Book Title: Karma Vignayan Shibir-2008 Author(s): Jinchandra Acharya Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ :: જીવને આઠ કર્મ બંધાવાના કારણો : જેના થકી આત્મા ઉપર કર્મ વર્ગણાના પુદ્ગલો ચોંટે છે અને કર્મ બંધાય છે તે કર્મ બંધના મુખ્ય કારણો ચાર છે અને તેને જૈન ધર્મની પરિભાષામાં આશ્રવ કહેવામાં આવે છે. ૧. મિથ્યાત્વ : સુદેવ, સુગુરૂ અને સુધર્મ પ્રત્યે અશ્રદ્ધા અને અરૂચિ, પરિણામે આત્મા કે આત્માની મુક્ત અવસ્થા (મોક્ષ) માં સુખ હોય તે વાતનો અસ્વીકાર કરવાની બુદ્ધિ. જે સર્વજ્ઞ હોય, વીતરાગ હોય, કરૂણામૂર્તિ હોય અને અનંત શક્તિ સમ્પન્ન હોય તેવા મહાપુરુષો - તીર્થકર ભગવંતોએ બતાડેલા મોક્ષમાર્ગ પ્રત્યે શ્રદ્ધા અને રુચિ સ્થાપિત થવી જ જોઈએ તે ન થાય તેનું નામ મિથ્યાત્વ. ૨. અવિરતિ : પાંચ ઈન્દ્રિયો અને ૬ઠું મન.એ ૬ ને પાપ પ્રવૃત્તિઓમાં જતી ન રોકવી તે. ૩. કષાય : ક્રોધ - માન - માયા - લોભ વિગેરે મનને કલુષિત કરતા ચિત્તના પરિણામ. ૪. યોગ : શુભ-અશુભ પ્રવૃત્તિઓમાં મન - વચન - કાયાનું થતું પ્રવર્તન. આ ચાર કર્મબંધના મુખ્ય કારણોને (આવ્યવોને) રોકવા તેનું નામ સંવર કહેવાય અને તે છે. (૧) સમ્યક્ત્ (ર) વિરતિ (૩) ઉપશમ અને (૪) મન-વચન-કાયાની સમિતિ તથા ગુપ્તિ. (રોજીંદા જીવનમાં શું કરવાથી કયા કર્મ બંધાય છે તેની સમજૂતી) ૧. જ્ઞાનાવરણીય કર્મબંધાવાના કારણો: (૧) જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાથી (ર) જ્ઞાનીનો ઉપકાર ભૂલી જવાથી (૩) બીજાને ભણવામાં અવરોધ ઉભો કરવાથી (૪) જ્ઞાનીની ઈર્ષા, દ્વેષ અને અપમાન કરવાથી (૫) જ્ઞાન અને જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ૨. દર્શનાવરણીય કર્મ બંધાવાના કારણો: (૧) ગુણીજનોની નિંદા, તિરસ્કાર અને અપમાન કરવાથી (ર) જિનવાણીમાં અને ધર્મના પ્રભાવમાં શંકા-કુશંકા કરવાથી (૩) સાધુ સાધ્વીની નિંદા કરવાથી (૪) આંખનો દુરુપયોગ કરવાથી . (૫) ધાર્મિક સંપત્તિનો દુરુપયોગ કરવાથી કે તેનું ભક્ષણ કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. ૩. વેદનીય કર્મબંધાવાના કારણો: શાતા વેદનીય : (૧) માતા-પિતા તથા ગુરુજનોની સેવા કરવાથી તેમજ તેમની આંતરડી હારવાથી (ર) બીજા જીવોને સુખ આપવાથી (૩) જીવદયાના કાર્યો કરવાથી શાતા વેદનીય બંધાય છે. અશાતા વેદનીય: (૧) કોઈપણ જીવ ઉપર ત્રાસ ગુજારવાથી (ર) બીજાની આંતરડી કકડાવવાથી (૩) બીજા જીવોની હિંસા કરવાથી (૪) રડાવવાથી (૫) પોતાના ચિત્તમાં સંતાપ અને શોક કરવાથી તથા (૬)બીજાના ચિત્તમાં પણ સંતાપ જન્માવવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. ૪. મોહનીય કર્મબંધાવાના કારણોઃ (૧) અધર્મનું સેવન કરવાથી (ર) વિષય વાસનામાં આસક્ત બનાવથી (૩) ક્રોધ, અભિમાન, માયા અને લોભ કરવાથી (૪) વધુ પડતું હાસ્ય કે શોક કરવાથી (૫) દેવગુરૂ અને ધર્મમાં અરૂચિ, અણગમો કે અશ્રદ્ધા કરવાથી મોહનીય કર્મ બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11