Book Title: Jaisalmer Patradhara Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 7
________________ ૨૬૨] જ્ઞાનાંજલિ ધરણશાહના ગ્રંથો અને પાટણ આદિમાં શ્રી દેવસુંદરસૂરિજીએ લખાવેલા આદિ ગ્રંશે જોતાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રાચીન પ્રતિઓ આપણે જોઈશું તો તેમાં અનેક જાતનાં ચિહ્નો, શ્લોક આદિના અંકે, અધિકાર પૂર્ણ થતો હોય ત્યાં વિવિધ નિશાનીઓ અને શોભન વગેરે જોવામાં આવે છે, જ્યારે આપણું કાર્પષ્યદોષથી લહિયાઓ સાથે પુસ્તક લખાણના ભાવ અંગેની રકઝકને લીધે લહિયાઓએ માત્ર અક્ષરો લખવાનું કામ જારી રાખ્યું અને વચમાં આવતાં ચિહ્નો, નિશાનીઓ વગેરે બધુંય અને તે ઉપરાંત ગાથા આદિને અંકે વગેરે પણ લખવું છોડી દીધું. ખરે જ, આ વસ્તુ લૂણ માટે જેમ આખી રસોઈ બગાડવામાં આવે તેના જેવી બની છે. હજારો કોના ગ્રંથમાં અંકે, ચિહ્નો વગેરેના ક્ષે કોની ગણતરી જ લખાણ તરીકે કરવામાં ન આવે તો લહિયાની આંખે આપણે જરૂર જ ચડીએ. પરંતુ વણિકવૃત્તિ હોય ત્યાં વિવેક કેટલીક વાર જતો રહે છે. અરે, વરતું કેવી કદરૂપી બની જાય છે તે ધ્યાનમાં આવતું જ નથી. આજે પણ પુસ્તકની બાબતમાં જૈન સાધુઓને લહિયાઓ સાથે આવી રકઝક કાયમ ચાલતી મેં નજરે મોટે ભાગે દરેક સ્થળે અનુભવી છે. તેથી એ બધાએ શું શું ખોયું છે તેની મને વધારેમાં વધારે માહિતી છે. અસ્તુ. મારા પત્રમાં આડી વાતો આવી જાય છે. પણ મને થાય છે કે આપણે કેટલાક આવા વ્યવહારોને લીધે આપણે પોતે ઉપર જણાવ્યા મુજબ કેવી કેવી હાનિ હાંસલ કરી છે, તેને આપણને ખ્યાલ આવે. સિદ્ધહેમ તથા બીજી હસ્તપ્રતો મારી તો ઇચ્છા છે કે અહીંના ભંડારની પ્રાચીન દરેક પ્રતિનું સરખામણી કરીને સંશોધન કરી લેવું. એ કારણથી પંચાશક, ધર્મબિંદુ વગેરે જેવા ગ્રંથે અમે મેળવી લીધા છે. પંચાશક સટીક જેવા વિશિષ્ટ ગ્રંથની તો ગ્રંથકારની ગ્રંથરચનાના નજીકના સમયમાં લખાયેલી જ એક નકલ અહીં છે. અમે તેનો પણ ઉપયોગ કરી લીધો છે. સિદ્ધહેમ વ્યાકરણની કેટલીક પ્રાચીન પ્રતિઓ પણ અહીં છે. તેનો પણ અમે ઉપયોગ કર્યો છે અને કરી લઈશું. એક પાંચમો અધ્યાય તે સં. ૧૨૦૬માં લખાયેલું છે. સિદ્ધહેમ વ્યાકરણ દરેક દષ્ટિએ તૈયાર કરવા જેવી વસ્તુ છે. ઘણાએ એના માટે શ્રમ કરે છે, છતાં તેમાંથી ઊણપો રીતસર કેઈ દૂર કરતું નથી; અધરથી જ બધાએ કામ કર્યું જાય છે અને એ રીતે ધનનો અવ્યવસ્થિત રીતે વ્યય થાય છે. નવી ટીકાઓ રચવાના વ્યામોહ કરતાં જે વસ્તુ વિદ્યમાન છે તેને સુરૂપ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો ઘણું ચગ્ય થાત. પણ કેઈની ઈચ્છાને આપણે થોડી જ રોકી શકીએ છીએ ? અહીંના ભંડારમાં સિદ્ધહેમ ઉપરના શ્રી કનકપ્રભસૂરિકૃત લધુન્યાસની ચતુષ્કવૃત્તિનો અંશ ૧૨૭૧માં લખાયેલો છે, અને તે પ્રથમદર્શ છે, એમ તેના અંતના व्याकरणचतुष्कावणिकायां षष्ठ; पादः समाप्तः ॥ प्रथमपुस्तिका प्रमाणीकुता ॥ छ । संवत् १२७१ वर्षे कार्तिक शुदि ६ शुक्र श्रीनरचन्द्रसूरिणामादेशेन पं. गुणवल्लभेन सामर्थितेयं पुस्तिकेति છે ઘરથા રરર મંતરતુ I આ પ્રમાણેના ઉલ્લેખથી આ પ્રતિ પ્રથમદર્શ હવા વિષે શંકાને સ્થાન નથી લાગતું. ગ્રંથકાર અને ગ્રંથરચનાને સમય પણ ઘરમાન જ છે. સચવાયેલા વિવિધ ગ્રંથ ભંડારને જેમ જેમ તપાસતા જઈએ છીએ તેમ તેમ અનેક દષ્ટિએ નવું નવું મળતું રહે જ છે. આચાર્ય પાદલિપ્તસૂરિકૃત તિગ્મરંડકની ટીકાની પ્રતિ પણ ભંડારમાંથી મળી આવી છે. શ્રી સી. ડી. દલાલની કે કોઈની નોંધમાં આ મહત્ત્વના ગ્રંથની નોંધ નથી. સન્મતિતર્ક, તત્ત્વસંગ્રહ વગેરે જેવા ગ્રંથે બારમા સિકાની પ્રતિકૃતિએ છે, અને બીજુ ઘણું ઘણું સાહિત્ય ભંડારમાં છે અને ઘણું આજે પણ સારી સ્થિતિમાં છે. વિશેષાવશ્યક મહાભાષ્ય, જેની મેં ઉપર નોંધ લીધી છે, તે ગ્રંથ આજે પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17