Book Title: Jaisalmer Patradhara
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230107/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [૧]. [ સં. ૨૦૦ ના ચૈત્ર વદિ ૧૪ના રોજ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી]. ગ્રંથ મેળવવાની પદ્ધતિ તમને પત્ર લખ્યા પછી ભંડારને તપાસવાનું અમારું કાર્ય આગળ ચાલ્યું છે. એક એક પોથીમાં જે સંખ્યાબંધ પાનાંઓ ભેગાં ભળી ગયાં છે એ બધાંના પ્રથકરણ માટે અમે એ પાનાંઓન અનેક દષ્ટિએ વગીકરણ કર્યું છે એ અત્યારે જોવા જેવું છે. તમે ઘણાંય પ્રદર્શનો જોયાં હશે. પરંતુ અમારું આ પ્રદર્શન ભલભલાને આશ્ચર્યચકિત કરે તેવું છે. સેંકડો વર્ષથી પોતાના કુટુંબથી જુદાં પડી ગયેલાં એ પાનાંઓને અમે પુનઃ એમના કુટુંબ સાથે ભેળવવાનું કામ કરીએ છીએ. એ પાનાંઓના ગંજને જુદી જુદી દષ્ટિએ ગોઠવી તેના અક્ષરો, પાનાંઓની જાતિઓ, અંકોના પ્રકારો, લિપિ અને વિષય વગેરેને લક્ષમાં લઈ કેવી રીતે ગ્રંથને પારખવામાં આવે છે, અને કયા ગ્રંથનાં એ પાનાં હોઈ શકે એ માટે જે વિવિધ કલ્પના અને અવકન કરી નિર્ણય કરવામાં આવે છે તે એક જોવા જેવી વસ્તુ છે. કોઈ ગ્રંથનાં એક-બે પાનાં હોય, કોઈ ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓ હોય એ બધાયને જોઈ વિવિધ નિશાનીઓ અને શબ્દ વગેરે ઉપરથી ગ્રંથનું નામ કેમ પકડી પાડવામાં આવે છે, તે તમે નજરે જુઓ તો તાજુબ જ થઈ જાઓ. ખંડિત થયેલા વિવિધ ગ્રંથ અમારી ઉપર્યુક્ત રીતે અનુસાર આ જ સુધીમાં અને અનેક ગ્રંથોનાં પાનાંઓને સોગ બનાવી દીધાં છે, અનેક ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓને પણ પગ બનાવી દીધાં છે; અને નિરુપયોગી ગણાતા એ ટુકડા આદિની કિંમત પણ વધારી દીધી છે, છતાં જે પાનાંઓના ટુકડાઓ વગેરેને પત્તો જ નથી એ રીતે તો ગ્રંથને આખા કરવા મુશ્કેલ છે. અહીંયાં એક તાડપત્રીય પાનાંના ટુકડાઓને ઢગલે જે તેમાં ભગવતી સૂત્ર, કલ્પચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, કર્મપ્રકૃતિ, તિલકમંજરી મહાકવિ કુત્તકવિરચિત વક્રોક્તિછવિત, ગદર્શન અને તેના ઉપરનું વાચસ્પતિ મિશ્રનું ભાષ્ય વગેરે સંખ્યાબંધ ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓ મળી આવ્યા, જે પૈકીના ઉપયોગમાં આવી શકે તે તે રાખવામાં આવ્યા છે; બાકી તો જે રૂપે બધું કચુંબર પડેલું છે, તેનો ઉપયોગ પણ શો થાય ? Page #2 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૧૭ રા. રા. સી. ડી. દલાલે જે પ્રથાનાં પાનાંઓ સખ્યાબંધ નાંખ્યાં છે તે, મને લાગે છે કે, અમુક પાના નંબર જોઈ એ તોા છે. ઉ.ત. કુત્તકૃત વક્રોક્તિવિતનાં પાનાં તેમણે ૩૦૦ નાંધ્યાં છે. આજે એનાં પાનાં માત્ર ગણતરીનાં છે. અને ત્રુટક પાથીએ અમે જેટલી ખાલી તે બધીએમાંથી એક-બે-ચાર પાનાં મળતાં જ રહ્યાં છે. છેવટે નાના ટુકડા પણ હાથ લાગ્યા છે. અને ઉપર જણાવેલ કચરામાંથી પણ ૫–૧૦ પાનાંના મોટા ટુકડાએ હાથ લાગ્યા છે. આચારાંગ સૂર્ણિ વગેરે સંખ્યાબંધ ગ્રંથા ઓળખી ન શકાવાને કારણે નોંધ્યા સિવાયના જ રહ્યા છે. અને અધૂરા ગ્રંથાનાં નામેા વગેરે નોંધ્યા સિવાય જ રહી ગયુ છે. એ ચાચિક ગ્રંથા એ ચા િક ગ્રંથે. અહી' છે, જે પૈકીના એક ગ્રંથ પદ્યુમ્નસૂરિષ્કૃત છે, અને બીજો જિનપતિસૂરિ કૃત આ બન્ને ગ્રંથૈાના વિષય એ છે કે આશાપલ્લીમાંના ઉદયનકૃત જૈન મૂર્તિએ વંદનીય ખરી કે નહી ? જિનપતિસૂરિએ એ પ્રતિમાએ વંદનીય ન હેાવાનું પુરવાર કર્યું છે, જ્યારે શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તે વંદનીય હાવાનું પુરવાર કર્યું' છે. આ બન્નેય ગ્રંથાનાં નામ સી. ડી. દલાલના લિસ્ટમાં નેોંધાયા જ નથી. પણ એક ભ્રામક નામ તરીકે જ તે નેોંધાયેલ છે. આવાં આવાં તે ઘણાં નામે ભ્રામક છે અને કેટલાંય નોંધાયાં નથી. દાનિક ગ્રંથાતા નાશ અહીંના ભંડારામાં જે દાર્શનિક ગ્રંથ છે તે તે મોટે ભાગે ભાંગીને ભૂક્કો જ થઈ ગયા છે, અને એ બધીય નકલે બારમા-તેરમા સૈકામાં લખાયેલી છે. પાછળના જમાનામાં દાર્શનિક ગ્રંથા તરફની રસવૃત્તિ તૂટી ગઈ અને ચરિત્રો તરફના ઝોક વધતા ગયા તેમ તેમ આ સાહિત્ય વીસરાતું ગયું અને તેની નકલે કરવા પ્રત્યેની ઉદાસીનતા પણ પરિણામે આજે આપણા ભડારામાંથી અનેકવિધ સાહિત્ય નષ્ટ થઈ ગયું. વાદિદેવસૂરિ, આચાર્ય મલયગિરિ, આચાર્ય હેમચંદ્ર, શીશાંકાચા, મલધારી હેમચંદ્રાચાર્ય વગેરે પેાતાના પ્રથામાં જે દાનિક વગેરે સાહિત્યપ્રથાની નોંધ કરે છે એ પ્રથાનું નામનિશાન આજે આપણે ત્યાં નથી. જૈતાની જ્ઞાનભક્તિ અને ઉદારતા છતાંય આપણે આનંદ માનવા જેવું છે કે તૂટીફૂટી હાલતમાં પણ આજે આપણા જ્ઞાનભંડારાને લીધે એ સાહિત્ય અને એના વિશિષ્ટ અવશેષેા સચવાઈ રહ્યા છે. જૈન પ્રજાએ જેમ જ્ઞાનભક્તિ નિમિત્તે કેટલુંક બગાડયું છે તેમ, આપણે જ્ઞાનભક્તિ નિમિત્તે સાચવી પણુ ધણું જાણ્યું છે. સર્વદેશીય ગ્રંથસ'ગ્રહ જૈન ભડારે, સિવાય બીજે જડવા મુશ્કેલ છે. જૈન ભંડારાની વિશેષતા અને મહત્તા