Book Title: Jivanhitam
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ પ્રસ્તાવના આ સંસ્કૃત લેકેની કાત્રિશિકા મેં છએક વર્ષ ઉપર બનાવી હતી, અને તે જ અરસામાં વડોદરાના શ્રી જન યુવક સંધ તરફથી ગુજરાતી અર્થ સાથે પ્રકટ થઈ હતી. આ તેની બીજી આવૃત્તિ છે, અને તેમાં અંગ્રેજી અનુવાદનો એક વધુ ઉમેરે થાય છે. આ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ ધર્મની સાર્વભૌમતા સમજાવે છે, બીજું, પ્રગતિની દિશામાં પ્રબંધન કરે છે અને ત્રીજું, કર્મભૂમિના મેદાનમાં ઝુકી પડવાની પ્રેરણા રેડે છે. વિષય સંક્ષિપ્ત પણ સ્પષ્ટ છે; અને સ્થળ બહુ ટૂંકું છે, એટલે અહીં પ્રસ્તાવનાને અવકાશ મળવાનું રહે તે નહિ. એમ છતાં, ધર્મની સાર્વભૌમતા પર, કે જે આ ટ્રેક્ટના પ્રથમ અંશને વિષય છે, કંઈક વિવેચન, ઔચિત્યનું અતિક્રમણ ન થવા દઇને જે અહીં અપાય તે તેટલા પુરતું પણ વાચન અસંગત કે અઘટિત ન થતાં ઉપયુકત થશે, અને સાથે જ, પ્રસ્તાવનાની રીત પણ જળવાશે એમ વિચાર આવ્યું, જેના પરિણામે, વાચક પુસ્તિકામાં પ્રવેશ કરે તે અગાઉ તેને આ પ્રાસ્તાવિક અવતરણ પણ મળી રહે છે. અસ્તુ. એ વાત તે ખુલ્લી જ છે કે, મનુષ્ય માત્રને, પ્રાણી માત્રને સુખ જોઈએ છે. એજ તેનું એક માત્ર મુખ્ય અને અન્તિમ ધ્યેય છે. એની પ્રાપ્તિની ભાવનામાંથી જ ધર્મભાવના જાગૃત થઈ છે. દુનિયાના સર્વ ધર્મો જગતને સુખ આપવા માટે પિતાનું અસ્તિત્વ બતાવી રહ્યા છે. દરેક ધર્મ તેની ઉપાસના કરવામાં સુખ–શાતિનો લાભ થવાનું ઉષે છે. આમ છતાં આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે, અમને ઝઘડાઓએ ઉનિયાનું વાતાવરણ કેવું ડાળી મૂક્યું છે. 2. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58