________________
માટે જ આપણે ત્યાં વડિલોના, માતા-પિતાના કે દેવગુરૂના આશીર્વાદ લેવાની અને કોઈની પણ હાય નહિ લેવાની પ્રેરણા આપવામાં આવે છે. આર્શીવાદ કે હાય એ શું છે ? બીજી વ્યક્તિના હૃદયમાંથી ઉઠતા આપણા માટેના શુભ કે અશુભ પરિણામો - ભાવ જ છે ને ! તીર્થકરોની ઉત્કૃષ્ટ કરૂણા અને શુદ્ધભાવથી અનેક જીવોના ઘાતી - અઘાતી કર્મોમાં ફેરફાર થાય છે. નહિ તો ક્ષણવારમાં ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચના ગણધરો કેમ કરી શકે ?
ચંડકૌશિક કે ગોશાળાના ભાવોમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતે શક્ય બને ? ૫. ભવવિપાકી કર્મ
ભવ એ બાકીના ચારેય નિમિત્ત કરતાં અત્યંત પ્રબળ નિમિત્ત છે. ભવ દ્વારા કર્મોના ઉદયમાં જબરજસ્ત પલટો આવે છે. ભવ બદલાતાં જ કર્મોના ઉદયમાં મોટી હલચલ થાય છે. માટે અશુભ ભવમાં (દુર્ગતિમાં) ફેંકાઈ ન જવાય તે માટે સાધકે સાવધાન રહેવાનું છે. દેવગતિમાં જીવને અવધિજ્ઞાન હોય પરંતુ ત્યાંથી ચ્યવન થાય અને જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જાય એટલે જન્મથી જ અવધિજ્ઞાન જતું રહે છે. આ જ્ઞાનાવરણીય કર્મના ઉદય ભવ બદલાવાથી જ થયા ને ! એજ રીતે મનુષ્યભવમાંથી જીવ દેવ ગતિમાં જાય અને ત્યાં જન્મથી જ અવધિજ્ઞાન પ્રગટ થઈ જાય છે તે પણ ભવને લીધે જ જ્ઞાનાવરણીય કર્મનાં ફેરફારો થયા ને !
પુણ્યકર્મની ઉપાદેયતા અને પુણ્યબંધના કારણો : સામાન્ય રીતે લોકો પાપકર્મને તો છોડવા જેવું ગણે છે પણ જૈનધર્મે એક વિશિષ્ટ વાત કરી કે પુણ્યકર્મ પણ છેવટે તો છોડવા જેવું જ છે. પાપકર્મથી છૂટવા માટે શરૂઆતમાં તો જીવને પુણ્ય કર્મની પણ જરૂરરહે છે. (પણ પછી આખરે તો પુણ્યકર્મની પણ નિર્જરા કરવી પડે છે. પાપકર્મ એ લોઢાની બેડી જેવું છે તો પુણ્યકર્મ એ સોનાની બેડી જેવું છે. પણ બંધન તો છે જ.
આમ પુણ્ય અને પાપ બન્ને બંધનકર્તા હોવા છતાં, સાધક અવસ્થામાં તો હાલ પુણ્ય પણ જરૂરી છે કે જેથી આધ્યાત્મિક વિકાસના સંયોગો અને સાધનો સુલભ બની રહે. આવું શુભ પુણ્યકર્મ બંધાય કેવી રીતે ? તે માટે શાસ્ત્રોમાં પુણ્યબંધના નવ પ્રકારો બતાડવામાં આવ્યા છે.
| નવ પ્રકારનું પુણ્ય (૧) અન્ન પુણ્ય : ભૂખ્યાને ભોજન આપવાથી બંધાતું પુણ્યા (ર) જલપુણ્ય : તરસ્યાને પાણી આપવાથી બંધાતું પુણ્ય (૩) વસ્ત્રપુણ્ય : જરૂરિયાતવાળાને વસ્ત્ર આપવાથી બંધાતું પુણ્ય (૪) સ્થાન પુણ્ય : બીજાને સ્થાન , જગ્યા, મકાન વિગેરે આપવાથી બંધાતું પુણ્ય (૫) શયન પુણ્ય : બીજાને પલંગ, ગાદલું વિગેરે આપવાથી બંધાતું પુણ્યા (૬) મન પુણ્ય : બીજાના સુખ માટે સારા વિચારો કરવાથી બંધાતું પુણ્ય (૦) વચન પુણ્ય : બીજાને સુખ થાય તેવી સારી વાણી બોલવાથી બંધાતું પુણ્ય (૮) કાયપુણ્ય : બીજાને સુખ અને કલ્યાણ માટે શરીરની શુભ પ્રવૃત્તિ કરવાથી બંધાતું પુણ્ય (૯) નમસ્કાર પુણ્ય દેવ-ગુરૂને, માતા-પિતાને તથા ઉપકારીજનોને તેમજ ગુણીજનોને ભાવપૂર્વક વંદન
કેનમસ્કાર કરવાથી બંધાતું પુણ્ય.
(૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org