________________
બે વડીલ ભાઈઓ, ત્રણ બેટી બહેને અને માતપિતાની છત્રછાયામાં લક્ષ્મીબેન મેટાં થવા લાગ્યાં, “કાળની ગતિને કોણ આંબી શક્યું છે?”, દિવસો ઉપર દિવસો, અને વરસો ઉપર વરસો વિતવા લાગ્યાં, અને લક્ષ્મીબેનની ઉંમર પણ એક દાયકાની થઈ.
માત-પિતા પણ જ્ઞાનાભ્યાસમાં, તેમજ ગૃહકાર્યમાં પ્રવીણ બનાવવા માટે, પ્રયત્ન કરતાં હતાં, આ જગતમાં સંતાનોના જન્મથી માંડી તેમના જીવનની દરેક જવાબદારીઓ માબાપ ઉઠાવતાં હોય છે, ભવિષ્યમાં પોતાને સુખ અને શાંતિ મળે તેવી આશા પણ સેવતાં હોય છે, પરંતુ સંતાનના જીવનમાં ધર્મરૂપી બીજનું આરોપણ કરેલ ન હોય તો એવા સંતાન તરફથી સુખ અને શાંતિને બદલે દુ:ખ અને અશાંતિ મળે છે, જ્ઞાની ભગવંતોએ આજ કારણથી સંસારની અજ્ઞાનતા, સ્વાર્થતા અને અસારતા સમજાવી છે, પરંતુ સમજવી છે કોને? જગતનું આવું કરૂણ દ્રશ્ય જોઈને જે જીવનનો રાહ બદલવાનો વિચાર પણ ન આવે તે આનાથી બીજે દુર્ભાગ્યોદય કયો હોઈ
આજથી પચાસેક વર્ષ પહેલાં તેમાં પણ કચ્છ જેવા પ્રદેશમાં નાની ઉંમરમાં જ લગ્નો થતાં, તેવી રીતે લક્ષ્મીબેનનું પણ મકડાના વીશા ઓસવાલ શેઠ મૂળજીભાઈના ચાર પુત્રો પૈકી મોટા પુત્ર આસુભાઈ સાથે સં. ૧૯૩૭માં લગ્ન થયું હતું, પરંતુ લગ્નથી આઠમે જ દિવસે હાર્ટ ફેલ થવાથી આસુભાઈએ આ દુનિયાનો ત્યાગ કર્યો, અજ્ઞાની છ વિચારોના મિનારા બાંધી રાખતા હોય છે, હું આમ કરીશ, મારૂં આમ થશે, પરંતુ પામરને ખબર નથી કે કમ્ અને મન આ બન્ને જણાએ તો સત્યાનાશ વાળ્યું છે, જ્યાં જ્યાં ક્ષણે ક્ષણે પિતાના માનેલા વિચારો નિષ્ફળ જતા હોય છે. તેનું નામ જ સંસાર છે માટે જ જ્ઞાની ભગવંતો કરૂણા ભાવથી જગતના જીવોને સુખી