હોય તે તે એ જ છે કે, ... મિથ્યાત્વ લાગી જશે” એવા તુચ્છ વિચારપ્રવાહને કયારેય પણ જૈતાએ અને જૈનાચાર્યાએ પ્રાચીન યુગમાં સ્થાન નહોતું આપ્યું અને સંગ્રહની દૃષ્ટિએ આજે પણ અપવાદ બાદ કરીએ તેા એ જ ધ્યેય ચાલુ છે. આગમાની પ્રાચીન પ્રતિ જૈન આગમાની, સ`શેાધનમાં કામ આવી શકે તેવી કેટલીય પ્રાચીન પ્રતિ છે કે જે તેરમા સૈકાના પૂર્વાર્ધમાં લખાયેલી છે. આ પ્રતિ જ વાસ્તવિક રીતે આપણા આગમેાના સશોધન માટેને આધારસ્તંભ છે. ખંભાત, પાટણ વગેરેમાં પણ આગમગ્રંથેની એવી ધણી પ્રતિ છે, જે સંશાધન માટેના આધારસ્તંભ સમાન છે. જ્ઞાનાં, ૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] જ્ઞાનાંજલિ અત્યારે તેા ભંડારને તપાસવાનું અને વ્યવસ્થિત કરવાનું કામ ચાલે છે, એટલે સંશાધનકા સ્થગિતપ્રાય જેવું છે; છતાંય સહજસાજ ચાલે જાય છે. અમારા પ્રદર્શનનુ જેમણે દર્શન કરવું હોય તેમણે તેા એક-બે મહિનામાં જ જેસલમેર આવવુ જોઈ એ. ધર્મકા'માં આદર રાખશેા, દેવદર્શનમાં સંભારશે. ધનેહમાં ઉમેશ કરશેા, ૬. પુણ્યવિ. તરફથી સસ્નેહ ધર્માંલાભ. [ * જૈન ’ સાપ્તાહિક, તા. ૩૦ એપ્રિલ, ૧૯૫૦ ] (૨) [ સ. ૨૦૦૬ના વૈશાખ સુદ ૧૦ના રોજ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી ] સાથીઓને ભેટા અને વિહાર-યાત્રાની સમીક્ષા. તમે છેલ્લા છેલ્લા સાબરમતી મળ્યા તે પછી અમે સતત વિહાર કરીને, ધાર્યા સમયે, જેસલમેર પહેાંચ્યા તે ખરા જ. અમારે જે દિવસે જેસલમેરમાં પ્રવેશ હતા તે દિવસે જે બનાવ અન્ય તેથી તમને આનંદ અને આશ્ચર્ય થશે. ભાઈ કૃતેચંદ ખેલાણી, પડિત અમૃતલાલ, ભાઈ નગીનદાસ અને ભાઈ ચિમનલાલ વગેરે, જે જેસલમેર મારી સાથે રહી કામમાં મદદ કરવાના હતા, તે બધાય અમારી કામ કરવાની પુસ્તકાદિની સમગ્ર સામગ્રી સાથે મેટરમાં આવી પહેોંચ્યા, અને લગભગ જેસલમેર સાત માઈલ જેટલું દૂર હશે તે સ્થળે આવીને અમને ભેટી ગયા. અને બધાય મેટરમાંથી ઊતરી પડયા. અણુધારી રીતે જ ગલમાં માંગલની જેમ અમારા સૌનેા ભેટા થયા એથી અને અણધારી રીતે અમારી સમગ્ર સામગ્રી અમારી સાથે જ પહેાંચી એથી અમારા સૌના આનંદને પાર ન રહ્યો. અમારા સૌતે માટે આ પ્રસંગ એક મગળરૂપ જ હતા. અમારે સૌએ કયાં રહેવું ? કાર્યક્રમ કેમ ગેાઠવવે ? અને એકબીજાએ કેવી વ્યવસ્થા કરવી ?—એની સત્વર ગાડવણ થઈ ગઈ અને નિશ્ચિતપણે એક પણ ધડી કે મિનિટ બગાડયા વિના અમારા દરેક કામની ગેડવણ થઈ ગઈ. જંગલના વયમાં અમને ભેટી જતાં સૌ મેટરમાંથી ઊતરી પડચા અને વિનયવદન વિધિ પતાવીને સૌ સાથે ચાલવા તૈયાર થઈ ગયા, પરંતુ સાથે પુસ્તકાદિ સામાનથી ભરચક લદાયેલી આખી મેટર હતી તેની વ્યવસ્થા કરવાની હાઈ ભાઈ ખેલાણી અને અમૃતલાલ પડિત અમારી સાથે રહ્યા અને ખીજાએ મેટરમાં બેસી જેસલમેર આગળ આવી પહોંચ્યા અને અમે સાધુએએ અને ભાઈ ખેલાણી વગેરેએ બરાબર માહ શુદિ ૧૨ તે દિવસે સાંજના સવાચાર અને સાડાચારના વચમાં જેસલમેરના દરવાજામાં પ્રવેશ કર્યાં. અમારું આ મુદ્દે ગમે તેવુ હાય પણ અમારા માટે તેા એ સમય અત્યંત મંગળમય મુરૂપ જ હતા કે જે સમયે અમે અમારી વિહારયાત્રા નિર્વિઘ્નપણે સમાપ્ત કરી હતી. સતત ત્ર અને લાંબે વિહાર અમારા વડીલ પૂજ્ય મેઘવિજયજી મહારાજજી અને શ્રી રમણીકવિજયજીની તબિયત રસ્તામાં શિથિલ થઈ હતી, તેમ છતાં સૌએ સેત્સાહપણે અવિરત વિહાર કર્યે જ રાખ્યા હતા. હું તે ધર્મપસાથે મારી સહજ સ્થિતિએ જ આ તરફ આનંદથી વિહાર કરીને આવ્યા છું. વિહાર અમારા લગભગ ચૌદ-૫દર માઈલના તા ઘણા જ થાય છે અને છેલ્લા વિદ્વારા તેા સેાળ અને અઢાર માઈલના જ હતા છતાં અમારા ધાર્યા પ્રમાણે નિર્વિઘ્નપણે અમે જેસલમેર પહેાંચ્યા અને તે ઉપરાંત અમે Page #4 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૫૯ લવાજી તીર્થ, કે જે જેસલમેરથી દસ માઈલ દૂર છે, ત્યાંની યાત્રા અને મેળાના દર્શનનો લાભ પણ અમારા કાર્યકર્તાઓના સમુદાય સાથે લઈ શક્યા. એટલે અમારે થાક ઊતરી ગયા હોય તેમ અમને લાગતું હતું. લડવાજીનું તીર્થ: ત્યાંના મંદિરની અદ્ભુત કલા જેસલમેરથી બીજે દિવસે અમે લોકવાઇ પહોંચ્યા અને ત્યાંના મેળાના દર્શનનો અને યાત્રાનો લાભ લઈને જેસલમેર આવ્યા, જ્યાંનું મંદિર શિલ્પ સ્થાપત્યકળાના આદર્શ નમૂનારૂપ છે. જોકે અત્યારે જે મંદિર છે તે પ્રાચીન મૂળ મંદિર નથી, તેમ છતાં પ્રાચીન મંદિરના પાયા ઉપર આજથી લગભગ પાંચ સૈકા પહેલાં બંધાવેલું મંદિર છે. એમાં જે કળા છે એ તો ભલભલાને આંજી નાખે તેવી છે. એ વિષે શ્રીયુત બાબુ પૂર્ણચંદ્ર નહારે ઘણું લખ્યું છે એટલે તે વિષે તમને ખાસ લખતો નથી. મંદિરમાંની અદ્દભુત શાલભંજિકાઓ (પૂતળીઓ) અહીં આવીને અમે બીજે જ દિવસે કિલ્લામાં ગયા. ત્યાંનાં મંદિરનાં દર્શન કર્યા. ખરે જ, એ મંદિરે એની કળાકૃતિ અને શાલભંજિકાઓ માટે અજોડ છે. શીલભંજિકાઓના અંગભંગ એ તો નૃત્યકલાનિષ્ણાતને સાચે જ વિરમય પમાડે તેવી વસ્તુ છે. જે શિલ્પકારોએ આ શાલભંજિકાઓ ઘડી હશે તેમને નૃત્યકળાના અંગભંગ વિષે કેવો અજબ ખ્યાલ હવે એ જાણીને આપણને આશ્ચર્ય