Book Title: Karma Vignayan Shibir-2008
Author(s): Jinchandra Acharya
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/249044/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય શિબિર : ૨૦૦૮ (પ્રવચનોના મુખ્ય મુદ્દાઓની નોંધ) :: પ્રવચનકાર :: પૂજ્યશ્રી જિનચંદ્રજી મહારાજ (બંધુત્રિપુટી) :: વિષય : જૈન ધર્મમાં કર્મનું તત્ત્વજ્ઞાન :: સ્થળ :: શાંતિધામ આરાધના કેન્દ્ર - તીથલ :: આયોજક :: પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ જિનકૃપા મિત્ર મંડળ,તિથલ SHIBIR-2008 :: Subject :: Karma Vignayan (Karmic Theory in Jainism) :: Venue :: Cameron Highlands, Malaysia : Organized by : Shantiniketan Foundation, Malaysia Page #2 -------------------------------------------------------------------------- ________________ શિબિરના પ્રવચનોની ભૂમિકાના મુખ્ય મદ્દાઓ ઃ તીર્થંકરો કેવળજ્ઞાન થયા પછી ધર્મતીર્થની સ્થાપના કરે.તેમાં બે કાર્ય થાય. (૧) તત્ત્વનું નિરૂપણ (ર) ચતુર્વિધ સંઘની સ્થાપના. તીર્થંકરો પ્રથમ ઉપદેશમાં ગણધરોને તત્ત્વજ્ઞાનના નિચોડરૂપે ‘ત્રિપદી' આપે. ગણધરો તેના આધારે જ્ઞાનનો વિસ્તાર કરે. દ્વાદશાંગીની રચના કરે. આ દ્વાદશાંગી, ચૌદપૂર્વકે આગમગ્રંથો એ જૈનધર્મના મૂળભૂત ધર્મશાસ્ત્રો કહેવાય. ૧૪ પૂર્વમાંથી ૧ પૂર્વ છે કર્મપ્રવાદ પૂર્વ. વિશ્વનું વિશાળ તત્ત્વનિરૂપણ જે ૧૪ પૂર્વમાં કરવામાં આવ્યું. તેમાંથી ૧ પૂર્વ આખુ કર્મ વિજ્ઞાન માટે ફાળવવામાં આવ્યું છે. આ શિબિરમાં આપણે ‘ કર્મ’ વિશેની માત્ર પ્રાથમિક અને છતાં મહત્ત્વની થોડી વાતો ઉપર વિચારણા કરીશું. જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન સમજવા માટે, પહેલાં જૈન તત્ત્વજ્ઞાનના બીજા મહત્ત્વના બે ત્રણ વિષયોનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે અને તે છે.(૧)ષદ્રવ્ય (૨) નવતત્ત્વ અને (૩) આત્માના ષડ્થાન આ ત્રણનું સામાન્ય જ્ઞાન મેળવ્યા વિના કર્મનું તત્ત્વજ્ઞાન સમજાવું મુશ્કેલ છે. ܀ ܀ જૈન ધર્મમાં કર્મનું તત્વજ્ઞાન ܀ નવતત્ત્વમાંના જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવે ય તત્ત્વો કર્મવાદના સિદ્ધાંત સાથે એક યા બીજી રીતે જોડાયેલાં છે. જૈન દર્શન જગતના કર્તા તરીકે ઈશ્વરને કે તેવી કોઇ વ્યક્તિની માન્યતાને સ્વીકારતું નથી. કારણકે તેમાં અનેક નવા પ્રશ્નો અને આપત્તિઓ આવે તેમ છે. ઈશ્વરતત્ત્વનું અનંત શક્તિમય અને કરૂણામય સ્વરૂપ પણ તેમાં ખંડિત થાય છે તેથી જૈન દર્શને સંસારના સંચાલનમાં જીવ અને કર્મના સંબંધોને તથા કર્મના પ્રભાવોને તે વધુ મહત્ત્વ આપ્યું છે. અને તેના વિશે સૂક્ષ્મતાભર્યું ચિંતન કર્યું છે. તેજ રીતે ષડ્વવ્યમાંથી જીવદ્રવ્ય અને તેના ષડ્થાન ૧. આત્મા છે, ર. તે નિત્ય છે, ૩. કર્મનો કર્તા છે, ૪. કર્મનો ભોકતા છે. ૫. મોક્ષ છે અને ૬. મોક્ષના ઉપાય છે) સ્વીકાર્યા વિના કર્મ વિજ્ઞાન આગળ ચાલી શકે તેમ નથી. O જૈન તત્ત્વજ્ઞાન જીવનસ્પર્શી તત્ત્વજ્ઞાન છે. જીવનને સાચી રીતે જીવી જવું એ જૈન તત્ત્વજ્ઞાનની લશ્રુતિ છે. આ માટે જીવનને ઊંડાણથી સમજવું, જીવનમાં બનતી ઘટનાઓ પાછળ કયા તત્ત્વો કામ કરી રહ્યા છે તેને સમજવા અને તે બધાના આધારે જાગૃતિ કેળવીને જીવનના આદર્શો નક્કી કરવા તે આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું છે. જીવન બે પ્રકારે જીવાય છે.