________________
( ૪ )
ત્યારે ધમ એ વાસ્તવમાં શી વસ્તુ છે ? એ પ્રશ્ન રહે૨ે ઉભા થાય છે. અને એના ખુલાસા પર જ ધર્મની ઉપયોગિતાને ખુલાસા અવલંબિત છે.
ધર્મ' એ વસ્તુતઃ હૃદયની અથવા જીવનની વસ્તુ છે. ક્રાઇ પણ માણસને એક ધમ માંથી બીજા ધર્મોમાં ફેરવવા એ એક વાત છે, અને એના જ ધર્મોમાં એને રહેવા દઇ એને ધર્મનાં શુદ્ધ તત્ત્વાના અનુગામી બનાવવા એ એક વાત છે. ક્રાઇ પણ માણસ પેાતાના ધર્માંમાં રહી બુરાઈ અને પાપાને છેડે અને સદાચારના પથે ચાલે તા જરૂર પેાતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. સામ્પ્રદાયિક મેહતે વશ થઇ, બીજાઓને પોતપોતાના સમ્પ્રદાયના અમ્મા પહેરાવવાનુ જ્યારે વધી પડે છે, ત્યારે પ્રાના શાન્તિમય જીવન પર અશાન્તિનાં વાદળ ઘેરાવા માંડે છે. સાચી વાત તો એ છેકે, સમ્પ્રદાયના ઝભ્ભા પહેરાવ્યા વગર ક્રાને સાચા પુણ્ય પથ પર શું નથી લાવી શકાતા દાખલા તરીકે, ક્રાઇ પારસી કે મુસલમાન ભાઇ પેાતાના મજહબમાં રહીને માંસાહારાદિ બદોને છેડે અને અહિંસા, સત્ય, સયમ, અનુકમ્પા, પરોપકાર અને સેવાભાવના પવિત્ર પથે ચાલે તે તે પેાતાનું આત્મકલ્યાણ શું નહિ સાધી શકશે ? જરૂર સાધી શકશે. ધર્મોનું સાધન ધર્માંના સિદ્ધાન્તાને અનુસરવામાં છે, નહિ કે તે સિદ્ધાન્તાથી વિરુદ્ધ જવામાં. માક્ષેપ વિક્ષેપ, ધાંધલ કે મારામારી એ ધર્મના સિદ્ધાન્તાથી સ્પષ્ટ જ વિરુદ્ધ છે. માટે એ ધર્મ નથી, એથી એ સ્પષ્ટ છે કે, ધર્મ માટે એમાં પડનાર ધર્મ નથી કરતા, પણ અધમ કરે છે. એટલી એક મુદ્દાની વાત બરાબર સમજી જવાય તા મજહબી બખેડાએ ઉભા થવા ન પામે એ નક્કી વાત છે. પ્રજાકીય શાન્તિને ભંગ કરવામાં ધાર્મિક સંકુચિતતાને આવેશ બહુ જબરદસ્ત ભાગ લે છે એ વાત જેટલી ખુલ્લી છે તેટલી જ ખેદજનક પણ છે, ધર્મના મૂળ સિદ્ધાન્તા આત્મજીવન સાથે સંબંધ ધરાવે છે એટલે ધર્માંતા મૂળ માર્ગ દુનિયાભરને સારુ એક જ છે. એ વસ્તુ સમજાય તે જગતભરમાં મંત્રી ફેલાય અને જીવનમાં શાન્તિ પથરાય એમાં શક નથી.
''
ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com