________________
૧૦
લાગ્યાં, સાહેબજી! ફરીથી પણ અમારા ઉપર કૃપાદ્રષ્ટિ રાખીને દર્શન લાભ આપશોજી ત્યાંથી અમદાવાદ પધારી શહેરયાત્રાઆદિ અનેક ધર્માનુષ્ઠાનમાં ચિત્તને ધર્મમય બનાવ્યું.
જૈનશાસનમાં નાનામાં નાની. કે મોટામાં મોટી કોઈપણ ક્રિયા . જઈશું તે દરેકની અંદર કંઈકને કંઈક ગૂઢ રહસ્ય રહેલું જ હશે, સમજવાની તેમજ વિચારવાની જે શકિત હોય તો તેમાંથી તે આત્મા. કંઈકને કંઈક તત્વ મેળવી લે છે, આપણે અહીંઆ એકજ શહેરયાત્રાને જ પ્રસંગ લઈએ, ધામધૂમ સાથે દરેક જિનમંદિરોને વંદનાથે નીકળીએ ત્યારે આનંદની કોઈ સીમા હોય છે! આવા જ કારણે. મોક્ષનું એક પ્રધાન અંગ સમ્યકત્વની પ્રાપ્તિ સુલભ બને છે, અને બીજા લોકો પણ ધર્મની પ્રશંસા કરે છે. '
ત્યાંથી વિહાર કરી અનેક ગામોમાં દર્શનાદિ કરતાં તેમજ ભવ્યાત્માઓને પ્રતિબોધ કરતાં પાલીતાણું પધારી ત્યાંજ બે ચાતુર્માસ રહ્યાં. ત્યાંથી ગિરનાર આદિની યાત્રા કરી, કચ્છ જેવા પ્રદેશમાં અજ્ઞાનતાદિને દૂર કરવા માટે પ્રયાણ ન કરતા હોય ! તેમ વહાલા વતન તરફ પ્રયાણ કર્યું, ભદ્રેસરઆદિ પાંચતિથની યાત્રા કરી પોતાની જન્મભૂમિ ગઢશીષામાં પધાર્યા.
કચ્છમાં આવા ત્યાગી આત્માઓની હંમેશા ખોટ ચાલ્યા કરતી. તેમાં પણ પોતાના ગામના મહારાજ સાહેબ પધાર્યા છે, એવું જાણી ચારે બાજુથી લેકે આવીને દર્શનાદિ સાથે કૃતકૃત્યતા અનુભવવા લાગ્યા. સંધની આગ્રહભરી વિનંતીથી ચાતુર્માસ ત્યાં જ રોકાયાં.
ભાઈઓ તેમજ બહેનોને ધર્મમાં જોડવા માટે મહારાજ સાહેબ પિતે અથાગૂ પ્રયત્ન કરવા લાગ્યાં કેટલાયેકને રાત્રિભેજનો ત્યાગ તથા પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આદિની અનેક બાધાઓ આપી ધર્મના રાગી બનાવ્યા.