(૧) દેહયુક્ત જીવન(ર) દેહમુક્ત જીવન દેહમુક્ત જીવન એટલે જન્મમરણથી મુક્ત થયેલા મોક્ષગામી આત્માઓનું જીવન. એ જીવન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિમય છે. * દેહયુક્ત જીવન એટલે વિશ્વમાં જન્મમરણના ચક્રમાં અટવાયેલા દેહધારી આત્માઓનું જીવન. આ દેહધારી આત્માઓ કર્મના બંધનથી બંધાયેલા છે. અને તેઓ સંસારી જીવો તરીકે ઓળખાય છે. (૨) Page #3 -------------------------------------------------------------------------- ________________ આ દેહધારી સંસારી જીવોના દેહ (શરીર) નું વર્ણન કરતાં જૈન શાસ્ત્રોમાં શરીરના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) દારિક શરીર (ર) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તેજસ્ શરીર (૫) કાર્પણ શરીર. આ પાંચમાંથી છેલ્લા બે (તેજસ્ અને કાર્મણ) સૂક્ષ્મ શરીરો છે. તે બંને ચેતના ઉપરના સૂમ આવરણો છે. અને તે સંસારી જીવોને અનાદિકાળથી વળગેલા હોય છે. જન્મ જન્માંતર સુધી તે જીવની સાથે જ રહે છે. જીવ જ્યારે મોક્ષ પામે ત્યારે જ તે તેજસ્ અને કાશ્મણ શરીરથી પણ મુક્ત બને છે. સંસારમાં જીવ અને કર્મ એકમેક થઈને રહેલા છે. જીવ દુ:ખી છે, પરાધીન છે કારણ કે તેને કર્મનો સંગ છે જે તે કોઈ રીતે કર્મથી અળગો થઈ જાય તો તેનો મોક્ષ થઈ શકે છે. અને તે પરમાત્મા બની જાય છે. આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ આત્માની ત્રણ અવસ્થા છે. (૧) બહિરાભા (ર) અંતરાત્મા (3) પરમાત્મા. અધ્યકાલીન જીવન અને મૃત્યુના ચક્રમાંથી સદાને માટે મુક્ત થઈ, દેહ વિનાનું માત્ર ચૈતન્યમય અસ્તિત્વ, અનંત જ્ઞાનમય એવું શાશ્વત જીવન પ્રાપ્ત કરવું એ જૈન સાધનાનો આદર્શ છે. આ આદર્શને જે જીવો સમજતા નથી કે સ્વીકારતા નથી તે જીવો બહિરાત્મા છે. આ આદર્શને જે જીવો સમજે છે, સ્વીકારે છે અને તે મુજબ જીવવાનો પ્રયત્ન કરે છે તે જીવો અંતરાત્મા છે. અને ઉપરના આદર્શ મુજબની પરમ અવસ્થાને જેઓ પામી ચૂક્યા છે અને કર્મના બંધનોથી સંપૂર્ણપણે જેઓ મુક્ત થઈ ગયા છે તે આત્માઓ પરમાત્મા કહેવાય છે. છે. આત્મા ઉપર લાગેલા કર્મના સઘળા બંધનો તૂટી જાય અને આત્મા કર્મરહિત થઈ જાય ત્યારે તે પરમાત્મા બને છે. આ માટે જૈન દર્શનમાં કર્મવિજ્ઞાનનું સૂક્ષ્મ, વ્યાપક અને વ્યવસ્થિત નિરૂપણ કરવામાં આવ્યું છે. છ કર્મગ્રંથ, કમ્મપયડી વિગેરે તેના મુખ્ય ધર્મગ્રંથોમાં તેનું વિસ્તૃત વિવેચન જોવા મળે છે. જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન - મુખ્ય મુદ્દાઓ જૈન ધર્મ માને છે કે જીવ અનાદિનો છે, તેનો સંસાર અનાદિનો છે અને તે સંસાર અનાદિકાળના જીવી સાથેના કર્મસંયોગના કારણે ચાલી રહ્યો છે. આત્મા અને કામણ શરીર અનાદિકાળથી જોડાયેલા છે.(સુવર્ણ અને માટીનું દ્રષ્ટાંત) જીવનમાં બનતી સારી-નરસી પ્રત્યેક પરિસ્થિતિઓમાં કર્મયુગલોનો મુખ્ય પ્રભાવ રહેલો છે. જીવ જેવા કર્મ કરે તેવું ફળ મળે છે. જીવને બીજું કોઈ સુખ કે દુઃખ આપતુ નથી. તે પોતે જ તેનો કર્તા છે અને ભોક્તા છે. જેમ શરીરમાં વિજાતીય અણુઓ પ્રવેશે ત્યારે શરીરમાં વિકૃતિ થાય છે તેમ આત્મામા વિજાતીય એવું જડ દ્રવ્ય પ્રવેશ કરે છે ત્યારે આત્મામાં વિકૃતિઓ ઉભી થાય છે. અર્થાત્ જs એવા કર્મ સંસારની વિષમતાઓનું અને આત્માના રોગોનું મૂળ છે. કર્મના આ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાનું જીવ માટે અતિ મુશ્કે છે પણ તે અશક્ય નથી. જે જીવે કર્મની ચુંગાલમાંથી છૂટી જવું હોય તો તેણે નવા કર્મો ન બાંધવા જોઈએ, સંવર કરવો જોઈએ અને આત્માની ઉપર કર્મનો જે જૂનો સ્ટોક છે તેને ખાલી કરતા રહેવું જોઈએ, નિર્જરા કરવી જોઈએ. આપણે નવા આવતા કર્મને રોકવા હોય તો, કર્મ કેવી રીતે બંધાય છે તે વાત સમજવી પડશે. જીવ. પોતાના રાગ-દ્વેષ આદિના કારણે વાતાવરણમાંથી એવા પરમાણુ સતત ગ્રહણ કરતો રહે છે જે જીવા સાથે ઓતપ્રોત થઈને કર્મ બની જાય છે. (૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ ܀ ܀ જીવ મન, વચન કે કાયાથી કોઈપણ વૃત્તિ-પ્રવૃત્તિ કરે ત્યારે જીવને પ્રતિક્ષણ કર્મપુદ્ગલો ચોંટે છે. ( કર્મ બંધાય છે.) જ્યારે કર્મનું આત્મા સાથે આવું સંયોજન થાય છે તે વખતે આ ચાર પ્રકારની નોંધણી થાય છે. કર્મનું સુક્ષ્મ વિભાગીકરણ સ્વયં થઈ જાય છે.