થાય તેમ છે. નૃત્યકલાવિશારદને માટે તો આ મંદિરે અને એની શાલભંજિકાએ યાત્રાધામસ્વરૂપ કિલામાં જ્ઞાન ભંડાર દર્શન કરીને કિલ્લામાં જ્ઞાનભંડાર ખોલાવ્યો અને તેમાંથી ભાઈશ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે (જેમનું ટૂંકું નામ સી. ડી. દલાલ કહેવામાં આવે છે) તૈયાર કરેલ અને શ્રી જિનવિજયજી દ્વારા મળેલી માહિતી અનુસાર અમુક પુસ્તક મેં મારા સંશોધનની દૃષ્ટિએ તારવ્યાં અને કાર્યકર્તા શેઠ ફતેચંદજી મહેતા અને ભાઈ પ્યારેલાલ જિંદાણીજીએ અમને જેસલમેરના ભાઈઓની સમ્મતિથી આપ્યાં. વિશેષાવશ્યક ભાષ્યની પ્રાચીનતમ પ્રતિ એ પુસ્તકોમાં અમે વિશેષાવશ્યક ભાષ્ય ખાસ ઈરાદાપૂર્વક લાવ્યા હતા. શ્રીમાન જિનવિજયજીએ આ પ્રતિના અંતમાં સંવતને જે ઉલ્લેખ છે, એ ગ્રંથકારના ગ્રંથરચના સમધને સૂચવત છે, એ દષ્ટિએ તેનો ઉપયોગ કર્યો છે. પણ મારી દષ્ટિ તો એ પ્રતિને જોઈને જુદી જુદી દષ્ટિએ એનું મહત્ત્વ આંકવા લાગી અને તે દષ્ટિએ જ અમે તેનો ઉપયોગ કર્યો છે. એ પ્રતિના અંત ભાગમાં લેખન સંવત નથી, પણ તેની લિપિ જોતાં તે પ્રતિ ૯મા સૈકામાં લખાયેલી હોય તેમ લાગે છે, ૧૦મા સૈકાથી અર્વાચીન હોવાનો સંભવ કોઈ રીતે નથી. એટલે આ પ્રતિ ભાગ્યકારની ભાષ્યગ્રંથને લગતી મૌલિક ભાષાનું સ્વરૂપ વગેરે કેવાં હશે તે માટે અતિ મહત્ત્વની છે. તેમ જ ભારતીય લિપિવિશારદે માટે ૧૦માં સિકાની આસપાસ બ્રાહ્મી લિપિનું સ્વરૂપ કેવું હશે તેને લગતી એક વિશિષ્ટ લેખમાળા પણ આ પ્રતિના આધારે તૈયાર કરી શકાય તેમ છે. મને લાગે છે કે આજે આપણે સામે જે ભારતીય જ્ઞાનભંડારે જોવા-જાણવામાં છે તે સર્વમાં આ પ્રતિ પ્રાચીનતમ છે. એટલે તે દષ્ટિએ આ પ્રતિનું અને જેસલમેરના ભંડારનું મહત્વ વધી જાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] કેટલાક પ્રથાની મહત્ત્વની હસ્તપ્રતિ એધનિયુક્તિનું બૃહદ્ભાષ્ય પણ અહીંના ભંડારમાં વિદ્યમાન છે, જેની અમે કાપી કરાવી લીધી છે. કલ્પમહાભાષ્યની અહીં' કાપી છે, પણ તે અર્ધભાગની જ છે. ચૌદમા સૈકામાં ટીકા રચનાર આચાર્ય ક્ષેમકીર્ત્તિએ આ મહાભાષ્યની સાક્ષી આદિથી અંત સુધીની આપી છે. છતાં આજે આપણા સામે એની સ'પૂર્ણ' પ્રતિ કયાંય જોવામાં નથી આવી તે આશ્રય જેવી જ વાત છે. અનુયાગદ્વારની હારિભદ્રીયા વૃત્તિની પ્રતિ માત્ર પાટણ-વાડી પાર્શ્વનાથના ભંડારમાં જ છે, તે સિવાય અહીંથી તેની એક પ્રતિ મળી છે. પાટણની પ્રતિ અહીંની પ્રતિના ઉતારારૂપ હાવા સાથે તે પ્રતિને કોઈ વિશિષ્ટ વિદ્વાને સજાવેલી છે. અહીંની પ્રતિ પણ સુધારેલી છે, જેના શેાધકે કેટલાક પાઠો બગાડયા છે. આ પ્રતિ નજરે જોવાથી એ ભ્રમણાઓને આપણે નિઃશંકપણે સુધારી શકયા છીએ. અને એમાંથી કેટલીક નવી પંક્તિ પણ મળી આવી છે. અનુયાગદ્દારસૂત્રની મૂળ પ્રતિ પણ મને પાઠભેદની દૃષ્ટિએ મદદગાર થઈ છે. ટીકાકાર આચાર્યં શ્રી હેમચંદ્ર મલધારીએ જે પાઠભેદો આપ્યા છે, તે પૈકીના કેટલાક પાઠભેદો મને આમાંથી મળ્યા છે. જોકે મેં મલધારી મહારાજે ભેગા કરેલા આદર્શો પૈકી ધણા મેળવી લીધા છે, તેમ છતાં હજુ પણ અમુક આદર્શે (પ્રત્યંતર) મારા હાથમાં આવવા બાકી છે. એટલે મૂળસૂત્રનુ' અનુસંધાન એટલું ખડિત જ રહેશે. સંભવ છે, કોઈ નવા આદર્શ કયાંયથી મળી આવે. ખંભાતના લડાર તપાસવે! બાકી છે જ. જ્ઞાનાંજલિ અહીં આવીને અમે અનુયાગદ્દારસૂત્ર અને તેની હારિભદ્દી અને મલધારી ટીકાએ અહીંના પ્રત્ય'તરા સાથે મેળવી લીધી છે અને પાઠે શુદ્ધ કરી લીધા છે. બૃહત્કલ્પ અને તેની ટીકાની પ્રાચીન પ્રતિ મળી તેને પણ અમે મેળવી લીધી છે. આ કામ પડિત અમૃતે કર્યું છે. અને ભાઈ નગીનદાસે પણ તેમાં ભાગ આપ્યા છે. જ્યોતિષકરડક અને સૂર્યપ્રાપ્તિ પણ સુધારી લીધાં છે. જ્યોતિષકર ડકમાં ગાથા વગેરે કાગળની પ્રતિઓમાં અસ્તવ્યસ્ત મળી આવે છે, તે અહીંની પ્રતિમાંથી ઠીક મળી આવ્યાં છે; છતાં હજીય ગોટાળા તેા છે જ. સૂર્યપ્રતપ્તિ પણ અહીં અતિ પ્રાચીન હેાવાને લીધે ડીક થઈ ચૂકી છે. મૂળસૂત્ર અમે ગુજરાત આવીને પાટણની અને મારા પાસેની તાડપત્રીય પ્રતાને આધારે તૈયાર કરીશું. રસપ્રદ પ્રશસ્તિઓ-પુષ્પિકાએ એક ભવભાવનાપ્રકરણ–આચાય મલધારીકૃત સ્વાપ્રજ્ઞ ટીકાની બે પ્રતિએ અહી છે. તેને સંશાધન માટે ઉપયાગ કર્યાં છે. આ પ્રતિના અંતની ગ્રંથકારની પ્રશસ્તિ અને લખાવનારની પ્રશસ્તિ ઘણા રસ પેદા કરે તેવી છે. લખાવનારની પ્રશસ્તિને આધારે એ જમાનામાં આ ગ્રંથ તરફ લોકોને કેવા આદર હતા તે જણાય છે, એ આપણતે આનદ આપે તેવી વસ્તુ છે. આવી પુષ્પિકાએ અહી ત્રણ જાતની મળી છે. આ પ્રકરણની ટીકાના આદિ ભાગમાં જે તેમિનાથચરિત્ર છે તેની પણ જુદા ગ્રંથ તરીકેની નકલ અહીં છે, અને તેના અંતમાં સહજ ફેરફાર સાથે ભવભવનાપ્રકરણવૃત્તિના અંતમાં આવતી પ્રશસ્તિ જ લખવામાં આવી છે. પ્રતિ તે અરસાની હાઈ એટલે કે સંવત ૧૨૪૫માં લખાયેલી હાઈ મલધારી મહારાજે પોતે જ તેમ કર્યુ હશે તેમ લાગે છે. અધૂરી યાદીએ અહીંના ભંડારની ઘણી પ્રતા અસ્તવ્યસ્તપ્રાયઃ છે. શ્રીયુત સી. ડી. દલાલના