Book Title: Karma Vignayan Shibir-2008 Author(s): Jinchandra Acharya Publisher: ZZZ Unknown View full book textPage 5
________________ જ મન-વચન-કાયાની કોઈપણ શુભ કે અશુભ પ્રવૃત્તિથી કર્મનો બંધ પડે છે. અને તે વખતની કે તે પછીની મનની શુભ કે અશુભ વૃત્તિના આધારે કર્મના અનુબંધ પડે છે. પરંપરા ચાલે છે. કર્મનો બંધ થયા પછી તે કર્મ અંગે જીવના મનમાં જે ભાવ થાય છે તેની કર્મના અનુબંધ ઉપર ઘણી અસર પડે છે. કર્મ થયા પછી, તેનો બંધ પડ્યા પછી જીવ આનંદમાં આવી જાય અને તે ભાવ ઘૂંટ્યા કરે તો તે કર્મના બંધ ગાઢ થઈ જાય. અને કર્મ બંધાયા પછી જીવ જે પશ્ચાત્તાપ કરે અને મનમાં તે ભાવ તીવ્રતાથી ચૂંટાયા કરે તો જીવનો કર્મબંધ શિથિલ થઈ જાય. માટે પુણ્ય કર્મ-સારા કર્મ કરીને તેની અનુમોદના કરવાનું અને પાપકર્મ - ખોટા કર્મ થઈ ગયા પછી પસ્તાવો કરવાનું જૈન ધર્મમાં વિધાન છે. જૈન ધર્મમાં તો કર્મના બંધ કરતા પણ અનુબંધને ઘણો મહત્વનો ગણ્યો છે. કર્મસત્તા કરતા પણ ચઢિયાતી છે ધર્મસત્તા અને આત્મસત્તા, કર્મ એ જડ પરમાણુ છે અને જીવ એ ચૈતન્ય સત્તા છે. જડ શક્તિશાળી છે પણ ચૈતન્ય જો જાગે તો તે જડ એવી કર્મસત્તાને હટાવી શકે છે. જો આ વાત સ્વીકારવામાં ન આવે તો ક્યારેય કોઈ જીવનો મોક્ષ થઈ શકે જ નહી. કર્મસત્તાની ભયાનકતા જાણીને કાયર થવાનું નથી કે મનને નબળું બનાવવાનું પણ નથી. પરંતુ કર્મસત્તા કરતાં પણ વધુ પ્રભાવશાળી ધર્મસત્તાનું બળ ઉભું કરીને કર્મને હરાવવાના છે. આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે પણ અનંત નથી.પુરુષાર્થ દ્વારા આ અનાદિકાળથી ચાલી રહેલા કર્મ સંબંધનો અંત પણ કરી શકાય છે. અને તે માટે કર્મનું તત્ત્વજ્ઞાન જાણવાનું છે. કર્મ એ જો ભાગ્ય છે તો આત્માની જાગૃતિ એ પુરુષાર્થ છે. (પત્તાની રમતનું દ્રષ્ટાંત) રમતમાં પત્તા મળવા એ ભાગ્યની વાત છે. અને મળેલા પત્તામાંથી બાજી જીતવી કે હારવી એ પુરુષાર્થ અને આવડતની વાત છે. આઠ કર્મ અને જીવાત્માઓ ઉપર થતી તેની અસરો: જીવને સંસારની રખડપટ્ટીમાં જે કર્મો મહત્ત્વનો ભાગ ભજવે છે તેને સાદી ભાષામાં પુણ્ય અને પાપ એવા બે નામ આપવામાં આવ્યા છે. પુણ્યકર્મથી આત્માને ભૌતિક સુખની સામગ્રી તથા આધ્યાત્મિક વિકાસના સાધનોની પ્રાપ્તિ થાય છે. જ્યારે પાપકર્મ જીવને દુ:ખો અને કષ્ટો અપાવે છે અને આધ્યાત્મિક સમજણની દુર્લભતા ઉભી કરે છે. આવા શુભ-અશુભ કર્મની અસરોના કાર્યક્ષેત્ર મુખ્યત્વે ત્રણ છે. ૧. સંસારમાં રહેલા તમામ જીવોને સુખ અને સુખની સામગ્રી આપવી. ર. તમામ જીવોને દુઃખ અને દુઃખની સામગ્રી આપવી. ૩. આત્માના મૂળભૂત ગુણો અને સહજ શક્તિઓને અવરોધવા - દબાવવા. આવા કર્મની મૂળ પ્રકૃતિ આઠછે. પ્રકૃતિ એટલે સ્વભાવ અને તે આ પ્રમાણે છે. ૧. જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી આત્માનો જ્ઞાન ગુણ ઢંકાય છે તેથી, જીવ જાણવા યોગ્ય વિષયોને જાણી શકતો નથી, જિજ્ઞાસા હોયા છતાંય સમજ ન પડે. વ્યકિત મૂર્ખ અને મંદબુદ્ધિવાળો બને, બહેરો મૂંગો બને, યાદશક્તિ અલ્પ હોય વિગેરે... ર. દર્શનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી આત્માનો દર્શન ગુણ ટંકાય છે તેથી, જીવ જોવા યોગ્ય વિષયને જોઈ શકતો નથી તેની દ્રષ્ટિ આડે આવરણ આવી જાય છે. જે વ્યકિતને અંધાપો આવે છે, નજર નબળી પડે છે, આંખના રોગ થાય છે. ક વ્યકિત ઉંઘણશી બને છે, ઉંઘમાં ચાલે છે, ઉંઘમાં ન કરવાના કામ કરી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11