. જેથી હાલ ૯૧ ગાથા જોવા મળે છે. આ ગ્રંથ ઉપર શ્રી અભયદેવસૂરિજી કૃત ૧૯૧ ગાથાનું ભાષ્ય છે. અજ્ઞાતકર્તક ચૂર્ણિ છે. ચન્દ્રષિમહત્તરાચાર્યકૃત પ્રાકૃતવૃત્તિ છે. શ્રી મલયગિરિજી કૃત સંસ્કૃત ટીકા છે. તથા મેરૂતુંગાચાર્યની વિક્રમ સંવત ૧૪૪૯ માં રચાયેલી ભાષ્યવૃત્તિ છે. તથા શ્રી ગુણરત્નસૂરિજીની વિક્રમની ૧૫ મી સદીમાં રચાયેલી અવચૂરિ પણ છે. અર્વાચીન કર્મગ્રંથો (૫) ઉપરોકત કર્મગ્રંથોમાં જે જે વિષયો લખેલા છે. તે તે જ વિષયોને જણાવતા સરળભાષામાં પ્રાકૃત પદ્યમય લિપિમાં પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ નવા પાંચ કર્મગ્રંથો બનાવ્યા છે. જેનાં નામો પૂર્વના કર્મગ્રંથોને અનુસારે જ કર્મવિપાક-કર્મસ્તવ-બંધસ્વામિત્વ-પડશીતિ અને શતક રાખેલ છે. હાલ આ જ કર્મગ્રંથો વધારે અધ્યયન અધ્યાપનમાં પ્રચલિત છે. આ પાંચે કર્મગ્રંથો ઉપર ગ્રંથકર્તાની જ સ્વોપજ્ઞ ટીકાઓ છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર ત્રીજા કર્મગ્રંથની ટીકા અનુપલબ્ધ છે. તથા પાંચે કર્મગ્રંથો ઉપર થઈને ૨૯૫૮ શ્લોક પ્રમાણ શ્રી મુનિશેખરસૂરિજીએ ટીકા બનાવી છે અને ૫૪૦૭ શ્લોક પ્રમાણ આ૦ ગુણરત્નસૂરિજીએ ટીકા બનાવી છે તથા શ્રી કમલસંયમ ઉપાધ્યાયજીએ ૧૫૦ શ્લોક પ્રમાણ માત્ર બીજા કર્મસ્તવ નામના કર્મગ્રંથ ઉપર વિ. સંવત ૧૫૫૯ માં વિવરણ લખેલ છે તથા પાંચે કર્મગ્રંથો ઉપર ત્રણ બાલાવબોધ લખાયેલ છે. (૧) વિક્રમની ૧૭ મી સદીમાં શ્રી જયસોમસૂરિજીએ ૧૭000 શ્લોક પ્રમાણ, (૨) વિક્રમની ૧૭ મી જ સદીમાં શ્રી મતિચંદ્રસૂરિજીએ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ અને (૩) વિક્રમની ૧૯ મી સદીમાં (સંવત ૧૮૦૩ માં) શ્રી જીવવિજ્યજીએ ૧૦OO૦ શ્લોક પ્રમાણ બાલાવબોધ લખેલ છે. સાર્ધશતક | કર્મગ્રંથના જ વિષયને સમજાવતો શ્રી જિનવલ્લભગણિજીનો બનાવેલો ૧૫૫ શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે જેની રચના વિક્રમની ૧૨ મી સદીમાં થઈ છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક ભાષ્ય છે તથા એક ચૂર્ણિ અને બે ટીકાઓ પણ છે. (૧) વિક્રમ સંવત ૧૧૭૦ માં, શ્રી મૂનિચંદ્રસૂરિજી કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 294