લિસ્ટમાં જે નામેા નોંધાયાં છે તે માત્ર અમુક પાનાં હાથ આવી ગયાં કે અમુક નામ જોઈ લીધુ તેટલા ઉપરથી જ થયું છે. આજે ભડારમાં એવી ઢગલાબંધ પેાથીઓ છે, જેમાં એક એક પોથીમાં દસ-દસ અને વીસ-વીસ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૧ જેસલમેર પત્રધાર ગ્રંથોનાં પાનાં ભરાઈ બેઠાં છે. જે ગ્રંથે આજે ભંડારમાં અધૂરા છે તે બધાયનાં પાનાં આ પોથીએમાં નજરે આવે છે. અહીં આવનાર દરેકેદરેકે ભંડારને પોતાના કામપૂરતો છે, પણ કોઈએ આખા ભંડારને તપાસીને અને તેનું પૃથ્થક્કરણ કરીને ભંડારને વ્યવસ્થિત કરવાનું કામ ક્યું નથી. શ્રીયુત દલાલના લિસ્ટમાં જે ગ્રંથને પૂર્ણ લખ્યા છે તે પૈકીના લગભગ સંખ્યાબંધ ગ્રંથે અપૂર્ણ છે. જે ગ્રંથને શ્રીયુત દલાલે પોતાની નોંધમાં Incomplete અને and other loose leaves આદિ જણાવેલ છે, તે પૈકીના સંખ્યાબંધ ગ્રંથને અમે પૂર્ણ કર્યા છે. અમુક વર્ષ પહેલાં અડી શ્રી જિનપરિસાગરસૂરિજી મહારાજે બૃહતકલ્પભાષ્યની પ્રતિમાં ખૂટતાં પાનાં લખાવ્યાં છે એ પ્રતિનાં ખૂટતાં એ પાનાં અમે આ ત્રુટિત પત્રસંગ્રહમાંથી શોધી કાઢયાં છે. સી. ડી. દલાલની નોંધમાં કવિરચિત વક્રોકિતજીવિતની માત્ર એક જ પ્રતિની નોંધ છે, જ્યારે ત્રુટિત પાનાંઓમાંથી અમે એક બીજી પ્રતિ–અને તે પણ દલાલે નોંધેલી પ્રતિ કરતાં ઘણી જ પ્રાચીન પોથી છે તે—શોધી કાઢી છે. ગ્રંથની અસ્તવ્યસ્ત સ્થિતિનું કારણ અહીંના ભંડારનાં પુસ્તકો જે રીતે અસ્તવ્યસ્ત દેખાય છે, અને આપણા ગુજરાતમાં પણ એ રીતે જ પાટણ, અમદાવાદ, લીબડી વગેરેમાં બન્યું છે, તેનું કારણ આપણી જ્ઞાનપાંચમ પણ છે. લોકે સમજ્યા વિના પ્રતો છૂટી મૂકે અને પછી તેને (તેનાં પાનાંને) કેમ મેળવવાં એ ખબર ન પડે એટલે જેમ આવે તેમ પ્રતો અસ્તવ્યસ્ત ભેગી કરવામાં આવે. આ રીતે આપણી અવિવેકભરી જ્ઞાનભક્તિને લીધે આપણા હાથે સેંકડો ગ્રંથે નાશ પામ્યા અને ખંડિત થઈ અસ્તવ્યસ્ત પણ થઈ ગયા. આપણી જ્ઞાનભક્તિ આપણા ભંડારોને અને તેની રક્ષાને લગતો ઈતિહાસ જેમ આપણને ઉજજ્વળ બનાવે તે છે, તેમ તેમાં આવાં અવિવેકનાં ધાબાં પણ પડેલાં છે, તેમ છતાં જૈન પ્રજાએ જેટલું સાહિત્ય સરજાવ્યું છે અને જે રીતે સાચવ્યું છે, અને આજે પણ સાચવી જાણે છે અને જે દુનિયામાં બીજે ક્યાંય જડે એમ નથી. આપણું ભંડારોમાં અભ્યાસની દૃષ્ટિએ, જ્ઞાનની દષ્ટિએ, તુલનાની દષ્ટિએ, અને ખંડનમંડનની દષ્ટિએ વગેરે અનેક દૃષ્ટિએ જે રીતે જ્ઞાનરાશિ અથવા પુસ્તક રાશિ સચવાયેલો છે, તેટલે અને તેવો કોઈએ ભાગ્યે જ સાચવ્યું હશે. આજે તો આવા પ્રાચીન જ્ઞાનભંડારોની જોડ જેનો સિવાય બીજે ઓછી જ જડશે. આજે ભાંડારકર ઇન્સટટયૂટ વગેરેના સંગ્રહો એ મોટે ભાગે જેનોના જ સંગ્રહનું ફળ છે. અરતુ. હવે મૂળ વાત. લૂણુ માટે રસોઈ બગાડવા જેવું અહીંના જ્ઞાનભંડારમાં સંખ્યાબંધ ગ્રંથો પ્રાચીન–પ્રાચીનતમ છે, જેનો આપણે આજે ઉપયોગ કરવો જ જોઈએ. નહિ તો આપણું સાહિત્ય નિર્માલ્ય જ રહી જશે. આજે આપણે મુકિત ગ્રંથ અંગે એવા સંખ્યાબંધ દાખલાઓ આપી શકીએ તેમ છીએ કે પ્રાચીન પ્રતિઓ સાથે સરખાવી ન શકવાને લીધે એ ગ્રંથે કેટલા બધા અશુદ્ધ રહેવા પામ્યા છે. માત્ર જૈન ગ્રંથો જ નહિ પણ જેનેતર ગ્રંથો–દાર્શનિક આદિ વિષયને લગતાનીપણુ એ જ દશા છે. મારી તો એ ઇચ્છા છે કે અહીંના અને પાટણ-ખંભાતના ભંડારોમાં એવી એવી જે અગિયારમાથી તેરમા અને વધારેમાં વધારે ચૌદમા સૈકા લગભગ લખાયેલી દરેક પ્રતિને આપણે આપણું મુદ્રિત કે અમુદ્રિત પ્રતિઓ સાથે સરખાવી લેવી જોઈ એ. પંદરમા સિકા પછીની પ્રતિઓ મોટે ભાગે બેકાળજીથી લખાયેલી હોવાને લીધે અને આપણી કૃપણુતાને પરિણામે અશુદ્ધપ્રાયઃ અને અવ્યવસ્થિત રીતે લખાયેલી છે. આ વસ્તુ અહીંના શેઠ શ્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] જ્ઞાનાંજલિ ધરણશાહના ગ્રંથો અને પાટણ આદિમાં શ્રી દેવસુંદરસૂરિજીએ લખાવેલા આદિ ગ્રંશે જોતાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રાચીન પ્રતિઓ આપણે જોઈશું તો તેમાં અનેક જાતનાં ચિહ્નો, શ્લોક આદિના અંકે, અધિકાર પૂર્ણ થતો હોય ત્યાં વિવિધ નિશાનીઓ અને શોભન વગેરે જોવામાં આવે છે, જ્યારે આપણું કાર્પષ્યદોષથી લહિયાઓ સાથે પુસ્તક લખાણના ભાવ અંગેની રકઝકને લીધે લહિયાઓએ માત્ર અક્ષરો લખવાનું કામ જારી રાખ્યું અને વચમાં આવતાં ચિહ્નો, નિશાનીઓ વગેરે બધુંય અને તે ઉપરાંત ગાથા આદિને અંકે વગેરે પણ લખવું છોડી દીધું. ખરે જ, આ વસ્તુ લૂણ માટે જેમ આખી રસોઈ બગાડવામાં આવે તેના જેવી બની છે. હજારો કોના ગ્રંથમાં અંકે, ચિહ્નો વગેરેના ક્ષે કોની ગણતરી જ લખાણ તરીકે કરવામાં ન આવે તો લહિયાની આંખે આપણે જરૂર જ ચડીએ. પરંતુ વણિકવૃત્તિ હોય ત્યાં વિવેક કેટલીક વાર જતો રહે છે. અરે, વરતું કેવી કદરૂપી બની જાય છે તે ધ્યાનમાં આવતું જ નથી. આજે પણ પુસ્તકની બાબતમાં જૈન સાધુઓને લહિયાઓ સાથે આવી રકઝક કાયમ ચાલતી મેં નજરે મોટે ભાગે દરેક સ્થળે અનુભવી છે. તેથી એ બધાએ શું શું ખોયું છે તેની