(૧) પ્રકૃતિબંધઃ કર્મની જાત - સ્વભાવ (Quality) (૨) સ્થિતિબંધઃ કર્મની આત્મા ઉપર રહેવાની સ્થિતિ - સમય (Time Limit) (૩) રસબંધ ઃ કર્મ ઉદયમાં આવે ત્યારનો ફોર્સ - પ્રભાવ (Capacity) (૪) પ્રદેશબંધ : કર્મપુદ્ગલોનો જથ્થો (Quantity) બાંધેલા બધા જ કર્મો ભોગવવા પડે તેવો નિયમ નથી.એ માટે કર્મના બે ભેદ સમજવા જરૂરી છે. (૧) નિકાચિત કર્મ એટલે સમુચિત પુરુષાર્થ કર્યા પછી પણ જે તૂટે નહીં તેવા કર્મ. (૨) અનિકાચિત કર્મ એટલે સમુચિત પુરુષાર્થ કર્યા પછી જે તૂટે, વિપાક ઓછો બતાવે તેવા કર્મ. અશુભ કર્મ નિકાચિત થવામાં કારણભૂત પરિણામ છે : દોષોની તીવ્ર રૂચિ અને પક્ષપાત. (રાજા શ્રેણિક: શિકાર) શુભ કર્મ નિકાચિત થવામાં કારણભૂત પરિણામ છે : ગુણની તીવ્ર રૂચિ અને અનુમોદના. (શાલીભદ્ર ) કોઈપણ કર્મ બંધાયા પછી તે તરત ઉદયમાં આવતા નથી. અમુક સમય સુધી તે કર્મપુદ્ગલો કોઇપણ જાતનો પ્રભાવ બતાડ્યા વિના આત્મા ઉપર સુષુપ્તપણે પડ્યારહેછે. આ સમયને કર્મનો અબાધાકાળ કહેવાય છે. આ અબાધાકાળ દરમ્યાન પુરુષાર્થ અને આત્મજાગૃતિ દ્વારા બંધાઈ ગયેલા કર્મોમાં પણ ઘણા બધા ફેરફારો થઈ શકે છે. અબાધાકાળ દરમ્યાન પૂર્વે બંધાઈ ગયેલા કર્મોમાં થતા ફેરફારોને સંક્રમકરણ, ઉદીરણાકરણ, ઉર્તનાકરણ, અપવર્તનાકારણ વિગેરે નામોથી ઓળખવામાં આવે છે. કર્મને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વિચારવામાં આવે છે.(૧) બધ્યમાન કર્મ-બંધાતા કર્મ (ર) પ્રારબ્ધ કર્મ - ઉદયમાં આવેલા કર્મ અને (૩) સંચિત કર્મ-આત્મા ઉપર શાંતભાવે પડી રહેલા સત્તાગત કર્મ. m : આત્માના મૂળભૂત આઠ ગુણોને ઢાંકનાર આઠ કર્મ : આત્માના ઢંકાતા ગુણો કર્મનું નામ કર્મનું નામ ૧. જ્ઞાનાવરણીય કર્મ ર. દર્શનાવરણીય કર્મ ૩. વેદનીય કર્મ અનંત ૪. મોહનીય કર્મ અનુબંધના પ્રકાર ૧. પુણ્યાનુબંધી પુણ્ય ર. પાપાનુબંધી પુણ્ય ૩. પુણ્યાનુબંધી પાપ ૪. પાપાનુબંધી પાપ જ્ઞાનશક્તિ દર્શનાશક્તિ ૫. નામ કર્મ ૬. ગોત્ર કર્મ અનંત સુખ ૭. આયુષ્ય કર્મ વીતરાગતા-આનંદ | ૮. અંતરાય કર્મ કર્મ બે પ્રકારના ગણાય છે. જે કર્મની અસરથી જીવને સુખદ સંવેદના રહે તે પુણ્ય કર્મ અને જે કર્મના પ્રભાવથી જીવને દુ:ખની અનુભૂતિ થાય તે પાપકર્મ. આવા પુણ્ય કર્મ અને પાપકર્મના પણ ચાર પ્રકાર કર્મના બંધ અને અનુબંધની વિભાવના દ્વારા રજુ કરવામાં આવ્યા છે. :: કર્મના બંધ અને અનુબંધના ચાર પ્રકાર : ઉપમા ખડી સાકર ઉપર બેઠેલી માખી મધ ઉપર બેઠેલી માખી પથ્થર ઉપર બેઠેલી માખી શ્લેષ્મ ઉપર બેઠેલી માખી (૪) આત્માના ઢંકાતા ગુણો અરૂપીપણું અનુરૂલઘુપણું અજરામરપણું અનંત વીર્ય-શક્તિ દૃષ્ટાંત શાલીભદ્ર મમ્મણશેઠ પુણીયો શ્રાવક કાલૌકરીક કસાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ જ મન-વચન-કાયાની કોઈપણ શુભ કે અશુભ પ્રવૃત્તિથી કર્મનો બંધ પડે છે. અને તે વખતની કે તે પછીની મનની શુભ કે અશુભ વૃત્તિના આધારે કર્મના અનુબંધ પડે છે. પરંપરા ચાલે છે. કર્મનો બંધ થયા પછી તે કર્મ અંગે જીવના મનમાં જે ભાવ થાય છે તેની કર્મના અનુબંધ ઉપર ઘણી અસર પડે છે. કર્મ થયા પછી, તેનો બંધ પડ્યા પછી જીવ આનંદમાં આવી જાય અને તે ભાવ ઘૂંટ્યા કરે તો તે કર્મના બંધ ગાઢ થઈ જાય. અને કર્મ બંધાયા પછી જીવ જે પશ્ચાત્તાપ કરે અને મનમાં તે ભાવ તીવ્રતાથી ચૂંટાયા કરે તો જીવનો કર્મબંધ શિથિલ થઈ જાય. માટે પુણ્ય કર્મ-સારા કર્મ કરીને તેની અનુમોદના કરવાનું અને પાપકર્મ - ખોટા કર્મ થઈ ગયા પછી પસ્તાવો કરવાનું જૈન ધર્મમાં વિધાન છે. જૈન ધર્મમાં તો કર્મના બંધ કરતા પણ અનુબંધને ઘણો મહત્વનો ગણ્યો છે. કર્મસત્તા કરતા પણ ચઢિયાતી છે ધર્મસત્તા અને આત્મસત્તા, કર્મ એ જડ પરમાણુ છે અને જીવ એ ચૈતન્ય સત્તા છે. જડ શક્તિશાળી છે પણ ચૈતન્ય જો જાગે તો તે જડ એવી કર્મસત્તાને હટાવી શકે છે. જો આ વાત સ્વીકારવામાં ન આવે તો ક્યારેય કોઈ જીવનો મોક્ષ થઈ શકે જ નહી. કર્મસત્તાની ભયાનકતા જાણીને કાયર થવાનું નથી કે મનને નબળું બનાવવાનું પણ નથી. પરંતુ કર્મસત્તા કરતાં પણ વધુ પ્રભાવશાળી ધર્મસત્તાનું બળ ઉભું કરીને કર્મને હરાવવાના છે. આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે પણ અનંત નથી.