________________
( ૩ ) આખ્યાત્મિક વિકાસનાં કાર રૂંધાઇ જાય છે. ધર્મના “કેદાર ”ની આવી સંકુચિત વૃત્તિઓ, વિવેકવિહીન સ્થિતિચુસ્ત મનોદશાઓ અને સ્વાર્થપૂર્ણ વાસનાઓ જ ધર્મ-જગતમાં બખેડા વધારી મૂકે છે અને પ્રજામાં અશાન્તિને ઉકળાટ ફેલાવે છે. આના પરિણામે એ બને છે કે, ભાવનાવાદી વર્ગ ઉશ્કેરાઈ જાય છે, તેમને ધર્મ-સંસ્થા તરફ ચીઢ ચડે છે અને તેમનાં ઉકળી ગયેલાં માનસ “ધર્મને " જ દુનિયાની અશાન્તિ અને દુર્ગતિનું મૂળ સમજવા લાગે છે. રૂસમાં લેનિને કહ્યું હતું કે “ધર્મ લેકોને માટે અફીણુ સમાન છે. “ધર્મ' દ્વારા મનુષ્યસમાજ પર ઘેર આધ્યાત્મિક અત્યાચાર થાય છે અને અનિષ્ટ ફેલાય છે.” હિન્દુઓનું રાજ્ય હતું ત્યારે એક વખતે તેમણે ધર્મના ઝનૂની નશામાં બૌદ્ધો પર ત્રાસ વર્તાવવામાં મજા ભેગવી હતી. ઔરંગઝેબના ધર્મ–ઝનને ગુરૂગોવિંદસિંહના બે સુકુમાર બાળકને જીવતા જ દીવાલમાં ચણું દીધા હતા. સન ૧૫૫૫ માં ઈગ્લેન્ડની શાસિકા “મેરી, ” જે ઇસાઈ ધર્મના પુરાણુ ઉરૂલને માનવાવાળી કેથલિક હતી, તેણીએ ધર્મઝનૂનના ઘેર આવેશમાં પરિવર્તનવાદી પ્રોટેસ્ટન્ટોને ધર્મદ્રોહી સમજી લુથર, રોજર્સ, ફેરાર, નિમર, લેટિમર તથા રિલે વગેરે મુખ્ય મુખ્ય પ્રોટેસ્ટેન્ટ નેતાઓને ધગધગતી આગમાં હેમાવી દીધા હતા. આ તે એક દિશામાત્ર છે. ધર્મના ઝનૂની નશાએ દુનિયામાં જે કાળો કેર વર્તાવ્યો છે, જે ભિયંકર અત્યાચાર ચલાવ્યા છે તેનું જ્યારે જ્યારે સ્મરણ થઈ આવે છે, ત્યારે હૃદયની વેદના ફરી ફરી જાગૃત થાય છે. આવી ઝનૂની નશાખોર અસર જે કોઈ ધર્મમાં થોડી ઘણી ઘુસવા પામે છે, પછી તે “ ધર્મ ” પવિત્ર રહેતું નથી અને જગતને લાભકારક નિવડતો નથી. આવી ઝનૂની ઝઘડાખેરીના કારણે લેકેને ધર્મ ” પર તિરસ્કાર છુટે છે અને આપણે સગી આંખે જોઇ રહ્યા છીએ તેમ, આજે મનુષ્યોનાં હૃદય ધમ પરથી ખસતાં જાય છે. ખસી રહ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com