મને વધારેમાં વધારે માહિતી છે. અસ્તુ. મારા પત્રમાં આડી વાતો આવી જાય છે. પણ મને થાય છે કે આપણે કેટલાક આવા વ્યવહારોને લીધે આપણે પોતે ઉપર જણાવ્યા મુજબ કેવી કેવી હાનિ હાંસલ કરી છે, તેને આપણને ખ્યાલ આવે. સિદ્ધહેમ તથા બીજી હસ્તપ્રતો મારી તો ઇચ્છા છે કે અહીંના ભંડારની પ્રાચીન દરેક પ્રતિનું સરખામણી કરીને સંશોધન કરી લેવું. એ કારણથી પંચાશક, ધર્મબિંદુ વગેરે જેવા ગ્રંથે અમે મેળવી લીધા છે. પંચાશક સટીક જેવા વિશિષ્ટ ગ્રંથની તો ગ્રંથકારની ગ્રંથરચનાના નજીકના સમયમાં લખાયેલી જ એક નકલ અહીં છે. અમે તેનો પણ ઉપયોગ કરી લીધો છે. સિદ્ધહેમ વ્યાકરણની કેટલીક પ્રાચીન પ્રતિઓ પણ અહીં છે. તેનો પણ અમે ઉપયોગ કર્યો છે અને કરી લઈશું. એક પાંચમો અધ્યાય તે સં. ૧૨૦૬માં લખાયેલું છે. સિદ્ધહેમ વ્યાકરણ દરેક દષ્ટિએ તૈયાર કરવા જેવી વસ્તુ છે. ઘણાએ એના માટે શ્રમ કરે છે, છતાં તેમાંથી ઊણપો રીતસર કેઈ દૂર કરતું નથી; અધરથી જ બધાએ કામ કર્યું જાય છે અને એ રીતે ધનનો અવ્યવસ્થિત રીતે વ્યય થાય છે. નવી ટીકાઓ રચવાના વ્યામોહ કરતાં જે વસ્તુ વિદ્યમાન છે તેને સુરૂપ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો ઘણું ચગ્ય થાત. પણ કેઈની ઈચ્છાને આપણે થોડી જ રોકી શકીએ છીએ ? અહીંના ભંડારમાં સિદ્ધહેમ ઉપરના શ્રી કનકપ્રભસૂરિકૃત લધુન્યાસની ચતુષ્કવૃત્તિનો અંશ ૧૨૭૧માં લખાયેલો છે, અને તે પ્રથમદર્શ છે, એમ તેના અંતના व्याकरणचतुष्कावणिकायां षष्ठ; पादः समाप्तः ॥ प्रथमपुस्तिका प्रमाणीकुता ॥ छ । संवत् १२७१ वर्षे कार्तिक शुदि ६ शुक्र श्रीनरचन्द्रसूरिणामादेशेन पं. गुणवल्लभेन सामर्थितेयं पुस्तिकेति છે ઘરથા રરર મંતરતુ I આ પ્રમાણેના ઉલ્લેખથી આ પ્રતિ પ્રથમદર્શ હવા વિષે શંકાને સ્થાન નથી લાગતું. ગ્રંથકાર અને ગ્રંથરચનાને સમય પણ ઘરમાન જ છે. સચવાયેલા વિવિધ ગ્રંથ ભંડારને જેમ જેમ તપાસતા જઈએ છીએ તેમ તેમ અનેક દષ્ટિએ નવું નવું મળતું રહે જ છે. આચાર્ય પાદલિપ્તસૂરિકૃત તિગ્મરંડકની ટીકાની પ્રતિ પણ ભંડારમાંથી મળી આવી છે. શ્રી સી. ડી. દલાલની કે કોઈની નોંધમાં આ મહત્ત્વના ગ્રંથની નોંધ નથી. સન્મતિતર્ક, તત્ત્વસંગ્રહ વગેરે જેવા ગ્રંથે બારમા સિકાની પ્રતિકૃતિએ છે, અને બીજુ ઘણું ઘણું સાહિત્ય ભંડારમાં છે અને ઘણું આજે પણ સારી સ્થિતિમાં છે. વિશેષાવશ્યક મહાભાષ્ય, જેની મેં ઉપર નોંધ લીધી છે, તે ગ્રંથ આજે પણ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૬૩ અખંડ રીતે સચવાયેલ છે, અને એ રીતે સંખ્યાબંધ કાવ્ય, છંદ, અલંકાર, કેષ અને દાર્શનિક સાહિત્યના ગ્રંથે સરસ રીતે સચવાયેલા છે. કેટલાય ગ્રંથો–ભગવતીસૂત્ર આદિ જેવા–સચવાયેલા છે અને તેનાં તાડપત્રો એટલાં ઉત્તમ જાતિનાં છે કે એ પ્રતિ સં. ૧૨૭૧માં લખાયેલી છે, છતાં હજુ હું શરત સાથે કહી શકું છું કે બીજા હજાર વર્ષ સુધીમાં પણ કોઈ કુદરતે ધારેલે કપ ન ઊતરે તો—તેને લેશ પણ આંચ આવે તેમ નથી. અહીં લાંબામાં લાંબી તાડપત્રની પિથી ૩૮ ઈંચ લાંબી અને પહોળી ત્રણ ઈચ લગભગની મળી આવી છે. પ્રચલિત કિંવદન્તીને નિષેધ અહીંના ભંડારો વિષે કિંવદન્તી ચાલે છે કે, આ ભંડાર પાટણથી રાજદ્વારી વિપ્લવના પ્રસંગમાં સુરક્ષિત સ્થાન સમજીને અહીં લાવવામાં આવ્યો છે. પણ આજે ભંડારમાં જે પોથીઓ વિદ્યમાન છે તે જોતાં એમ માનવાને કશુંય કારણ નથી. જે તે સમયને એ ભંડાર હોય તો તેમાં બારમા અને તેરમા સૈકા પહેલાંનાં જ લખાયેલાં પુસ્તક વધારે હોવાં જોઈએ. પરંતુ અહીંના આખા ભંડારને તારવીએ તો બારમા સૈકામાં લખાયેલાં પુસ્તકે પાંચ-પચાસ કે પોણો જ છે; જ્યારે તે બાદનાં સંખ્યાબંધ છે. ખાસ કરીને અત્યારે ભંડારમાં જે ગ્રંથસંગ્રહ છે તે ખરતર આચાર્ય વર શ્રી જિનભદ્રસૂરિજીના ઉપદેશથી ખંભાતના રહેવાસી શ્રેષિવર પરીક્ષક (પારેખ) શ્રી ધરણુ શાહે લખાવેલ છે અને તેણે આખા ભંડારનો એક તૃતીયાંશ અથવા તેથી પણ અધિક ભાગ રોક્યો છે. બાકીનો તેરમા અને ચૌદમા સિકામાં લખાયેલું છે. એટલે ચાલી આવતી કિવદન્તી બહુ વજૂદવાળી દેખાતી નથી. અહીં એક ગુપ્તસ્તંભ હોવાની માન્યતા છે તેના મૂળમાં શું તથ્ય છે એ તો અત્યારે આપણે શું કહી શકીએ ? [“જૈન” સાપ્તાહિક, તા. ૭, ૧૪ અને ૨૧ મે, ૧૯૫૦] [૩] | [ સં. ૨૦૦૬ના માહ સુદ ૧૨, ફાગણ સુદ ૧૨, ચૈત્ર વદ ૨ અને વૈશાખ સુદ ૬ના રોજ પૂ. મુનિશ્રી જંબુવિજયજી ઉપર લખેલા પત્રોમાંથી ] ફલેધીથી અમે સેળ માઈલ અને અઢાર માઈલના વિહાર કરીને પણ છ દિવસે અહીં મેળા ઉપર આવી ગયા છીએ. થાકની તો વાત જ ન પૂછશે. આ વખતે અમારો વિહાર કઠિન થયો છે. કાંઈ વયે પણ અસર દેખાડવા માંડી છે. જોકે બીજી તો ખાસ અસર નથી, છતાં અમુક અસર તે થાય જ; છતાં અહીં પહોંચતાં અને અષ્ટસિદ્ધિ થતાં થાક જતો રહ્યો છે અને જતો રહેશે. દ્વાદશાર (દ્વાદશારયચક્ર)ના મૂળ માટે હું સતત જાગૃત છું; પાનાં પાનાંને ફંફોળું છું. અહીં આવી જેસલમેરથી દસ માઈલ લેવાઇ છે ત્યાં મેળામાં ગયા. ત્યાંથી આવી તરત જ ભંડાર ખોલાવ્યો છે, અને