પુરુષાર્થ દ્વારા આ અનાદિકાળથી ચાલી રહેલા કર્મ સંબંધનો અંત પણ કરી શકાય છે. અને તે માટે કર્મનું તત્ત્વજ્ઞાન જાણવાનું છે. કર્મ એ જો ભાગ્ય છે તો આત્માની જાગૃતિ એ પુરુષાર્થ છે. (પત્તાની રમતનું દ્રષ્ટાંત) રમતમાં પત્તા મળવા એ ભાગ્યની વાત છે. અને મળેલા પત્તામાંથી બાજી જીતવી કે હારવી એ પુરુષાર્થ અને આવડતની વાત છે. આઠ કર્મ અને જીવાત્માઓ ઉપર થતી તેની અસરો: જીવને સંસારની રખડપટ્ટીમાં જે કર્મો મહત્ત્વનો ભાગ ભજવે છે તેને સાદી ભાષામાં પુણ્ય અને પાપ એવા બે નામ આપવામાં આવ્યા છે. પુણ્યકર્મથી આત્માને ભૌતિક સુખની સામગ્રી તથા આધ્યાત્મિક વિકાસના સાધનોની પ્રાપ્તિ થાય છે. જ્યારે પાપકર્મ જીવને દુ:ખો અને કષ્ટો અપાવે છે અને આધ્યાત્મિક સમજણની દુર્લભતા ઉભી કરે છે. આવા શુભ-અશુભ કર્મની અસરોના કાર્યક્ષેત્ર મુખ્યત્વે ત્રણ છે. ૧. સંસારમાં રહેલા તમામ જીવોને સુખ અને સુખની સામગ્રી આપવી. ર. તમામ જીવોને દુઃખ અને દુઃખની સામગ્રી આપવી. ૩. આત્માના મૂળભૂત ગુણો અને સહજ શક્તિઓને અવરોધવા - દબાવવા. આવા કર્મની મૂળ પ્રકૃતિ આઠછે. પ્રકૃતિ એટલે સ્વભાવ અને તે આ પ્રમાણે છે. ૧. જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી આત્માનો જ્ઞાન ગુણ ઢંકાય છે તેથી, જીવ જાણવા યોગ્ય વિષયોને જાણી શકતો નથી, જિજ્ઞાસા હોયા છતાંય સમજ ન પડે. વ્યકિત મૂર્ખ અને મંદબુદ્ધિવાળો બને, બહેરો મૂંગો બને, યાદશક્તિ અલ્પ હોય વિગેરે... ર. દર્શનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી આત્માનો દર્શન ગુણ ટંકાય છે તેથી, જીવ જોવા યોગ્ય વિષયને જોઈ શકતો નથી તેની દ્રષ્ટિ આડે આવરણ આવી જાય છે. જે વ્યકિતને અંધાપો આવે છે, નજર નબળી પડે છે, આંખના રોગ થાય છે. ક વ્યકિત ઉંઘણશી બને છે, ઉંઘમાં ચાલે છે, ઉંઘમાં ન કરવાના કામ કરી આવે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩. વેદનીયકર્મઆત્માના આત્માના અનંતસુખ ગુણને આવૃત્ત કરે છે અને તેના બે ભેદ છે. (૧) શાતા વેદનીય (ર) અશાતા વેદનીય શાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવને પદગલિક સુખની પ્રાપ્તિ થાય છે અને શરીર નિરોગી રહે છે. ક અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવ અનેકવિધ દુ:ખોથી રીબાય છે અને શરીરમાં રોગ થાય છે. અનુકુળ વિષયોની અપ્રાપ્તિ તથા પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થવાથી જીવ દુઃખી થાય છે. ૪. મોહનીય કર્મ આત્માના આનંદગુણને આવૃત્ત કરે છે. અને તેથી, જીવ રાગાંધ બને છે, ઈર્ષ્યાળુ બને છે, વસ્તુ અને વ્યક્તિમાં આસક્ત રહે છે, અને મન મૂટ બની જાય છે. સ્વ સ્વરૂપને પરખવાની બુદ્ધિ અને તે મુજબ આચરણ કરવાની શક્તિ રહેતી નથી. અને કષાયો તીવ્ર બને છે. પ. નામકર્મ આત્માના અરૂપીપણું ગુણને આવૃત્ત કરે છે, અને તેના મુખ્ય બે ભેદ છે. (૧) શુભ નામકર્મ (ર) અશુભ નામકર્મી શુભનામ કર્મ ના ઉદયથી જીવને સુંદર શરીર, પાંચ ઈન્દ્રિયો, મધુર અવાજ વિગેરેની પ્રાપ્તિ થાય છે. સમાજમાં યશ, સન્માન, ગૌરવ તથા સૌભાગ્ય આદિની પ્રાપ્તિ થાય છે. અને જીવ તીર્થકર પણ બની શકે છે. અશુભ નામ કર્મના ઉદયથી જીવને બેડોળ શરીર, કર્કશ અવાજ અને માંદલું શરીર પ્રાપ્ત થાય છે. ૬. ગોત્ર કર્મ આત્માના અગુરુ લઘુ ગુણને આવૃત્ત કરે છે.