Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02 Author(s): Nandlal B Devluk Publisher: Arihant Prakashan View full book textPage 7
________________ ॥ ૐ શ્રી વીતરાગાય નમો નમઃ II શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો નમઃ II ભાવભીની શ્રધ્ધાંજલિ તથા સ્મરણાંજલિ વિ.સં. ૨૦૬૭ શ્રાવણ સુદી-૧૨ની મધ્યરાત્રિએ ૧૨:૩૦ કલાકે સાંતાક્રુઝ મુકામે મુંબઈ મધ્યે સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા. આદિ સાધુ ભગવંતોના સાનિધ્યમાં આહાર-પાણી ત્યાગના પચ્ચખ્ખાણ સાથે સવિશુદ્ધ સંયમ દેહનો પણ પરિત્યાગ કરી પરલોકવાસી બનવા આપશ્રીએ પ્રયાણ Jain Education International કરી દીધું અને દુર્લભ આ માનવભવ અતિ દુર્લભ સંયમ સાથે સંપૂર્ણ કર્યો. ખાતસ્ય હિ ધ્રુવં મૃત્યુઃ નાં નઠોર છતાંય નક્કર સત્યને સામે રાખી હે ભવોપકારી ગુરૂદેવ ! પ્રેરણાપત્રો લખી સંસારથી તો નિસ્તાર કરાવ્યો, પણ જીવનાંત સુધી સવિશુદ્ધ પંચાચાપાલન હેતુ કર્મો સામે ઝઝુમતા રહી આપ શિષ્યો તથા નિશ્રાવર્તીઓને તપ-ત્યાગ, સાધનાઆરાધના, નવકાર જપ જેવા ધ્યાનયોગ માટે મૂક આદર્શો આપી ગયા. ૫.પૂ.પં. પ્રવર જયસોમવિજયજી મ.સા. ગુ=ગુણાતીત અને રૂ=રૂપાતીત એવા પરમગુરૂ પરમાત્મા અને પરમપદધારી સિધ્ધાત્મા સુધી પહોંચવા આપ ભવોપકારી, આત્માર્થી, નિઃસ્પૃહિ અને નિરાગી ગુરૂદેવ તરીકે ચાલીસ વર્ષો પૂર્વે જ મળી ગયા. તેજ વર્તમાન ભવનું પુણ્યોદય પાસું જાણ્યું છે. સ્વર્ગવાસી હે ઉપકારી ! આપ દૂર-સુદૂર છતાંય નિકટ છો, નિકટભવી હે મોક્ષપુરૂષાર્થી ! અમારો પણ પ્રમાદ પંગુ બને, જાગૃતિ જવલંત રહે અને સતત નિર્જરાનો નિરાળો-નૈસર્ગિક નોખો-અનોખો નિઃસંગી પ્રવાસ નિષ્કંટક બને તેવી કૃપા સતત વરસાવશોજી. આપનો અત્યલ્પ સત્સંગ પણ નિસંગદશાથી વધી નિરંજન-નિરાકાર પદ સુધી પ્રગતિ કરાવનારો બને, ભવભ્રમણોથી મુક્તિ અપાવનારો ફળે તેવી એકમાત્ર શુભાપેક્ષા છે, કારણ કે, सत्संगेन निसंगत्वम्, निसंगत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलत्वम्, निश्चलत्वे संसारमुक्तिः॥ વિ.સં. ૨૦૨૭ના વરસે ઝરિયા (ઝારખંડ) મુકામે આપનો પ્રથમ પરિચય, પછીના ઠીક વીસ વરસે વિ.સં. ૨૦૪૭માં બેંગલોર મુકામે પ્રવજ્યા-પ્રદાન અને તે પછીના ઠીક વીસ વરસે વિ.સં. ૨૦૬૭માં આપશ્રીનું ઉર્ધ્વગમન અને ત્યાં સુધીમાં આપશ્રીની કૃપાથી પ્રારંભ થયેલ બસ્સોથીય વધુ નવલખા જાપ મંડળ (તે પણ મુંબઈ-પુના નગરના અન્ય એકસો મંડળો છોડીને) અને આરાધકો દ્વારા પ્રારંભ થયેલ વીસ અબજ જેટલા સામૂહિક નવકાર જાપ, તથા તપોમૂર્તિ આપની કૃપાથી પૂર્ણતાના આરેવારે પહોંચી ગયેલ મારો પોતાનો ક્રિયાવિધિ સાથેનો વીસ સ્થાનક તપ તે બધુંય જાણે કોઈ અગમ-અગોચર વીસના અંકગણિતો સાથેના પૂર્વભવીય ઋણાનુબંધો તરફ ઈશારો કરે છે. મિવંતા : સ્વ. વનવેન શાંતિભાલ શાહ - પરિવાર (વેસ્તોર) एवं भारतवर्ष के २९० से भी ज्यादा नवलखा नवकार जाप मंडल પ્રેરક અને પ્રેષણકર્તા : જયદર્શન વિજય For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 620