તાડપત્રીય પ્રતિઓ લાવીને સંશોધનનું કામ શરૂ કરી દીધું છે. આ પ્રદેશને લગતા કેટલાક સમાચારો–પાકીસ્તાનના તોફાનોને લગતા–પેપરમાં આવવાથી કેટલાકને અમારા માટે ચિંતા થાય છે. આપ એ વિષે ચિંતા ન કરતા. અહીં કોઈ વાતે વધે નથી. અલબત્ત, અહીં આખા પ્રદેશમાં લશ્કર ઘણું રાખવામાં આવ્યું છે, એ વાત ખરી છે. પણ આ તરફ કોઈ વાતને ભય નથી. એટલે આપ એ વિષે નિશ્ચિંત રહેશે. આપ સૌના સભાવથી અને Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] જ્ઞાનાંજલિ હું જે કામ માટે આવ્યો છું તેના પ્રભાવથી અમે નિરુપદ્રવ રહીશું, એવો મારો વિશ્વાસ છે. અહીં આવીને અમે ભંડાર બરાબર તપાસ્યો નથી. પણ જે જે ગ્રંથનું સંશોધન કરવાનું છે, તે તે ગ્રંથની પ્રતિઓ પસંદ કરીને લાવીએ છીએ, અને સંશોધન કરીને પાછી મૂકી આવીએ છીએ. આજ સુધીમાં અમે ૧. અનુગઠારસુત્ર-તેની ચૂર્ણ, હારિભદ્રવૃત્તિ અને માલધારીયા વૃત્તિ. ૨. સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા. ૩. તિગ્મરંડક ટીક. ૪. ભવભાવના સટીક. ૫. પંચાલક સટીક. ૬. બૃહકલ્પ સટીક. . વિશેષાવશ્યક ભાષ્યની કેપી. ૮. ઘનિર્યુક્તિભાવની નકલ. ૯. ધર્મોત્તર મલવાદીય ટિપન. ૧૦ પ્રજ્ઞાપના સૂત્ર મૂળ વગેરે ગ્રંથોનું કામ કર્યું છે, બીજાનું ચાલુ છે. અહીંને ભંડાર અસ્તવ્યસ્ત ઘણે છે, તેમ તેમાં કેટલીક પ્રતિઓ ગ્રંથકારોના સમસમયમાં લખાયેલ હોઈ તીર્થરૂપ અને શુદ્ધતમ છે. સંશોધનની દષ્ટિએ ઘણી જ મહત્ત્વની આ પ્રતા છે. બાકી ગ્રંથ અધૂરા પણ ઘણું છે; અસ્તવ્યસ્ત પણું ઘણું છે; કેટલીક પોથીઓમાં તો પાંચ-દશ જ નહિ, પણ પંદર-પંદર વીસ-વીશ પ્રતિઓનાં પાનાં ભળી ગયાં છે. એ પાનાં જે જે પોથીઓનાં હોય તેમાં હું વ્યવસ્થિત રીતે તપાસીને મૂકવા પ્રયત્ન કરે છું. હવે એ કામ કરવાનું છે અને બરાબર થશે. ધર્મોત્તરનું મલવાદીય ટિપન અહીંની બે અને પાટણની એક–એમ ત્રણ પ્રતો સાથે મેળવીને તૈયાર થયું છે. આપને એ મેકલવામાં આવશે. ત્રણ પ્રતિ મેળવવા છતાં આદિનો અને વચમાંને જરા જરા ભાગ ખંડિત તો રહેશે. ત્રણે પોથીઓ જીર્ણ અને ખંડિત જ મળી છે, છતાં ત્રણના આધારે અલ્પ અંશ જ ન્યૂન રહેશે. હજી તપાસ ચાલુ છે, કદાચ અપૂર્ણ પોથીમાંથી પ્રતિઓના ટુકડા મળી આવે પણ ખરા. ધર્મોત્તર ઉપર એક બીજું ટિપ્પણ પણ અહી છે. તે બૌદ્ધ આચાર્યનું છે. કર્તાનું નામ નથી, પણ પ્રતિ ૧૧૧૬માં લખાયેલી હોઈ ઘણી સારી છે. તેની અમે ફેટો કોપી કરી લઈશું. અમે તો અહીં જે જે જૈન-જૈનેતર સાહિત્યગ્રંથો, ચરિત્ર અને દાર્શનિક, આલંકારિક વગેરે ગ્રંથે છે તે દરેકનો સંશોધન દ્વારા ઉપયોગ કરી લઈશું. જે ગ્રંથે નહિ મળતા હોય તેની નકલે પણ કરી લઈશું. અહીં આવનારા દરેકે ભંડારને સુધારવાને દાવો કર્યો છે, પણ ખરી રીતે તેવું કશું જ કઈ કરી શક્યા નથી. જ્યાં સુધી ગ્રંથના અધવચમાંનાં પાનાં કયા ગ્રંથમાં હશે, તેની કલ્પના ન આવે ત્યાં સુધી આ ગ્રંથાલયને વ્યવસ્થિત કરવાની વાત ફાંફાં જેવી છે. હું આ એકેક ગ્રંથનાં પાનાંઓને જુદા પાડી પારખીને યોગ્ય કરી સાથે મૂકી દઉં છું. વિશેષાવશ્યકની કેટયાચાર્યાય પોથી અહીં છે. હું એને મેળવી લઈશ. પણ ટીકા અહીં જડી નથી. કદાચ અપૂર્ણ પોથીઓમાંથી મળી આવે તો ના ન કહેવાય. દ્વાદશારની પ્રતિ મળવાનો સંભવ અત્યારે ન જ કહેવાય. હમણાં એક નવી પોથીની ભાળ લાગી છે. તેની મેં તપાસ કરાવી છે. જે ખાસ હશે તો મેળવીશું. મને નથી લાગતું કે કોઈ ખાસ હોય. તપાસ કરાવી છે. સિદ્ધહેમલધુવૃત્તિને એક અધ્યાય અહીં ૧૨૦૬માં લખેલે હતો તે મેળવી લીધો છે. બીજા અધ્યાય ૧૨૧૬માં લખાયેલા છે તે પણ મેળવી લઈશું. સિદ્ધહેમ અને બૃહદ્વત્તિ બરાબર તૈયાર કરવા જેવી વસ્તુ છે. અમે અહીંથી અમારી પાસેનાં કીમતી લિખિત પુસ્તકે અત્યારે તો ગુજરાત મોકલી આપ્યાં છે. દ્રવ્યાલંકારની કોપી પણ કરાવી લઈશું. તવસંગ્રહ અમે મેળવી લઈશું. ઉપરાંત માઠરવૃત્તિ, અભિધાવૃત્તિમાતૃકા વગેરે જે ગ્રંથે પ્રાચીન છે તેને મેળવી લઈશું, જેથી સંશોધનમાં તેને યોગ્ય ઉપયોગ થઈ શકે. અહીંના ભંડાર અંગે પાટીઓ, બંધ, પેટીઓ વગેરે કરાવવાનું છે. આ માટે મુંબઈ ગોડજીના શ્રીસંઘે ખર્ચ કરવાનું કબૂલ કર્યું છે. ફોટોગ્રાફનું ખર્ચ ફોટોગ્રાફની નકલો જે જે મહાનુભાવો લેશે તેમના ઉપર જશે. - બાકી મને એટલું જરૂર થયું છે કે, જે અહીં ન આવ્યા હોત તો આપણું આગમ-સંશો Page #10 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા ધનમાં એટલી ઊણપ જ રહી જાત. અહી જે પંદરમા સૈકામાં અને તે પછી લખાયેલા તાડપત્રીય ગ્રંથ છે તે તે અશુદ્ધૃની દૃષ્ટિએ કાગળની પ્રતાને મહાત કરે તેવા છે. બારમા-તેરમા સૈકામાં જે પ્રતા લખાઈ છે તે બધી દિવ્ય સ્વરૂપી પ્રતિ છે, ચૌદમા સૈકામાં કાંઈ ઠીક. છતાં એટલે ઉપકાર કે કેટલાક અલભ્ય ગ્રંથે એ લખાણમાંથી આપણને મળી આવે છે. * અત્યારે તે હું સંશોધનનું કામ કિનારે રાખીને આખા ભંડારને તપાસી રહ્યો છું. એક એક પેાચીમાં સંખ્યાબંધ ગ્રંથનાં પાનાંઓ ભેગાં થઈ તે બનેલી પેાથીઓને મેં વિભાગવાર