________________ = = - - - - - - - = કર્મની નિર્જર = કોઈ પણ આત્માને કર્મના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પામવા માટે, આત્મા સાથે જોડાયેલા આઠેય કર્મોનો ક્ષય થવો અનિવાર્ય ગણાય છે. તે પછી જ આત્મા સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. આ માટે સંચિત કર્મોની નિર્જરા થવી જરૂરી છે. આત્મા ઉપરથી કર્મપુદ્ગલોનું ખરી પડવું - છૂટા પડી જવું તેનું નામ નિર્જરા. જ કર્મ બે રીતે જીવનો સંગ છોડે છે. એક તો કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેનો સારો-માઠો પ્રભાવ બતાડીને તે કર્મ પરમાણુઓ જીવથી અલગ થઈ જાય છે. તેને કર્મની પરિભાષામાં વિપાકોદય કહેવામાં આવે છે. બીજ જેમાં કર્મ પોતાનો પ્રભાવ ન બતાવી શકે પરંતુ શાંત રીતે તે તે કર્મપુદ્ગલો ઉદયમાં આવીને, અનાયાસે ભોગવાઈ જાય અને આત્માથી અલગ થતાં રહે તેને પ્રદેશોદય કહેવામાં આવે છે. જીવ જાતે સભાનતા પૂર્વક કાંઈ ન કરે તો પણ તે તે કર્મની સ્થિતિ પ્રમાણે સમયસર અનેક કર્મ પુદ્ગલો ઉદયમાં આવતાં જાય અને આત્માથી છૂટતાં જાય તેને અકામ નિર્જરા કહે છે. છે. પરંતુ જ્યારે સભાનતાપૂર્વક કર્મોને ખપાવવા માટે જીવ કાંઈ પ્રયાસ કરે, તપ અનુષ્ઠાન કે કોઈ સાધના કરે અને તેના પરિણામે થોકબંધ કર્મો આત્મા ઉપરથી ખરી પડે તેને સકામ નિર્જરા કહે છે. જ આ સકામ નિર્જરા ૧રપ્રકારે થાય છે જેને 6 બાહ્યતા અને 6 આત્યંતર તપના નામે ઓળખવામાં આવે છે. છપ્રકારનો બાહ્યતપઃ (નિર્જરાના છ બાહ્ય પ્રકાર) (1) અનશન (ર) ઉણોદરી (૩)દ્રવ્યસંક્ષેપ (4) રસત્યાગ(૫) કાયકલેશ અને (6) સંલીનતા. છપ્રકારનો આત્યંતર તપઃ (નિર્જરાના છ આત્યંતર પ્રકાર) (1) પ્રાયશ્ચિત (ર) વિનય(૩) વૈયાવચ્ચ(૪) સ્વાધ્યાય (5) કાઉસગ્ગ (6) ધ્યાન, કર્મ પરમાણુઓ પુદ્ગલ દ્રવ્ય છે કર્મ એ આત્માની સાથે જોડાતાં એક વિશિષ્ટ પ્રકારના પરમાણુઓ છે, પુદ્ગલો છે. આ પુદ્ગલ શબ્દનો સીધો સાદો અર્થ કરવો હોય તો એમ કહી શકાય કે, જે પૂરણ અને ગલન સ્વભાવનો હોય એટલે કે જે ભેગાં થઈ શકે અને છૂટાં પડી શકે. તથા જેનામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગગેરે ગુણો હોય તે પુદ્ગલ કહેવાય. સમગ્ર વિશ્વની રચનાના આધારરૂપ જે છ દ્રવ્યો જેન તત્વજ્ઞાનમાં બતાવ્યાં છે તેમાં પુલ પણ એક દ્રવ્ય - પદાર્થ છે. અત્યંત સૂક્ષ્મ એવા અણુ-પરમાણુઓનો સમૂહ આ પુદ્ગલ દ્રવ્યમાં આવી જાય છે. આ દ્રવ્ય પણ પરસ્પર વિરોધી એવા અનેક ગુણધર્મ ધરાવે છે. આ કર્મ પણ અતિ સૂક્ષ્મ પરમાણુઓનો એક સમૂહ છે. જેને કાશ્મણ વર્ગણાના પુદ્ગલો કહેવામાં આવે છે. - ઉપરોક્ત બાર પ્રકારના તપ દ્વારા કે પશ્ચાતાપ વિગેરે હૃદયના ઉત્કૃષ્ટ ભાવો દ્વારા કર્મ વગણાના આ પુદ્ગલોને આત્માથી વિખૂટા કરવા તેનું જ નામ નિર્જરા છે. આવી નિર્જરા થવાથી જીવ દ્રવ્ય અને પુદ્ગલા દ્રવ્યના અનાદિ કાળના સંબંધનો અંત આવે છે. અને જીવ પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરી લે છે. - મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. (11) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org