________________
*
*
*
*
*
*
*
આચાર્ય શ્રી વિજયસૂર્યોદય સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પૂજ્ય મુનિ શ્રી શીલચંદ્રવિજયજી, પૂજ્ય મુનિ શ્રી ભદ્રસેનવિજયજી તથા પૂજ્ય મુનિ શ્રી નંદીધષવિજયજી મહારાજે કર્યું છે, અને આ માટે અમે તે પૂજ્ય મુનિરાજે પ્રત્યે હાર્દિક તત્તભાવ વ્યક્ત કરીએ છીએ.
શ્રી કલ્પસૂત્રનાં આ મુદ્રણ માટે, રંગીન ચિત્રોનો બ્લોકે અમને ધીરવા બદલ, સૂરતની શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફડ સંસ્થા તથા શ્રી જૈનાનંદ પુસ્તકાલય-સંસ્થાના તથા “શેઠ શ્રી નરેશભાઈ ચીમનલાલ સંઘવી”ના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. એ સાથે અમે આ તકે તેઓ સૌને વિનંતિ કરીએ છીએ કે તેઓએ આજ સુધી જે રીતે આ બ્લોક સાચવ્યા, તે રીતે હજી પણ સાચવી રાખે કે જેથી ભવિષ્યમાં પણ તેનો આવો સદુપયોગ થઈ શકે.
આ ગ્રંથનાં મુદ્રણકાર્યને લગતી તમામ વ્યવસ્થા સંભાળી લેનાર શ્રી પાર્શ્વ પ્રિન્ટરી (અમદાવાદ)ના માલિક શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહને અમે હાર્દિક આભાર માનીએ છીએ. વળી, રંગીન ચિત્રે તેમજ મૂળ પાઠને સુઘડ અને સુંદર રીતે છાપી આપવા બદલ અમદાવાદના શ્રી દીલા પ્રીન્ટર્સના માલિકો શેઠ શ્રી દીપકભાઈ લાલભાઈ તથા હરીશભાઈ લાલભાઈના પણ અમે આભારી છીએ. તેઓ સૌને પ્રેમભર્યો સહયોગ અમને આવાં કાર્યોમાં સદા મળતો રહે તેવી અમારી ઈચ્છા છે.
*
* *
*
*
*
*