Book Title: Kalpsutram Author(s): Bhadrabahuswami Publisher: Barsasutra PRakashan Samiti View full book textPage 7
________________ પણ આ તો ભૂતકાળની વાતો થઈ. આજે તે એ રીતે હરતપ્રતિઓ તૈયાર કરાવવાનું લગભગ અશકય છે. એટલે હવે તો એ જરૂરી ગ્રંથને છપાવવા અને પ્રકાશિત કરવા એ જ, શાસ્ત્રગ્રંથને સુલભ બનાવવાનું અને શ્રુતભક્તિ કરવાનો શ્રેષ્ઠ માર્ગ આપણી પાસે રહ્યો છે. અને આ માર્ગમાં સગવડ પણ ઘણી છે. અગાઉ તો એક પ્રતિ લખાય ત્યારે તેમાં સમય પણ લગભગ એક પુસ્તક છપાવવામાં જાય તેટલો જાય અને છેવટે તૈયાર તો માત્ર એક જ નકલ થાય. જ્યારે આજે તો તમે એક નકલનો શુદ્ધ કંપક તૈયાર કરાવો, પછી એકી સાથે હજારોતમે ચાહે તેટલી-નકલો એકસરખી તૈયાર થઈ શકે. આર્થિક દૃષ્ટિએ પણ, એક હસ્તપ્રતિ તૈયાર કરવામાં જેટલું ખર્ચ થાય, તેટલા ખર્ચમાં તે એક હજાર નકલો છપાવી શકાય. આ રીતે વિચારતાં, આજના મોંધા જમાનામાં પણ, શ્રીકલ્પસૂત્ર જેવો પવિત્ર આગમગ્રંથ લખાવવાને લાભ, ખૂબ જ સસ્તામાં, હજારે ભાવિકોને મળવા શકય બને છે. અલબત્ત, આ લાભ અને આ રીતે છપાવાતી પ્રતિઓ, અગાઉની એક પણ હસ્તપ્રતિ કે તેનાથી પ્રાપ્ત થતા લાભની તુલનામાં તો ન જ આવી શકે. આમ છતાં, અત્યારના સંયોગોમાં આ પ્રવૃત્તિ પણ, આપણા માટે તો મહાલાભનું કારણ છે, એ નિઃશંક બાબત છે. અને તેથી જ, આજથી ૪૭ વર્ષો પૂર્વે, સૂરતમાં, પરમ પૂજ્ય આગમારક આચાર્ય ભગવંત શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ અને પુરુષાર્થથી સ્થપાયેલ શેઠ શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના દરમાંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 206