________________
૩. વેદનીયકર્મઆત્માના આત્માના અનંતસુખ ગુણને આવૃત્ત કરે છે અને તેના બે ભેદ છે. (૧) શાતા વેદનીય (ર) અશાતા વેદનીય
શાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવને પદગલિક સુખની પ્રાપ્તિ થાય છે અને શરીર નિરોગી
રહે છે. ક અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવ અનેકવિધ દુ:ખોથી રીબાય છે અને શરીરમાં રોગ
થાય છે. અનુકુળ વિષયોની અપ્રાપ્તિ તથા પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થવાથી જીવ દુઃખી થાય છે. ૪. મોહનીય કર્મ આત્માના આનંદગુણને આવૃત્ત કરે છે. અને તેથી,
જીવ રાગાંધ બને છે, ઈર્ષ્યાળુ બને છે, વસ્તુ અને વ્યક્તિમાં આસક્ત રહે છે, અને મન મૂટ બની જાય છે. સ્વ સ્વરૂપને પરખવાની બુદ્ધિ અને તે મુજબ આચરણ કરવાની શક્તિ રહેતી નથી. અને
કષાયો તીવ્ર બને છે. પ. નામકર્મ આત્માના અરૂપીપણું ગુણને આવૃત્ત કરે છે, અને તેના મુખ્ય બે ભેદ છે. (૧) શુભ નામકર્મ (ર) અશુભ નામકર્મી
શુભનામ કર્મ ના ઉદયથી જીવને સુંદર શરીર, પાંચ ઈન્દ્રિયો, મધુર અવાજ વિગેરેની પ્રાપ્તિ થાય છે. સમાજમાં યશ, સન્માન, ગૌરવ તથા સૌભાગ્ય આદિની પ્રાપ્તિ થાય છે. અને જીવ તીર્થકર પણ બની શકે છે. અશુભ નામ કર્મના ઉદયથી જીવને બેડોળ શરીર, કર્કશ અવાજ અને માંદલું શરીર પ્રાપ્ત
થાય છે. ૬. ગોત્ર કર્મ આત્માના અગુરુ લઘુ ગુણને આવૃત્ત કરે છે.અને તેના મુખ્ય બે ભેદ છે.
(૧) ઉચ્ચ ગોત્ર કર્મ (ર)નીચ ગોત્ર કર્મ • ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી જીવ ઉંચી નાત-જાત અને ઉચ્ચ-સંસ્કારી-સુખી કુળમાં જન્મ પામે છે. • નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવવાથી જીવ હલકી નાત-જાત અને નીચ-દડુખી-દરિદ્ર કુળમાં
જન્મ પામે છે. છે. આયુષ્ય કર્મ આત્માના અક્ષયસ્થિતિ-અજરામરપણુગુણને આવૃત્ત કરે છે અને તેથી,
જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, અને જન્મ મરણ પામે છે. અને આયુષ્ય કર્મ પ્રમાણે તે તે પ્રકારનું સુખમય કે દુઃખમય જીવન તેને જીવવું પડે છે. અંતરાય કર્મ આત્માના અનંતવીર્ય-અનંતશક્તિગુણને આવૃત્ત કરે છે અને તેથી,
જીવ દાન થઈ શકતો નથી, ધન અને સુખની પ્રાપ્તિ કરી શકતો નથી, લાભ મેળવી શકતો નથી, ભોગની કે ઉપભોગની સામગ્રી ભોગવી શકતો નથી અને ધર્મ સાધનાનો પુરુષાર્થ પણ કરી શકતો નથી.
(૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org