________________
܀
܀
જીવ મન, વચન કે કાયાથી કોઈપણ વૃત્તિ-પ્રવૃત્તિ કરે ત્યારે જીવને પ્રતિક્ષણ કર્મપુદ્ગલો ચોંટે છે. ( કર્મ બંધાય છે.) જ્યારે કર્મનું આત્મા સાથે આવું સંયોજન થાય છે તે વખતે આ ચાર પ્રકારની નોંધણી થાય છે. કર્મનું સુક્ષ્મ વિભાગીકરણ સ્વયં થઈ જાય છે.(૧) પ્રકૃતિબંધઃ કર્મની જાત - સ્વભાવ (Quality) (૨) સ્થિતિબંધઃ કર્મની આત્મા ઉપર રહેવાની સ્થિતિ - સમય (Time Limit) (૩) રસબંધ ઃ કર્મ ઉદયમાં આવે ત્યારનો ફોર્સ - પ્રભાવ (Capacity) (૪) પ્રદેશબંધ : કર્મપુદ્ગલોનો જથ્થો (Quantity) બાંધેલા બધા જ કર્મો ભોગવવા પડે તેવો નિયમ નથી.એ માટે કર્મના બે ભેદ સમજવા જરૂરી છે. (૧) નિકાચિત કર્મ એટલે સમુચિત પુરુષાર્થ કર્યા પછી પણ જે તૂટે નહીં તેવા કર્મ.
(૨) અનિકાચિત કર્મ એટલે સમુચિત પુરુષાર્થ કર્યા પછી જે તૂટે, વિપાક ઓછો બતાવે તેવા કર્મ. અશુભ કર્મ નિકાચિત થવામાં કારણભૂત પરિણામ છે : દોષોની તીવ્ર રૂચિ અને પક્ષપાત. (રાજા શ્રેણિક: શિકાર) શુભ કર્મ નિકાચિત થવામાં કારણભૂત પરિણામ છે : ગુણની તીવ્ર રૂચિ અને અનુમોદના. (શાલીભદ્ર )
કોઈપણ કર્મ બંધાયા પછી તે તરત ઉદયમાં આવતા નથી. અમુક સમય સુધી તે કર્મપુદ્ગલો કોઇપણ જાતનો પ્રભાવ બતાડ્યા વિના આત્મા ઉપર સુષુપ્તપણે પડ્યારહેછે. આ સમયને કર્મનો અબાધાકાળ કહેવાય છે. આ અબાધાકાળ દરમ્યાન પુરુષાર્થ અને આત્મજાગૃતિ દ્વારા બંધાઈ ગયેલા કર્મોમાં પણ ઘણા બધા ફેરફારો થઈ શકે છે.
અબાધાકાળ દરમ્યાન પૂર્વે બંધાઈ ગયેલા કર્મોમાં થતા ફેરફારોને સંક્રમકરણ, ઉદીરણાકરણ, ઉર્તનાકરણ, અપવર્તનાકારણ વિગેરે નામોથી ઓળખવામાં આવે છે.
કર્મને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વિચારવામાં આવે છે.(૧) બધ્યમાન કર્મ-બંધાતા કર્મ (ર) પ્રારબ્ધ કર્મ - ઉદયમાં આવેલા કર્મ અને (૩) સંચિત કર્મ-આત્મા ઉપર શાંતભાવે પડી રહેલા સત્તાગત કર્મ.
m
: આત્માના મૂળભૂત આઠ ગુણોને ઢાંકનાર આઠ કર્મ :
આત્માના ઢંકાતા ગુણો
કર્મનું નામ
કર્મનું નામ
૧. જ્ઞાનાવરણીય કર્મ ર. દર્શનાવરણીય કર્મ
૩. વેદનીય કર્મ અનંત
૪. મોહનીય કર્મ
અનુબંધના પ્રકાર
૧. પુણ્યાનુબંધી પુણ્ય ર. પાપાનુબંધી પુણ્ય ૩. પુણ્યાનુબંધી પાપ ૪. પાપાનુબંધી પાપ
જ્ઞાનશક્તિ દર્શનાશક્તિ
Jain Education International
૫. નામ કર્મ
૬. ગોત્ર કર્મ
અનંત સુખ ૭. આયુષ્ય કર્મ વીતરાગતા-આનંદ | ૮. અંતરાય કર્મ
કર્મ બે પ્રકારના ગણાય છે. જે કર્મની અસરથી જીવને સુખદ સંવેદના રહે તે પુણ્ય કર્મ અને જે કર્મના પ્રભાવથી જીવને દુ:ખની અનુભૂતિ થાય તે પાપકર્મ. આવા પુણ્ય કર્મ અને પાપકર્મના પણ ચાર પ્રકાર કર્મના બંધ અને અનુબંધની વિભાવના દ્વારા રજુ કરવામાં આવ્યા છે.
:: કર્મના બંધ અને અનુબંધના ચાર પ્રકાર :
ઉપમા
ખડી સાકર ઉપર બેઠેલી માખી મધ ઉપર બેઠેલી માખી પથ્થર ઉપર બેઠેલી માખી શ્લેષ્મ ઉપર બેઠેલી માખી
(૪)
આત્માના ઢંકાતા ગુણો
અરૂપીપણું અનુરૂલઘુપણું અજરામરપણું
અનંત વીર્ય-શક્તિ
For Private & Personal Use Only
દૃષ્ટાંત
શાલીભદ્ર
મમ્મણશેઠ
પુણીયો શ્રાવક
કાલૌકરીક કસાઈ
www.jainelibrary.org