Book Title: Karma Vignayan Shibir-2008 Author(s): Jinchandra Acharya Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ ૫. નામ કર્મબંધાવાના કારણોઃ (૧) મન વચન કાયાની સરળતા રાખવાથી (ર) કલેશ કંકાશ ન કરવાથી (૩) વિવેક અને નમ્રતાપૂર્વક જીવન જીવવાથી (૪) કરૂણાભર્યા હૈયે સહુનું સુખ ઈચ્છવાથી શુભનામ કર્મ બંધાય છે. (૧) જીવનમાં કઠોરતા અને વક્રતા રાખવાથી (ર) મળેલ શુભ શક્તિઓનું અભિમાન કરવાથી (૩) મુંગા, બહેરા, આંધળા વ્યકિતઓની મશ્કરી કરવાથી (૪) બીજાનું અશુભ ઈચ્છવાથી અશુભનામ કર્મ બંધાય છે. ૬. ગોત્ર કર્મબંધાવાના કારણો: (૧) જાતિ, કુળ, રુપ, બળ, તપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય વિગેરેનું અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે, અને તેનું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. છે. આયુષ્ય કર્મ બંધાવાના કારણો: (૧) નરક ગતિના કારણો : પંચેન્દ્રિયજીવોની હિંસા કરવાથી, રૌદ્ર ધ્યાન કરવાથી, મોટા પાયે સંગ્રહખોરી કરવાથી, માંસાહાર કરવાથી તથા મોટા પાપો કરવાથી જીવ નારકીનું આયુષ્ય બાંધે છે. (૨) તિર્યંગ ગતિના કારણો ઃ કપટ રાખી હડહડતું જુઠું બોલવાથી, વિશ્વાસઘાત કરવાથી, ખોટા તોલમાપ રાખી બીજાને ઠગવાથી તથા માયા પ્રપંચ કરવાથી જીવ તિર્યંગ ગતિનું આયુષ્ય બાંધે છે. (૩) મનુષ્યગતિ અને દેવગતિ ના કારણો સંયમ પાળવાથી, શ્રાવકના વ્રતોનું પાલન કરવાથી, તપ, કરવાથી, દુખના સમયે સમભાવ રાખવાથી તથા પ્રભુ ભક્તિ કરવાથી જીવ મનુષ્યગતિ અથવા દેવગતિનું આયુષ્ય બાંધે છે. ૮. અંતરાય કર્મબંધાવાના કારણો: (૧) દાન આપવામાં વિઘ્ન ઉભા કરવાથી (ર) કોઈને મળતો લાભ ન લેવા દેવાથી (૩) ખાવા પીવામાં હરકતો ઉભી કરવાથી (૪) સુંદર વસ્તુઓનો ઉપભોગ કરતાં અટકાવવાથી (૫) ધર્મની આરાધના અને સત્કાર્યો કરવામાં આડખીલીરૂપ બનવાથી જીવ અંતરાય કર્મ બાંધે છે. ઘાતી કર્મ અને અઘાતી કર્મ આઠ કર્મમાંથી (૧) જ્ઞાનાવરણીય કર્મ (ર)દર્શના વરણીય કર્મ (૩) મોહનીય કર્મ અને (૪) અંતરાય કર્મ આ ચાર ‘ઘાતકર્મ' તરીકે ઓળખાય છે. આત્માના સ્વભાવરૂપ મુખ્યગુણોનો નાશ કરવાની ઘાતક શક્તિ આ કર્મોમાં હોવાના કારણે તે “ઘાતી કર્મ કહેવાય છે. છે (૧) વેદનીય કર્મ (ર) નામ કર્મ (૩) ગોત્ર કર્મ અને (૪) આયુષ્ય કર્મ એ ચાર કર્મોને અઘાતી કર્મ કહેવામાં આવે છે. આ કર્મો આત્માના મુખ્ય ગુણોનો ઘાત નથી કરતા પરંતુ જીવની ગતિનું નિયમન કરે છે. આત્મા કયા ક્ષેત્રમાં જશે? પશુનો દેહ ધારણ કરશે કે મનુષ્ય દેહધારી બનશે? જન્મ કંગાળ અને નીચ કુળમાં થશે કે ઉચ્ચ કુળમાં ? આત્માને સુખના અને દુ:ખના કેવા કેવા અનુભવો થશે ? વિગેરે બાબતો આ ચાર કર્મો દ્વારા નિયંત્રિત થાય છે. આત્માના સ્વભાવ કે મુખ્ય ગુણોના બાધક કે ઘાતક આ કર્મો નથી એટલે એમને અઘાતી કર્મ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11