Book Title: Karma Vignayan Shibir-2008
Author(s): Jinchandra Acharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 3
________________ આ દેહધારી સંસારી જીવોના દેહ (શરીર) નું વર્ણન કરતાં જૈન શાસ્ત્રોમાં શરીરના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) દારિક શરીર (ર) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તેજસ્ શરીર (૫) કાર્પણ શરીર. આ પાંચમાંથી છેલ્લા બે (તેજસ્ અને કાર્મણ) સૂક્ષ્મ શરીરો છે. તે બંને ચેતના ઉપરના સૂમ આવરણો છે. અને તે સંસારી જીવોને અનાદિકાળથી વળગેલા હોય છે. જન્મ જન્માંતર સુધી તે જીવની સાથે જ રહે છે. જીવ જ્યારે મોક્ષ પામે ત્યારે જ તે તેજસ્ અને કાશ્મણ શરીરથી પણ મુક્ત બને છે. સંસારમાં જીવ અને કર્મ એકમેક થઈને રહેલા છે. જીવ દુ:ખી છે, પરાધીન છે કારણ કે તેને કર્મનો સંગ છે જે તે કોઈ રીતે કર્મથી અળગો થઈ જાય તો તેનો મોક્ષ થઈ શકે છે. અને તે પરમાત્મા બની જાય છે. આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ આત્માની ત્રણ અવસ્થા છે. (૧) બહિરાભા (ર) અંતરાત્મા (3) પરમાત્મા. અધ્યકાલીન જીવન અને મૃત્યુના ચક્રમાંથી સદાને માટે મુક્ત થઈ, દેહ વિનાનું માત્ર ચૈતન્યમય અસ્તિત્વ, અનંત જ્ઞાનમય એવું શાશ્વત જીવન પ્રાપ્ત કરવું એ જૈન સાધનાનો આદર્શ છે. આ આદર્શને જે જીવો સમજતા નથી કે સ્વીકારતા નથી તે જીવો બહિરાત્મા છે. આ આદર્શને જે જીવો સમજે છે, સ્વીકારે છે અને તે મુજબ જીવવાનો પ્રયત્ન કરે છે તે જીવો અંતરાત્મા છે. અને ઉપરના આદર્શ મુજબની પરમ અવસ્થાને જેઓ પામી ચૂક્યા છે અને કર્મના બંધનોથી સંપૂર્ણપણે જેઓ મુક્ત થઈ ગયા છે તે આત્માઓ પરમાત્મા કહેવાય છે. છે. આત્મા ઉપર લાગેલા કર્મના સઘળા બંધનો તૂટી જાય અને આત્મા કર્મરહિત થઈ જાય ત્યારે તે પરમાત્મા બને છે. આ માટે જૈન દર્શનમાં કર્મવિજ્ઞાનનું સૂક્ષ્મ, વ્યાપક અને વ્યવસ્થિત નિરૂપણ કરવામાં આવ્યું છે. છ કર્મગ્રંથ, કમ્મપયડી વિગેરે તેના મુખ્ય ધર્મગ્રંથોમાં તેનું વિસ્તૃત વિવેચન જોવા મળે છે. જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન - મુખ્ય મુદ્દાઓ જૈન ધર્મ માને છે કે જીવ અનાદિનો છે, તેનો સંસાર અનાદિનો છે અને તે સંસાર અનાદિકાળના જીવી સાથેના કર્મસંયોગના કારણે ચાલી રહ્યો છે. આત્મા અને કામણ શરીર અનાદિકાળથી જોડાયેલા છે.(સુવર્ણ અને માટીનું દ્રષ્ટાંત) જીવનમાં બનતી સારી-નરસી પ્રત્યેક પરિસ્થિતિઓમાં કર્મયુગલોનો મુખ્ય પ્રભાવ રહેલો છે. જીવ જેવા કર્મ કરે તેવું ફળ મળે છે. જીવને બીજું કોઈ સુખ કે દુઃખ આપતુ નથી. તે પોતે જ તેનો કર્તા છે અને ભોક્તા છે. જેમ શરીરમાં વિજાતીય અણુઓ પ્રવેશે ત્યારે શરીરમાં વિકૃતિ થાય છે તેમ આત્મામા વિજાતીય એવું જડ દ્રવ્ય પ્રવેશ કરે છે ત્યારે આત્મામાં વિકૃતિઓ ઉભી થાય છે. અર્થાત્ જs એવા કર્મ સંસારની વિષમતાઓનું અને આત્માના રોગોનું મૂળ છે. કર્મના આ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાનું જીવ માટે અતિ મુશ્કે છે પણ તે અશક્ય નથી. જે જીવે કર્મની ચુંગાલમાંથી છૂટી જવું હોય તો તેણે નવા કર્મો ન બાંધવા જોઈએ, સંવર કરવો જોઈએ અને આત્માની ઉપર કર્મનો જે જૂનો સ્ટોક છે તેને ખાલી કરતા રહેવું જોઈએ, નિર્જરા કરવી જોઈએ. આપણે નવા આવતા કર્મને રોકવા હોય તો, કર્મ કેવી રીતે બંધાય છે તે વાત સમજવી પડશે. જીવ. પોતાના રાગ-દ્વેષ આદિના કારણે વાતાવરણમાંથી એવા પરમાણુ સતત ગ્રહણ કરતો રહે છે જે જીવા સાથે ઓતપ્રોત થઈને કર્મ બની જાય છે. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11