________________
પણ આ તો ભૂતકાળની વાતો થઈ. આજે તે એ રીતે હરતપ્રતિઓ તૈયાર કરાવવાનું લગભગ અશકય છે. એટલે હવે તો એ જરૂરી ગ્રંથને છપાવવા અને પ્રકાશિત કરવા એ જ, શાસ્ત્રગ્રંથને સુલભ બનાવવાનું અને શ્રુતભક્તિ કરવાનો શ્રેષ્ઠ માર્ગ આપણી પાસે રહ્યો છે. અને આ માર્ગમાં સગવડ પણ ઘણી છે. અગાઉ તો એક પ્રતિ લખાય ત્યારે તેમાં સમય પણ લગભગ એક પુસ્તક છપાવવામાં જાય તેટલો જાય અને છેવટે તૈયાર તો માત્ર એક જ નકલ થાય. જ્યારે આજે તો તમે એક નકલનો શુદ્ધ કંપક તૈયાર કરાવો, પછી એકી સાથે હજારોતમે ચાહે તેટલી-નકલો એકસરખી તૈયાર થઈ શકે. આર્થિક દૃષ્ટિએ પણ, એક હસ્તપ્રતિ તૈયાર કરવામાં જેટલું ખર્ચ થાય, તેટલા ખર્ચમાં તે એક હજાર નકલો છપાવી શકાય. આ રીતે વિચારતાં, આજના મોંધા જમાનામાં પણ, શ્રીકલ્પસૂત્ર જેવો પવિત્ર આગમગ્રંથ લખાવવાને લાભ, ખૂબ જ સસ્તામાં, હજારે ભાવિકોને મળવા શકય બને છે. અલબત્ત, આ લાભ અને આ રીતે છપાવાતી પ્રતિઓ, અગાઉની એક પણ હસ્તપ્રતિ કે તેનાથી પ્રાપ્ત થતા લાભની તુલનામાં તો ન જ આવી શકે. આમ છતાં, અત્યારના સંયોગોમાં આ પ્રવૃત્તિ પણ, આપણા માટે તો મહાલાભનું કારણ છે, એ નિઃશંક બાબત છે.
અને તેથી જ, આજથી ૪૭ વર્ષો પૂર્વે, સૂરતમાં, પરમ પૂજ્ય આગમારક આચાર્ય ભગવંત શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ અને પુરુષાર્થથી સ્થપાયેલ શેઠ શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના દરમાં