Book Title: Kalpsutram
Author(s): Bhadrabahuswami
Publisher: Barsasutra PRakashan Samiti

View full book text
Previous | Next

Page 8
________________ - कल्पसूत्र भूमिका || 8 || - ગ્રંથરૂપેતેઓશ્રીએ આ શ્રીકલ્પસૂત્રની એક સુંદર કલાત્મક પ્રતિ મુદ્રિત કરાવી હતી. એ પ્રતિ, ઇંગ્લિશ આર્ટ પેપર ઉપર, મેટા ટુ લાઈન ટાઈપમાં, પ્રાચીન હસ્તપ્રતિઓમાંથી સંકલિત કરેલાં ૯૦ જેટલાં રંગીન ચિત્રો સાથે છપાયેલી હોઈ, તેમજ તેના પાઠ અતીવ શુદ્ધ કરીને છપાયા હેઈ, પૂજ્ય શ્રી સાધુ સંઘમાં ઘણી જ આવકાર્ય અને સંગ્રહણીય બની રહી. મોટા ભાગના મુનિરાજે, સંવત્સરીને દિવસે વાંચવા માટે એ જ પ્રતિને આગ્રહ સેવતા રહ્યા. પરિણામે, મર્યાદિત સંખ્યામાં છપાયેલી એ પ્રતિ આજે તે અલભ્યપ્રાય બની ગઈ છે. આ કારણે, અમે ઘણી વખત જોયું કે, પૂજ્ય મુનિરાજોને આ પ્રતિની અછતમાં ઘણી તકલીફ અનુભવવી | પડે છે. અમને લાગતું કે આ તકલીફ કઈ રીતે દૂર થાય તો કેવું સારું ! સદ્ભાગ્યે, વિ. સં. ૨૦૩૪નાં વર્ષમાં સૂરતમાં, ગોપીપુરાના શેઠ શ્રી નેમુભાઈની વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજીને, “ શ્રીનવપદ પ્રકરણ” જેવા અપૂર્વઅદ્વિતીય શાસ્ત્રગ્રંથનું વ્યાખ્યાનરૂપે શ્રવણ કરાવીને અમારા શ્રીસંધ ઉપર મહાન ઉપકાર કરનાર, પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરિવારના પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનાં મનમાં પણુ, સાધુ મહારાજેને પ્રતિ વર્ષ અનુભવવી પડતી. આ તકલીફ દૂર કરવાની પ્રબળ ઇરછા હતી. આ તકલીફ શી રીતે દૂર થાય, તે અંગે એકવાર તેઓશ્રી સાથે વિચાર વિનિમય થતાં, તેઓશ્રીએ સૂચવ્યું કે જે દેલાટ પુસ્તકોદ્ધાર કુંડ તરફથી પ્રગટ થયેલ એ પ્રતિમાં વપરાયેલા બ્લોકે સારી સ્થિતિમાં - - - ક

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 206