અને તેના મુખ્ય બે ભેદ છે. (૧) ઉચ્ચ ગોત્ર કર્મ (ર)નીચ ગોત્ર કર્મ • ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી જીવ ઉંચી નાત-જાત અને ઉચ્ચ-સંસ્કારી-સુખી કુળમાં જન્મ પામે છે. • નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવવાથી જીવ હલકી નાત-જાત અને નીચ-દડુખી-દરિદ્ર કુળમાં જન્મ પામે છે. છે. આયુષ્ય કર્મ આત્માના અક્ષયસ્થિતિ-અજરામરપણુગુણને આવૃત્ત કરે છે અને તેથી, જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, અને જન્મ મરણ પામે છે. અને આયુષ્ય કર્મ પ્રમાણે તે તે પ્રકારનું સુખમય કે દુઃખમય જીવન તેને જીવવું પડે છે. અંતરાય કર્મ આત્માના અનંતવીર્ય-અનંતશક્તિગુણને આવૃત્ત કરે છે અને તેથી, જીવ દાન થઈ શકતો નથી, ધન અને સુખની પ્રાપ્તિ કરી શકતો નથી, લાભ મેળવી શકતો નથી, ભોગની કે ઉપભોગની સામગ્રી ભોગવી શકતો નથી અને ધર્મ સાધનાનો પુરુષાર્થ પણ કરી શકતો નથી. (૬) Page #7 -------------------------------------------------------------------------- ________________ :: જીવને આઠ કર્મ બંધાવાના કારણો : જેના થકી આત્મા ઉપર કર્મ વર્ગણાના પુદ્ગલો ચોંટે છે અને કર્મ બંધાય છે તે કર્મ બંધના મુખ્ય કારણો ચાર છે અને તેને જૈન ધર્મની પરિભાષામાં આશ્રવ કહેવામાં આવે છે. ૧. મિથ્યાત્વ : સુદેવ, સુગુરૂ અને સુધર્મ પ્રત્યે અશ્રદ્ધા અને અરૂચિ, પરિણામે આત્મા કે આત્માની મુક્ત અવસ્થા (મોક્ષ) માં સુખ હોય તે વાતનો અસ્વીકાર કરવાની બુદ્ધિ. જે સર્વજ્ઞ હોય, વીતરાગ હોય, કરૂણામૂર્તિ હોય અને અનંત શક્તિ સમ્પન્ન હોય તેવા મહાપુરુષો - તીર્થકર ભગવંતોએ બતાડેલા મોક્ષમાર્ગ પ્રત્યે શ્રદ્ધા અને રુચિ સ્થાપિત થવી જ જોઈએ તે ન થાય તેનું નામ મિથ્યાત્વ. ૨. અવિરતિ : પાંચ ઈન્દ્રિયો અને ૬ઠું મન.એ ૬ ને પાપ પ્રવૃત્તિઓમાં જતી ન રોકવી તે. ૩. કષાય : ક્રોધ - માન - માયા - લોભ વિગેરે મનને કલુષિત કરતા ચિત્તના પરિણામ. ૪. યોગ : શુભ-અશુભ પ્રવૃત્તિઓમાં મન - વચન - કાયાનું થતું પ્રવર્તન. આ ચાર કર્મબંધના મુખ્ય કારણોને (આવ્યવોને) રોકવા તેનું નામ સંવર કહેવાય અને તે છે. (૧) સમ્યક્ત્ (ર) વિરતિ (૩) ઉપશમ અને (૪) મન-વચન-કાયાની સમિતિ તથા ગુપ્તિ. (રોજીંદા જીવનમાં શું કરવાથી કયા કર્મ બંધાય છે તેની સમજૂતી) ૧. જ્ઞાનાવરણીય કર્મબંધાવાના કારણો: (૧) જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાથી (ર) જ્ઞાનીનો ઉપકાર ભૂલી જવાથી (૩) બીજાને ભણવામાં અવરોધ ઉભો કરવાથી (૪) જ્ઞાનીની ઈર્ષા, દ્વેષ અને અપમાન કરવાથી (૫) જ્ઞાન અને જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ૨. દર્શનાવરણીય કર્મ બંધાવાના કારણો: (૧) ગુણીજનોની નિંદા, તિરસ્કાર અને અપમાન કરવાથી (ર) જિનવાણીમાં અને ધર્મના પ્રભાવમાં શંકા-કુશંકા કરવાથી (૩) સાધુ સાધ્વીની નિંદા કરવાથી (૪) આંખનો દુરુપયોગ કરવાથી . (૫) ધાર્મિક સંપત્તિનો દુરુપયોગ કરવાથી કે તેનું ભક્ષણ કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. ૩. વેદનીય કર્મબંધાવાના કારણો: શાતા વેદનીય : (૧) માતા-પિતા તથા ગુરુજનોની સેવા કરવાથી તેમજ તેમની આંતરડી હારવાથી (ર) બીજા જીવોને સુખ આપવાથી (૩) જીવદયાના કાર્યો કરવાથી શાતા વેદનીય બંધાય છે. અશાતા વેદનીય: (૧) કોઈપણ જીવ ઉપર ત્રાસ ગુજારવાથી (ર) બીજાની આંતરડી કકડાવવાથી (૩) બીજા જીવોની હિંસા કરવાથી (૪) રડાવવાથી (૫) પોતાના ચિત્તમાં સંતાપ અને શોક કરવાથી તથા (૬)બીજાના ચિત્તમાં પણ સંતાપ જન્માવવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. ૪. મોહનીય કર્મબંધાવાના કારણોઃ (૧) અધર્મનું સેવન કરવાથી (ર) વિષય વાસનામાં આસક્ત બનાવથી (૩) ક્રોધ, અભિમાન, માયા અને લોભ કરવાથી (૪) વધુ પડતું હાસ્ય કે શોક કરવાથી (૫) દેવગુરૂ અને ધર્મમાં અરૂચિ, અણગમો કે અશ્રદ્ધા કરવાથી મોહનીય કર્મ બંધાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫. નામ કર્મબંધાવાના કારણોઃ (૧) મન વચન કાયાની સરળતા રાખવાથી (ર) કલેશ કંકાશ ન કરવાથી (૩) વિવેક અને નમ્રતાપૂર્વક જીવન જીવવાથી (૪) કરૂણાભર્યા હૈયે સહુનું સુખ ઈચ્છવાથી શુભનામ કર્મ બંધાય છે. (૧) જીવનમાં કઠોરતા અને વક્રતા રાખવાથી (ર) મળેલ શુભ શક્તિઓનું અભિમાન કરવાથી (૩) મુંગા, બહેરા, આંધળા વ્યકિતઓની મશ્કરી કરવાથી (૪) બીજાનું અશુભ ઈચ્છવાથી અશુભનામ કર્મ બંધાય