વહેંચીને ભંડારના સંખ્યાબંધ ગ્રંથાને પૂરા કર્યાં છે; નહિ એળખાતા ગ્રંથાને ઓળખી કાઢયા છે; નહિ તપાસાયેલા અને ભ્રામક નામાવાળા ગ્રંથોનાં સત્ય નામેા પારખી કાઢવાં છે. સૂર્યપ્રપ્તિટિપ્પણ નામનું પુસ્તક જોયું ત્યારે શ્રી પાદલિપ્તાચાર્યની જ્યોતિ સ્૩વની વૃત્તિ નીકળી આવી છે, જેને નિર્દેશ શ્રી મલયગિરિજી મ. સૂર્યપ્રાપ્તિ આદિમાં કરે છે. આજ સુધી એ જાણવામાં આવી નહેાતી. એ ગ્રંથ અહી'થી મળેલ છે. અને એ રીતે અનેક ગ્રંથૈાનાં પાનાંઓ, ટુકડાઓ જે નિરુપયેાગી દશામાં પડેલાં હતાં તે બધાંયને પુનઃ પેાતાના કુટુંબમાં ભેળવીને સાપયેાગી બનાવી દેવામાં આવેલા છે. * [ ૨૬૫ * સન્મતિની ટીકા અહીં બારમા સૈકાના પૂર્વાધમાં લખાયેલા જેવી અનુમાન દેખાય છે. એક્િકર રહેજો, હું પ્રત્યેક ગ્રંથને ઉપયાગ વ્યવસ્થિત રીતે કરી લઈશ. નહીં તે! આખા ગ્રંથેના ફોટોગ્રાફસ લઈને સાંપીશ. તત્ત્વસ'ગ્રહની પ્રતિ–ટીકાસહ પ્રતિ-દિવ્ય અહીં છે. તેની સંશોધિત નકલ આપીશ. સાંખ્યતત્ત્વકૌમુદી વગેરે ગ્રંથ પણ તે જ રીતે કાર્યો કરવા માટે સાંપીશ. આખા ભંડાર દિવ્ય રૂપ છે. હવે તેા મારી ઇચ્છા એ જ છે કે, આપણે સત્વર મળીએ અને મહત્ત્વનાં કાર્યાંને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સશેાધનસિક મુનિવરોનું મંડળ સ્થાપી શકીએ તે। ઘણું જ સારું થાય. અત્યારે તે હું આખા ભંડારને વ્યવસ્થિત બનાવી રહ્યો છું. [‘જૈન' સાપ્તાહિક, તા. ૧૧ અને ૧૮ જૂન, ૧૯૫૦ ] [ ૪ ] મુ. બાલાપુર-મુનિ શ્રી જબુવિ યાગ્ય............મારું શરીર ધણું સારું છે અને કામ બરાબર ચાલે છે......... આપ જાણીને રાજી થશે। કે અહીંના ભડારનું પાનું પાનું તપાસી લીધું છે. બધા ગ્રંથૈને સરસ રીતે વ્યવસ્થિત કરી દીધા છે, અને આખું લિસ્ટ રિપોર્ટના સ્વરૂપમાં તૈયાર થઈ ચૂકયું છે. આજે જ પૂર્ણાહુતિ થઈ છે. મે મહિના પુસ્તકોની વ્યવસ્થા-લિસ્ટ પાછળ ગયા છે. હવે બીજી કામ શરૂ કરીશું. ભડારમાંથી આચાર્ય પાદલિપ્તની જ્યાતિષ્ઠર ડક ટીકા મળી છે. સસિદ્ધાન્તપ્રવેશ નામને ગ્રંથ ષગ્દર્શનને મળતા છે. અહી એ નકલા છે, તેની કાપી કરી રહ્યો છુ. એકાદ બે દિવસમાં પૂર્ણ થશે. પ્રમાણાંતર્ભાવ નામના જૈન ગ્રંથની કાપી પણ કરી લેવાની છે. આપને ઉપયાગી થશે એ દૃષ્ટિએ જાતે જ કૉપી કરવામાં આવે છે. આ સિવાય સાંખ્યસમતિકા ઉપર એ નવીન ટીકા મુદ્રિતથી અન્ય પણ મળી આવી છે. તેની નકલા પણ થશે. પ્રતિ એક ૧૧૭૧ ની લખેલી છે અને બીજી પણ એટલી જ્ઞાનાં. ૩૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૨૬૬] જ પ્રાચીન છે. ટીકાકારોનું નામ લખ્યું નથી; એકમાં નામ હતું તે કપાઈ ગયું છે, અને માત્ર એક + અક્ષર જ રહ્યો છે. તે પછીના ત્રણ અક્ષરો કપાઈ ગયા છે. મઠિર તો નહિ જ, કારણ કે આ વૃત્તિ જુદી અને મોટી છે. મારે તો છપાઈ છે. તે સાથે તો સરખાવી દીધી છે. બીજીમાં તો નામ જ નથી. બંનેયની નકલ કરાવી લઈશ. મેળવીને જોવા મેકલીશ. આગમોની પ્રતિ આગમોની પ્રતિઓ કેટલીક તો બહુ પ્રાચીન અને સરસ છે. જે હું અહીં આવ્યો ન હોત તો એટલું કામ અધૂરું જ અને અપૂર્ણ જ રહેત. દશવૈકાલિક ચૂર્ણિ છપાઈ છે. તેની પ્રાચીન પ્રતિઓ પાટણમાં પણ છે. તે સરખાવીને હું મારી પ્રતિ અહીં લઈ આવ્યો છું; અહીંની પ્રાચીન પ્રતિ સાથે મેળવી ત્યારે ભવાડા જેવું જ લાગ્યું. આપ જાણુને આશ્ચર્ય પામશો કે મુદ્રિત અને આપણા ભંડારાની પ્રાચીન પ્રતિઓના અંતર્ભાગમાં એક તાડપત્રીય પાના જેટલે પાઠ જ નથી. અહીંની પોથીમાં એ બધે જ પાઠ છે. ગ્રંથકાર-ચૂર્ણિકાર સ્થવિરના નામની પ્રશસ્તિ વિગેરે બધુંય છે. આ રીતે આપણે માટે અપૂર્વ વસ્તુ મળી ગણાય. મેં તો છેવટે અહીંની પ્રતિ ઉપરથી નકલ કરાવવાનો જ નિર્ણય જ પ્રાચીન પ્રતિ છે તે સાથે મેળવી લઈશ. અહીં કેટલાય ગ્રંથોની પ્રતિ એવી છે કે જે ગ્રંથ રચાયેલ હોય તે પછી તરતની જ અથવા તે જ સમયની છે. ધર્મવિધિ. કર્મગ્રંથની ટીકાઓ, ભવભાવના સટીક, પંચાશક આદિ અનેક ગ્રંથે આ કેટિના છે. અમે બધા જ મેળવી લીધા છે અને બીજા મેળવી લઈશું. સમિતિતને એક ખંડ અહીં અધૂરો છે, બીજે છે જ નહિ. પણ અહીં જે તાડપત્રના સેંકડો ટુકડાઓ પડ્યા છે એ ટુકડા ટુકડાને મેં અનેક વાર જોઈ નાખ્યા છે. જ્યારે જ્યારે જોઉં છું ત્યારે અપૂર્વ વસ્તુ મળી જ આવે છે. એ રીતે સમિતિના પાનાનો એક ટુકડો મળી આવ્યો તેમાં પુષિકાને અંશ મળ્યો છે. તેમાં તરવવધવિધાવિન્ય સન્મતિટીઆવા અક્ષરો છે. આ ઉપરથી સમતિ નામનો ઉલ્લેખ મળે છે એ મહત્ત્વની વસ્તુ છે. ટુકડે તદ્દન નાને છે, પણ આ દષ્ટિએ મહત્ત્વનો છે. એવા તો મેં વિવિધ ટુકડાઓ કાઢ્યા છે. અનુયોગકારસૂત્રની પ્રતિના ટુકડેટુકડા થઈ ગયા છે; એ ટુકડાઓને મેં ટુકડાઓમાંથી જુદા વીણી કાવ્યા છે. એ એટલા મહત્ત્વના છે કે આજે આપણે જેમ પાઠભેદ વગેરેની નોંધે યોગ્ય પાઠ કો, કયો પાઠ ટીકાકાર સમ્મત છે વગેરે નોંધીએ છીએ એવી તેમાં નોંધ લીધી છે. આપ આ ટુકડા જોશો ત્યારે ખુશ થઈ જશે અને એટલું દેખાય છે કે આપણે નસીબવાન છીએ. સામગ્રી વિવિધ મળતી જ રહે