Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 402
________________ ૩૬૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. (૨૮) માયાની સજ્જ. (સુંદર! પાપસ્થાનક તજે સોળમું–એ દશી ) ભવિયણ! માયા મૂળ સંસારનું, માયા મોહની રીઝ હો; ભવિયણ! માયાએ જગ સહુ નડ્યા,માયા દુરગતિ બીજ હો. ભ૦ ૧ ભ૦ જિમ દાહિણ પવને કરી, મેઘ એ વિસરાળ હો; ભ૦ તિમ માયાના જેરથી, પુન્ય ઘટે તતકાળ હો. ભ૦ ૨ ભ૦ મરમ વચન બોલ્યા થકી જિમ સજન પ્રતિકૂળ હો; ભ૦ તિમ તપ જપ સંજમક્રિયા, માયાએ થાયે ધૂળ હો. ભ૦ ૩ ભ૦ મલ્લિ જિનેસર બાંધીયે, માયાએ સ્ત્રીવેદ હે ભ૦ ઉત્તમ નર કરજો તમે, તે માટે તસ છેદ હો. ભ૦ ૪ માયાગારા માનવી, સેવ કરે કરજેડી હો ભ૦ માયાએ રીઝે માનવી, આપે ધનની કેડી હો. ભ૦ ૫ ભ, ઈમ જાણીને મત કરે, માયા સાથે રંગ હો; ભ૦ જિમ જેગીસર મોટકા, ન કરે નારીને સંગહો. ભ૦ ૬ ભ૦ ભાવસાગર કહેભવિજના,સાંભળો સદ્દગુરૂ વાણુ હો; ભ૦ માયાના પરિહારથી, લહીયે સુખ નિરવાણુ હો. ભ૦ ૭ (૨૯) લોભની સજઝાય. ( પુકખલવઈ વિજયે જોરે–એ દેશી ) લોભ ન કરી પ્રાણીયા રે, લોભ બૂરો સંસાર; લોભ સરીખો કે નહિરે, દુરગતિને દાતાર, ભવિકજન લેભ બુરે સંસાર, વરજે તમે નિરધાર. ભ૦ જિમ પામે ભવપાર, ભાવિકજન લેભ બૂરો સંસાર.

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426