છે. ૬. ગોત્ર કર્મબંધાવાના કારણો: (૧) જાતિ, કુળ, રુપ, બળ, તપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય વિગેરેનું અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે, અને તેનું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. છે. આયુષ્ય કર્મ બંધાવાના કારણો: (૧) નરક ગતિના કારણો : પંચેન્દ્રિયજીવોની હિંસા કરવાથી, રૌદ્ર ધ્યાન કરવાથી, મોટા પાયે સંગ્રહખોરી કરવાથી, માંસાહાર કરવાથી તથા મોટા પાપો કરવાથી જીવ નારકીનું આયુષ્ય બાંધે છે. (૨) તિર્યંગ ગતિના કારણો ઃ કપટ રાખી હડહડતું જુઠું બોલવાથી, વિશ્વાસઘાત કરવાથી, ખોટા તોલમાપ રાખી બીજાને ઠગવાથી તથા માયા પ્રપંચ કરવાથી જીવ તિર્યંગ ગતિનું આયુષ્ય બાંધે છે. (૩) મનુષ્યગતિ અને દેવગતિ ના કારણો સંયમ પાળવાથી, શ્રાવકના વ્રતોનું પાલન કરવાથી, તપ, કરવાથી, દુખના સમયે સમભાવ રાખવાથી તથા પ્રભુ ભક્તિ કરવાથી જીવ મનુષ્યગતિ અથવા દેવગતિનું આયુષ્ય બાંધે છે. ૮. અંતરાય કર્મબંધાવાના કારણો: (૧) દાન આપવામાં વિઘ્ન ઉભા કરવાથી (ર) કોઈને મળતો લાભ ન લેવા દેવાથી (૩) ખાવા પીવામાં હરકતો ઉભી કરવાથી (૪) સુંદર વસ્તુઓનો ઉપભોગ કરતાં અટકાવવાથી (૫) ધર્મની આરાધના અને સત્કાર્યો કરવામાં આડખીલીરૂપ બનવાથી જીવ અંતરાય કર્મ બાંધે છે. ઘાતી કર્મ અને અઘાતી કર્મ આઠ કર્મમાંથી (૧) જ્ઞાનાવરણીય કર્મ (ર)દર્શના વરણીય કર્મ (૩) મોહનીય કર્મ અને (૪) અંતરાય કર્મ આ ચાર ‘ઘાતકર્મ' તરીકે ઓળખાય છે. આત્માના સ્વભાવરૂપ મુખ્યગુણોનો નાશ કરવાની ઘાતક શક્તિ આ કર્મોમાં હોવાના કારણે તે “ઘાતી કર્મ કહેવાય છે. છે (૧) વેદનીય કર્મ (ર) નામ કર્મ (૩) ગોત્ર કર્મ અને (૪) આયુષ્ય કર્મ એ ચાર કર્મોને અઘાતી કર્મ કહેવામાં આવે છે. આ કર્મો આત્માના મુખ્ય ગુણોનો ઘાત નથી કરતા પરંતુ જીવની ગતિનું નિયમન કરે છે. આત્મા કયા ક્ષેત્રમાં જશે? પશુનો દેહ ધારણ કરશે કે મનુષ્ય દેહધારી બનશે? જન્મ કંગાળ અને નીચ કુળમાં થશે કે ઉચ્ચ કુળમાં ? આત્માને સુખના અને દુ:ખના કેવા કેવા અનુભવો થશે ? વિગેરે બાબતો આ ચાર કર્મો દ્વારા નિયંત્રિત થાય છે. આત્માના સ્વભાવ કે મુખ્ય ગુણોના બાધક કે ઘાતક આ કર્મો નથી એટલે એમને અઘાતી કર્મ કહેવાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ܀ નિમિત્તો ઃઃ કર્મનો ઉદયો અને તેમાં કારણભૂત જગતની કોઈપણ ઘટના બને છે તેની પાછળ ચોક્કસ કારણો રહેલા છે. તે કારણોના બે વિભાગ છે. (૧) ઉપાદાન કારણ - જેમાંથી વસ્તુ બને છે તે.(ર) નિમિત્ત કારણ - જેનાથી વસ્તુ બને છે તે. દા.ત. માટીમાંથી ઘડો બને છે માટે માટી એ ઉપાદાન કારણ કહેવાય પરંતુ ચાકડો, દંડ, કુંભાર વિગેરેની સહાયથી ઘડો બને છે માટે તે બધા નિમિત્ત કારણ કહેવાય. એજ રીતે આત્માનો મોક્ષ થવાનો છે માટે આત્મા એ ઉપાદન કારણ કહેવાય અને જીવનો મોક્ષ થવામાં જરૂરી વિકાસની કે સાધનાની બાહ્ય સામગ્રી તે નિમિત્ત કારણ કહેવાય.જે એકલા ઉપાદાનને કે એફલા નિમિત્તને જ માને તે એકાંગી છે, મિથ્યાત્વી છે. આત્માની લાયકાત ન હોય તો પણ મોક્ષ ન થાય અને આત્માની લાયકાત હોય પરંતુ અનુ કૂળ સંયોગો, ધર્મસામગ્રી અને તેના કારણભૂત પુણ્યોદય વિગેરે ન હોય તો પણ જીવનો મોક્ષ ન થાય. જીવે બાંધેલા કર્મો પણ કોઈને કોઈ નિમિત્ત લીધા વિના ઉદયમાં નથી આવતા.કર્મના ઉદય માટેના મુખ્ય પાંચ નિમિત્ત શાસ્ત્રોમાં બતાડેલા છે અને તે છે : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ. દ્રવ્ય - ક્ષેત્ર અને કાળ કરતા પણ ભાવ અને ભવની અસર કર્મના ઉદયમાં વિશેષ જોવા મળે છે. ૧. દ્રવ્યવિપાકી કર્મ વિપાક એટલે ઉદય. કર્મના ઉદયમાં દ્રવ્ય એટલે કે વસ્તુ પણ અસર કરે છે. જેમકે કોઇ વખત દારૂ ન પીનારા માણસને દારૂ પાઈ દેવામાં આવે તો તે દારૂની અસર નીચે ગાંડા જેવા ચેનચાળા કે લવારા કરતો જઈ જાય - તેની મતિ મૂંઝાઈ જાય. આમ દારૂ રૂપી દ્રવ્ય તે આત્માના જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં નિમિત્ત બન્યું. ર. 3. ૪. દ્રવ્યની કર્મના ઉદય પર અસર કરે છે માટે જૈનધર્મમાં સાત્ત્વિક આહારની વ્યવસ્થા બતાડી છે. તામસી આહાર વિહાર અશુભ-કર્મના ઉદયને લાવવામાં નિમિત્ત બને છે અને તે કર્મોદયને તીવ્ર બનાવવામાં પણ કારણ બને છે. ક્ષેત્ર વિપાકી કર્મ દ્રવ્યની જેમ ક્ષેત્ર પણ શુભ કે અશુભ કર્મનો ઉદય થવામાં નિમિત્ત બને છે. જો યોગ્ય ક્ષેત્ર મળે તો પુણ્યકર્મ ઉદયમાં આવીને વિપાક બતાડે છે અને પ્રતિકૂળ ક્ષેત્ર મળે તો પુણ્યકર્મ સત્તામાં હોવા છતાં ઉદયમાં આવતું નથી પાપનો જ ઉદય રહે છે. ક્ષેત્રની કર્મના ઉદય પર અસર છે માટે જ તીર્થભૂમિમાં જવાની, તીર્થયાત્રા કરવાની મહત્તા છે. કર્મને ખપાવવામાં તેમજ શુભ અશુભ પરિણામોના ઉદયમાં ક્ષેત્ર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કાળ વિપાકી કર્મ શુભ અશુભ કર્મના ઉદયમાં તેમજ કર્મને ખપાવવામાં કાળ પણ કારણ બને જ છે. આથી જ દીક્ષાપ્રતિષ્ઠા મહોત્સવ આદિમાં શુભ મુહૂર્ત (યોગ્ય સમય) જોવાનું વિધાન છે. ચોથા આરામાં જીવ મોક્ષે જઈ શકે છે, પાંચમાં આરામાં અહીંથી જીવનો મોક્ષ નથી થતો. મહાવિદેહ ક્ષેત્રમાંથી અત્યારે પણ મોક્ષે જવાય છે. પણ ભરતક્ષેત્રમાં હાલ મોક્ષગમન બંધ છે. આ બધી વાતો કર્મના ઉદયોમાં ક્ષેત્ર અને કાળની મહત્તા સમજાવે છે. ભાવ વિપાકી કર્મ દ્રવ્ય-ક્ષેત્ર અને કાળ કરતાં પણ ભાવની અસર કર્મના ઉદય ઉપર પ્રબળ છે. હૃદયના શુભ કે અશુભ ભાવોની અસર પોતાના કર્મના ઉદયો ઉપર પણ થાય છે અને બીજાના કર્મોના ઉદય ઉપર પણ થાય છે. (૯) Page #10 -------------------------------------------------------------------------- ________________ માટે જ આપણે ત્યાં વડિલોના, માતા-પિતાના કે દેવગુરૂના આશીર્વાદ લેવાની અને કોઈની પણ હાય નહિ લેવાની પ્રેરણા આપવામાં આવે છે. આર્શીવાદ કે હાય એ શું છે ? બીજી વ્યક્તિના હૃદયમાંથી ઉઠતા આપણા માટેના શુભ કે અશુભ પરિણામો - ભાવ જ છે ને ! તીર્થકરોની ઉત્કૃષ્ટ કરૂણા અને શુદ્ધભાવથી અનેક જીવોના ઘાતી - અઘાતી કર્મોમાં ફેરફાર થાય છે. નહિ તો ક્ષણવારમાં ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચના ગણધરો કેમ કરી શકે ? ચંડકૌશિક કે ગોશાળાના ભાવોમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતે શક્ય બને ? ૫. ભવવિપાકી કર્મ ભવ એ બાકીના ચારેય નિમિત્ત કરતાં અત્યંત પ્રબળ નિમિત્ત છે. ભવ દ્વારા કર્મોના ઉદયમાં જબરજસ્ત પલટો આવે છે. ભવ બદલાતાં જ કર્મોના ઉદયમાં મોટી હલચલ થાય છે. માટે અશુભ ભવમાં (દુર્ગતિમાં) ફેંકાઈ ન જવાય તે માટે સાધકે સાવધાન રહેવાનું છે. દેવગતિમાં જીવને અવધિજ્ઞાન હોય પરંતુ ત્યાંથી ચ્યવન થાય અને જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જાય એટલે જન્મથી જ અવધિજ્ઞાન જતું રહે છે. આ જ્ઞાનાવરણીય કર્મના ઉદય ભવ બદલાવાથી જ થયા ને ! એજ રીતે મનુષ્યભવમાંથી જીવ દેવ ગતિમાં જાય અને ત્યાં જન્મથી જ અવધિજ્ઞાન પ્રગટ થઈ જાય છે તે પણ ભવને લીધે જ જ્ઞાનાવરણીય કર્મનાં ફેરફારો થયા ને ! પુણ્યકર્મની ઉપાદેયતા અને પુણ્યબંધના કારણો : સામાન્ય રીતે લોકો પાપકર્મને તો છોડવા જેવું ગણે છે પણ જૈનધર્મે એક વિશિષ્ટ વાત કરી કે પુણ્યકર્મ પણ છેવટે તો છોડવા જેવું જ છે. પાપકર્મથી છૂટવા માટે શરૂઆતમાં તો જીવને પુણ્ય કર્મની પણ જરૂરરહે છે. (પણ પછી આખરે તો પુણ્યકર્મની પણ નિર્જરા કરવી પડે છે. પાપકર્મ એ લોઢાની બેડી જેવું છે તો પુણ્યકર્મ એ સોનાની બેડી જેવું છે. પણ બંધન તો છે જ. આમ પુણ્ય અને પાપ બન્ને બંધનકર્તા હોવા છતાં, સાધક અવસ્થામાં તો હાલ પુણ્ય પણ જરૂરી છે કે જેથી આધ્યાત્મિક વિકાસના સંયોગો અને સાધનો સુલભ બની રહે. આવું શુભ પુણ્યકર્મ બંધાય કેવી રીતે ? તે માટે શાસ્ત્રોમાં પુણ્યબંધના નવ પ્રકારો બતાડવામાં આવ્યા છે. | નવ પ્રકારનું પુણ્ય (૧) અન્ન પુણ્ય : ભૂખ્યાને ભોજન આપવાથી