Book Title: Karma Vignayan Shibir-2008
Author(s): Jinchandra Acharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ ܀ નિમિત્તો ઃઃ કર્મનો ઉદયો અને તેમાં કારણભૂત જગતની કોઈપણ ઘટના બને છે તેની પાછળ ચોક્કસ કારણો રહેલા છે. તે કારણોના બે વિભાગ છે. (૧) ઉપાદાન કારણ - જેમાંથી વસ્તુ બને છે તે.(ર) નિમિત્ત કારણ - જેનાથી વસ્તુ બને છે તે. દા.ત. માટીમાંથી ઘડો બને છે માટે માટી એ ઉપાદાન કારણ કહેવાય પરંતુ ચાકડો, દંડ, કુંભાર વિગેરેની સહાયથી ઘડો બને છે માટે તે બધા નિમિત્ત કારણ કહેવાય. એજ રીતે આત્માનો મોક્ષ થવાનો છે માટે આત્મા એ ઉપાદન કારણ કહેવાય અને જીવનો મોક્ષ થવામાં જરૂરી વિકાસની કે સાધનાની બાહ્ય સામગ્રી તે નિમિત્ત કારણ કહેવાય.જે એકલા ઉપાદાનને કે એફલા નિમિત્તને જ માને તે એકાંગી છે, મિથ્યાત્વી છે. આત્માની લાયકાત ન હોય તો પણ મોક્ષ ન થાય અને આત્માની લાયકાત હોય પરંતુ અનુ કૂળ સંયોગો, ધર્મસામગ્રી અને તેના કારણભૂત પુણ્યોદય વિગેરે ન હોય તો પણ જીવનો મોક્ષ ન થાય. જીવે બાંધેલા કર્મો પણ કોઈને કોઈ નિમિત્ત લીધા વિના ઉદયમાં નથી આવતા.કર્મના ઉદય માટેના મુખ્ય પાંચ નિમિત્ત શાસ્ત્રોમાં બતાડેલા છે અને તે છે : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ. દ્રવ્ય - ક્ષેત્ર અને કાળ કરતા પણ ભાવ અને ભવની અસર કર્મના ઉદયમાં વિશેષ જોવા મળે છે. ૧. દ્રવ્યવિપાકી કર્મ વિપાક એટલે ઉદય. કર્મના ઉદયમાં દ્રવ્ય એટલે કે વસ્તુ પણ અસર કરે છે. જેમકે કોઇ વખત દારૂ ન પીનારા માણસને દારૂ પાઈ દેવામાં આવે તો તે દારૂની અસર નીચે ગાંડા જેવા ચેનચાળા કે લવારા કરતો જઈ જાય - તેની મતિ મૂંઝાઈ જાય. આમ દારૂ રૂપી દ્રવ્ય તે આત્માના જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં નિમિત્ત બન્યું. ર. 3. ૪. Jain Education International દ્રવ્યની કર્મના ઉદય પર અસર કરે છે માટે જૈનધર્મમાં સાત્ત્વિક આહારની વ્યવસ્થા બતાડી છે. તામસી આહાર વિહાર અશુભ-કર્મના ઉદયને લાવવામાં નિમિત્ત બને છે અને તે કર્મોદયને તીવ્ર બનાવવામાં પણ કારણ બને છે. ક્ષેત્ર વિપાકી કર્મ દ્રવ્યની જેમ ક્ષેત્ર પણ શુભ કે અશુભ કર્મનો ઉદય થવામાં નિમિત્ત બને છે. જો યોગ્ય ક્ષેત્ર મળે તો પુણ્યકર્મ ઉદયમાં આવીને વિપાક બતાડે છે અને પ્રતિકૂળ ક્ષેત્ર મળે તો પુણ્યકર્મ સત્તામાં હોવા છતાં ઉદયમાં આવતું નથી પાપનો જ ઉદય રહે છે. ક્ષેત્રની કર્મના ઉદય પર અસર છે માટે જ તીર્થભૂમિમાં જવાની, તીર્થયાત્રા કરવાની મહત્તા છે. કર્મને ખપાવવામાં તેમજ શુભ અશુભ પરિણામોના ઉદયમાં ક્ષેત્ર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કાળ વિપાકી કર્મ શુભ અશુભ કર્મના ઉદયમાં તેમજ કર્મને ખપાવવામાં કાળ પણ કારણ બને જ છે. આથી જ દીક્ષાપ્રતિષ્ઠા મહોત્સવ આદિમાં શુભ મુહૂર્ત (યોગ્ય સમય) જોવાનું વિધાન છે. ચોથા આરામાં જીવ મોક્ષે જઈ શકે છે, પાંચમાં આરામાં અહીંથી જીવનો મોક્ષ નથી થતો. મહાવિદેહ ક્ષેત્રમાંથી અત્યારે પણ મોક્ષે જવાય છે. પણ ભરતક્ષેત્રમાં હાલ મોક્ષગમન બંધ છે. આ બધી વાતો કર્મના ઉદયોમાં ક્ષેત્ર અને કાળની મહત્તા સમજાવે છે. ભાવ વિપાકી કર્મ દ્રવ્ય-ક્ષેત્ર અને કાળ કરતાં પણ ભાવની અસર કર્મના ઉદય ઉપર પ્રબળ છે. હૃદયના શુભ કે અશુભ ભાવોની અસર પોતાના કર્મના ઉદયો ઉપર પણ થાય છે અને બીજાના કર્મોના ઉદય ઉપર પણ થાય છે. (૯) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11