Book Title: Karma Vignayan Shibir-2008 Author(s): Jinchandra Acharya Publisher: ZZZ Unknown View full book textPage 2
________________ શિબિરના પ્રવચનોની ભૂમિકાના મુખ્ય મદ્દાઓ ઃ તીર્થંકરો કેવળજ્ઞાન થયા પછી ધર્મતીર્થની સ્થાપના કરે.તેમાં બે કાર્ય થાય. (૧) તત્ત્વનું નિરૂપણ (ર) ચતુર્વિધ સંઘની સ્થાપના. તીર્થંકરો પ્રથમ ઉપદેશમાં ગણધરોને તત્ત્વજ્ઞાનના નિચોડરૂપે ‘ત્રિપદી' આપે. ગણધરો તેના આધારે જ્ઞાનનો વિસ્તાર કરે. દ્વાદશાંગીની રચના કરે. આ દ્વાદશાંગી, ચૌદપૂર્વકે આગમગ્રંથો એ જૈનધર્મના મૂળભૂત ધર્મશાસ્ત્રો કહેવાય. ૧૪ પૂર્વમાંથી ૧ પૂર્વ છે કર્મપ્રવાદ પૂર્વ. વિશ્વનું વિશાળ તત્ત્વનિરૂપણ જે ૧૪ પૂર્વમાં કરવામાં આવ્યું. તેમાંથી ૧ પૂર્વ આખુ કર્મ વિજ્ઞાન માટે ફાળવવામાં આવ્યું છે. આ શિબિરમાં આપણે ‘ કર્મ’ વિશેની માત્ર પ્રાથમિક અને છતાં મહત્ત્વની થોડી વાતો ઉપર વિચારણા કરીશું. જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન સમજવા માટે, પહેલાં જૈન તત્ત્વજ્ઞાનના બીજા મહત્ત્વના બે ત્રણ વિષયોનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે અને તે છે.(૧)ષદ્રવ્ય (૨) નવતત્ત્વ અને (૩) આત્માના ષડ્થાન આ ત્રણનું સામાન્ય જ્ઞાન મેળવ્યા વિના કર્મનું તત્ત્વજ્ઞાન સમજાવું મુશ્કેલ છે. ܀ ܀ જૈન ધર્મમાં કર્મનું તત્વજ્ઞાન ܀ નવતત્ત્વમાંના જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવે ય તત્ત્વો કર્મવાદના સિદ્ધાંત સાથે એક યા બીજી રીતે જોડાયેલાં છે. જૈન દર્શન જગતના કર્તા તરીકે ઈશ્વરને કે તેવી કોઇ વ્યક્તિની માન્યતાને સ્વીકારતું નથી. કારણકે તેમાં અનેક નવા પ્રશ્નો અને આપત્તિઓ આવે તેમ છે. ઈશ્વરતત્ત્વનું અનંત શક્તિમય અને કરૂણામય સ્વરૂપ પણ તેમાં ખંડિત થાય છે તેથી જૈન દર્શને સંસારના સંચાલનમાં જીવ અને કર્મના સંબંધોને તથા કર્મના પ્રભાવોને તે વધુ મહત્ત્વ આપ્યું છે. અને તેના વિશે સૂક્ષ્મતાભર્યું ચિંતન કર્યું છે. તેજ રીતે ષડ્વવ્યમાંથી જીવદ્રવ્ય અને તેના ષડ્થાન ૧. આત્મા છે, ર. તે નિત્ય છે, ૩. કર્મનો કર્તા છે, ૪. કર્મનો ભોકતા છે. ૫. મોક્ષ છે અને ૬. મોક્ષના ઉપાય છે) સ્વીકાર્યા વિના કર્મ વિજ્ઞાન આગળ ચાલી શકે તેમ નથી. Jain Education International O જૈન તત્ત્વજ્ઞાન જીવનસ્પર્શી તત્ત્વજ્ઞાન છે. જીવનને સાચી રીતે જીવી જવું એ જૈન તત્ત્વજ્ઞાનની લશ્રુતિ છે. આ માટે જીવનને ઊંડાણથી સમજવું, જીવનમાં બનતી ઘટનાઓ પાછળ કયા તત્ત્વો કામ કરી રહ્યા છે તેને સમજવા અને તે બધાના આધારે જાગૃતિ કેળવીને જીવનના આદર્શો નક્કી કરવા તે આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું છે. જીવન બે પ્રકારે જીવાય છે.(૧) દેહયુક્ત જીવન(ર) દેહમુક્ત જીવન દેહમુક્ત જીવન એટલે જન્મમરણથી મુક્ત થયેલા મોક્ષગામી આત્માઓનું જીવન. એ જીવન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિમય છે. * દેહયુક્ત જીવન એટલે વિશ્વમાં જન્મમરણના ચક્રમાં અટવાયેલા દેહધારી આત્માઓનું જીવન. આ દેહધારી આત્માઓ કર્મના બંધનથી બંધાયેલા છે. અને તેઓ સંસારી જીવો તરીકે ઓળખાય છે. (૨) For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11