Book Title: Kalpsutram Author(s): Bhadrabahuswami Publisher: Barsasutra PRakashan Samiti View full book textPage 9
________________ - ક % ર સચવાયા હોય અને તે ઉપયોગ કરવા માટે મળી જાય, તો એ જ પ્રતિનું એવું જ પુનર્મુદ્રણ કરવાથી આ તકલીફ દૂર થઈ શકે. અમાએ તરત જ એ બ્લોકોની તપાસ કરાવી, તે એ તમામ બ્લેક સારી હાલતમાં સચવાયા હોવાનું જણાયું, એટલું જ નહિ, પણ એ બ્લેક જે સંસ્થાઓ વગેરે પાસે હતા તેઓએ, અમે જે આ પ્રતિ છપાવીએ તે તે વાપરવા દેવા માટે આપવાનું પણ કબૂલ્યું. આથી અમારે ઉત્સાહ બેવડાયો અને અમે પૂજ્ય આચાર્ય મહારાજને આ ગ્રંથનું સંપાદન અને મુદ્રણકાર્ય કરાવવા માટે વીનવ્યા. તેઓશ્રીએ પણ, આર્થિક અને વહીવટી જવાબદારીઓ અમે સંભાળી લેતાં હોઈએ તો એ કાર્ય માટે પોતાની સંમતિ દર્શાવી. એનાં ફળરવરૂપે શ્રી બારસાસૂત્ર-પ્રકાશન સમિતિ'ની સ્થાપના થઈ. આ ગ્રંથનાં પ્રકાશનમાં થનાર ખર્ચને અંદાજ જોતાં, કોઈ એક કે બે-ત્રણ વ્યક્તિઓ માટે આ કામ કરવું શકય ન હતું. અને કદાચ એ શક્ય બને તે પણ શ્રીસંધની સેંકડો વ્યક્તિઓને શ્રુતભક્તિને લાભ ન જ મળી શકે. આ તમામ વિચાર કરીને અને આ ગ્રંથ પ્રકાશનના અંદાજ ખર્ચને પહોંચી વળવા માટે, અમે, નકલો | નેધવાનું નક્કી કર્યું. અને અમારાં ભારે આશ્ચર્ય વચ્ચે શ્રીસંધે અને ખાસ કરીને સૂરતના શ્રીસંઘે આ યોજનાને હર્ષભેર વધાવી લીધી અને એમાં પૂરો સહકાર આપ્યો. સૂરતના અને સૂરત બહારના જે સંધએ, ટ્રસ્ટીએ તથા વ્યક્તિઓએ આ કાર્યમાં સહકાર આપ્યો છે, તેઓની અલગ નામાવલી આ સાથે આપી છે. ર રરPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 206