બંધાતું પુણ્યા (ર) જલપુણ્ય : તરસ્યાને પાણી આપવાથી બંધાતું પુણ્ય (૩) વસ્ત્રપુણ્ય : જરૂરિયાતવાળાને વસ્ત્ર આપવાથી બંધાતું પુણ્ય (૪) સ્થાન પુણ્ય : બીજાને સ્થાન , જગ્યા, મકાન વિગેરે આપવાથી બંધાતું પુણ્ય (૫) શયન પુણ્ય : બીજાને પલંગ, ગાદલું વિગેરે આપવાથી બંધાતું પુણ્યા (૬) મન પુણ્ય : બીજાના સુખ માટે સારા વિચારો કરવાથી બંધાતું પુણ્ય (૦) વચન પુણ્ય : બીજાને સુખ થાય તેવી સારી વાણી બોલવાથી બંધાતું પુણ્ય (૮) કાયપુણ્ય : બીજાને સુખ અને કલ્યાણ માટે શરીરની શુભ પ્રવૃત્તિ કરવાથી બંધાતું પુણ્ય (૯) નમસ્કાર પુણ્ય દેવ-ગુરૂને, માતા-પિતાને તથા ઉપકારીજનોને તેમજ ગુણીજનોને ભાવપૂર્વક વંદન કેનમસ્કાર કરવાથી બંધાતું પુણ્ય. (૧૦) Page #11 -------------------------------------------------------------------------- ________________ = = - - - - - - - = કર્મની નિર્જર = કોઈ પણ આત્માને કર્મના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પામવા માટે, આત્મા સાથે જોડાયેલા આઠેય કર્મોનો ક્ષય થવો અનિવાર્ય ગણાય છે. તે પછી જ આત્મા સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. આ માટે સંચિત કર્મોની નિર્જરા થવી જરૂરી છે. આત્મા ઉપરથી કર્મપુદ્ગલોનું ખરી પડવું - છૂટા પડી જવું તેનું નામ નિર્જરા. જ કર્મ બે રીતે જીવનો સંગ છોડે છે. એક તો કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેનો સારો-માઠો પ્રભાવ બતાડીને તે કર્મ પરમાણુઓ જીવથી અલગ થઈ જાય છે. તેને કર્મની પરિભાષામાં વિપાકોદય કહેવામાં આવે છે. બીજ જેમાં કર્મ પોતાનો પ્રભાવ ન બતાવી શકે પરંતુ શાંત રીતે તે તે કર્મપુદ્ગલો ઉદયમાં આવીને, અનાયાસે ભોગવાઈ જાય અને આત્માથી અલગ થતાં રહે તેને પ્રદેશોદય કહેવામાં આવે છે. જીવ જાતે સભાનતા પૂર્વક કાંઈ ન કરે તો પણ તે તે કર્મની સ્થિતિ પ્રમાણે સમયસર અનેક કર્મ પુદ્ગલો ઉદયમાં આવતાં જાય અને આત્માથી છૂટતાં જાય તેને અકામ નિર્જરા કહે છે. છે. પરંતુ જ્યારે સભાનતાપૂર્વક કર્મોને ખપાવવા માટે જીવ કાંઈ પ્રયાસ કરે, તપ અનુષ્ઠાન કે કોઈ સાધના કરે અને તેના પરિણામે થોકબંધ કર્મો આત્મા ઉપરથી ખરી પડે તેને સકામ નિર્જરા કહે છે. જ આ સકામ નિર્જરા ૧રપ્રકારે થાય છે જેને 6 બાહ્યતા અને 6 આત્યંતર તપના નામે ઓળખવામાં આવે છે. છપ્રકારનો બાહ્યતપઃ (નિર્જરાના છ બાહ્ય પ્રકાર) (1) અનશન (ર) ઉણોદરી (૩)દ્રવ્યસંક્ષેપ (4) રસત્યાગ(૫) કાયકલેશ અને (6) સંલીનતા. છપ્રકારનો આત્યંતર તપઃ (નિર્જરાના છ આત્યંતર પ્રકાર) (1) પ્રાયશ્ચિત (ર) વિનય(૩) વૈયાવચ્ચ(૪) સ્વાધ્યાય (5) કાઉસગ્ગ (6) ધ્યાન, કર્મ પરમાણુઓ પુદ્ગલ દ્રવ્ય છે કર્મ એ આત્માની સાથે જોડાતાં એક વિશિષ્ટ પ્રકારના પરમાણુઓ છે, પુદ્ગલો છે. આ પુદ્ગલ શબ્દનો સીધો સાદો અર્થ કરવો હોય તો એમ કહી શકાય કે, જે પૂરણ અને ગલન સ્વભાવનો હોય એટલે કે જે ભેગાં થઈ શકે અને છૂટાં પડી શકે. તથા જેનામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગગેરે ગુણો હોય તે પુદ્ગલ કહેવાય. સમગ્ર વિશ્વની રચનાના આધારરૂપ જે છ દ્રવ્યો જેન તત્વજ્ઞાનમાં બતાવ્યાં છે તેમાં પુલ પણ એક દ્રવ્ય - પદાર્થ છે. અત્યંત સૂક્ષ્મ એવા અણુ-પરમાણુઓનો સમૂહ આ પુદ્ગલ દ્રવ્યમાં આવી જાય છે. આ દ્રવ્ય પણ પરસ્પર વિરોધી એવા અનેક ગુણધર્મ ધરાવે છે. આ કર્મ પણ અતિ સૂક્ષ્મ પરમાણુઓનો એક સમૂહ છે. જેને કાશ્મણ વર્ગણાના પુદ્ગલો કહેવામાં આવે છે. - ઉપરોક્ત બાર પ્રકારના તપ દ્વારા કે પશ્ચાતાપ વિગેરે હૃદયના ઉત્કૃષ્ટ ભાવો દ્વારા કર્મ વગણાના આ પુદ્ગલોને આત્માથી વિખૂટા કરવા તેનું જ નામ નિર્જરા છે. આવી નિર્જરા થવાથી જીવ દ્રવ્ય અને પુદ્ગલા દ્રવ્યના અનાદિ કાળના સંબંધનો અંત આવે છે. અને જીવ પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરી લે છે. - મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. (11)