છે. દ્વાદશારની પોથી કે બીજું કશુંય અહીં નથી. બૌદ્ધગ્રંથે પણ ખાસ અહીં નથી. બે-પાંચ છે. ન્યાયબિંદુ ટીકા આદિ અમુક ગ્રંથ છે. અહીં અમે જેટલા પ્રથે પ્રાચીન છે તેના આદિ-અંતનાં પાનાંના ફોટા જરૂર લેવાના છીએ જેથી ચિહ્નો, લિપિ વગેરેને પરિચય સહજ થાય. સચિત્ર પ્રતિઓના પણ ફેટા લઈશું તેમ જ મહત્વન ગ્રંથના ફોટાઓ લઈશું. એક વાત જણાવું: દ્વાદશારની પોથીમાં પુપિકાને અંતે જે ૨ ના અંક જેવું આવતું હતું તે શું એમ પ્રશ્ન થયો હતો. આપ જાણશો કે તે દંડમાત્ર જ છે. પ્રાચીન બારમા સૈકાની પ્રતિમાં એવા જ દંડ-પૂર્ણ વિરામ આવે છે. ૨૨ આ અગર આને મળતાં જ એ દંડો છે. આદિઅંતમાં આવતી આકતિઓ વગેરેના ફોટાઓ જરૂર લેવાના છે. અમારું કામ કેટલું બાકી છે એને ઉત્તર આપ જાણશે કે અહીં અમે આવતા માહ-ફાગણ સુધી રહેવાના છીએ. ત્યારે અને સતત કામ કરીશું ત્યારે કામ પૂર્ણ થશે. અહીં પ્રાચીન પ્રતિઓ Page #12 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૬૭ એવી છે કે મેળવી લીધા વિના ચાલે જ નહિ અને બીજે આપણને આવાં કે તેવાં પ્રયન્તરા જ મળશે નહિ. એટલે અહી' જે હાય કે છે તેનું કામ કરી અહીં' કરી લેવુ, જેથી આપણા મા સરળ બની જાય. અત્યારે અહીં સામાન્ય ગરમી છે. લૂ વગેરે કશું જ નથી, તેમ જ અમે એક સ્થળે સ્થાયી થઈ ને બેઠા છીએ, એટલે ગરમી અમને સતાવે તેમ નથી. જેસલમેરમાં બાર મહિનાના ધામાનુ નક્કી કરીને જ આવ્યા છીએ. ભંડારને સુરક્ષિત કરીશુ, પુરતાનુ સ’શાધન બરાબર કરીશું, તે બાદ જ નીકળીશું. ન્યાયક દલી વગેરે ધણા ઘણા ગ્રંથાની પ્રાચીન નકલા અહી' છે. તત્ત્વસ`ગ્રહની નકલ અહી. બારમી સદીની છે, એને પણ અમે મેળવી લઈશું. કાવ્યકલ્પલતાવિવેકની અહીં પ્રતિ છે, એ વિવેક કયા ગ્રંથ ઉપર છે તે ખબર પડતી નથી. વિવેક ગ્રંથ પણ જૈન છે અને તે જેના ઉપર છે તે ગ્રંથ પણ જૈન હાવા જોઈએ. પણ તે કયા તે ખબર પડી નથી. અમરચંદ્રની કવિકલ્પલતા નથી, કારણ કે વિવેકની પ્રતિ સ. ૧૨૦૫ માં લખાયેલી છે. અમરચંદ તેમાના ઉત્તરાર્ધના વિદ્વાન છે. વિવેક મળ્યા છે. કવિકલ્પલતા મળી નથી, તેને પ્રારંભ આ પ્રમાણે છેઃ यत् पल्लवेन विवृतं दुर्बोधं मन्दबुद्धिभिवाऽपि । क्रियते कल्पलतायां तस्य विवेकोऽवमतिसुगमः ॥ १ ॥ સૂર્યાયંત્રમસાતિ । “ વદ્યોતપોતા યંત્ર સૂર્યાચંદ્રમસાર '' કૃતિ વાટે ઇત્યાદિ છે. આથી કલ્પલતા મૂળ ગ્રંથ છે, જેના ઉપર પલ્લવ અને તે બન્નેય ઉપર વિવેદ છે. વિયેનુ નું નામ વર્ણવશેષ પણ છે. અત્યારે તે કોપી તૈયાર થઈ ગઈ છે. અમે તે અત્યારે બધા વિશિષ્ટ સ`ચય કરી રહ્યા છીએ. પછી બધુંય થઈ પડશે. શ્રીધરની ન્યાયક દલી આપના સગ્રહમાં છે? હોય તે મેળવવા કામ આવે. મારા પાસે નથી, તેમ મળતી નથી. હાય તેા અવસરે માકલાવવા કરશે. પ્રમાક્ષળ પણ અસલ પ્રતિ છે તે પણ મેળવી લઈશું. બનશે તેટલું અમે બધા કરી લઈશું તે જાણુશા. ખાસ સૂચવવા જેવું હેાય તે જણાવશે।. આધનિયુક્તિદ્રોવૃત્તિ ૧૧૧૭ ની લખેલી છે. એ રીતે બીજા ગ્રંથાનુ છે. આવા ગ્રંથા મેળવ્યા સિવાય કેમ રહેવાય ? અમે અહીંથી ત્રીજે વર્ષે ગૂજરાત પહેાંચવા ધારીએ છીએ અને આગમનું કામ વેગવાન ચાલે તેમ સ'કલ્પ. દ્વાદશાર પણ તે અરસામાં છપાય તે ઇષ્ટ છે. વિશેષ હવે પછી લખીશ. હમણાં જે ભાઈ એ અહીયાં ખર્ચ માટે શ. ૨૫,૦૦૦ ધરખર્ચ ખાતે લખીને આપ્યા છે તે આવ્યા છે. તે પણ જોવા-સાંભળવાની ઇંતેજારીથી આવ્યા છે. [ જૈન ' સાપ્તાહિક, તા. ૯ જુલાઇ, ૧૯૫૦ ] [ પ ] જેસલમેર-મુનિ પુણ્યવિજય. અમલનેર–મુનિશ્રી જ ખુવિ. ચેાગ્ય સુખસાતા. હું ધર્મ પસાયે તમારા પત્રા બધા જ મળી ગયા છે. મારી પ્રકૃતિ તદ્દન સ્વસ્થ છે. આનંદમાં છું. તમે પણ હશેા. અહીંનું પુસ્તકાની ફાટોગ્રાફીતું કાર્ય પૂર્ણ થઈ ચૂકયું છે. તમે મેાકલાવેલ નયનચક્રની B પ્રતિ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] જ્ઞાનાંજલિ તેમ જ શ્રી રંગવિમળજી મહારાજની પ્રતિઓ અને સિદ્ધિવિનિશ્ચયની બનેય પ્રતિઓની સરસ ફિલ્મ ઊતરી ગઈ છે. તમે જોઈને અતિ પ્રસન્ન થશે. મેં ડબલ કોપી પેઝીટિવની ઉતરાવવા વિચાર કર્યો છે, જેથી કઈ વાર તમને અને તમારે કાર્ય કરવાનું હોય ત્યારે હરકત ન આવે અને કામ ઢીલમાં ન પડે. દશવૈકાલિકની પ્રતિની પણ ફિલ્મ ઊતરી ગઈ છે. આ ઉપરાંત ઘણા ગ્રંથેની ફિલ્મ ઊતરી છે. વિશેષમાં હમણું એક બડે ભંડાર ખોલવામાં આવ્યું, તેમાંથી ચારનાર પ્રથમ વંદુની પ્રાચીન પ્રતિ, મુનિસુવ્રતલ્લામપ્રતિજરિત, સનાદ્વારઝૂળ તથા નન્ટીગ્રfનની પ્રતિઓ મળી ૨ છે, જે દિવ્ય છે. આ બધાની માઈક્રોફિલ્મ ઉતરાવી લીધી છે. અનુગદ્વાચૂર્ણિની પ્રતિ દિવ્ય છે. એટલે કે ગુજરાતમાંથી મળેલી ખંભાતના અને પાટણના ભંડારોની તાડપત્રીય તેરમા-ચૌદમે સૈકામાં લખાયેલી સાથે પાંચ મુદ્રિત પ્રતિને મેળવતાં પાનાંનાં પાનાં અને પંક્તિઓની પંક્તિઓ પડી ગયેલી મળવા ઉપરાંત હજારો અશુદ્ધિઓ મળી હતી. મને અભિમાન હતું કે આ પ્રતિ ઘણી જ શુદ્ધ થઈ ચૂકી છે, પરંતુ અહીંની પ્રતિ સાથે મેળવતાં મારા અભિમાનને ભુક્કો જ થઈ ગયો છે. આ ઉપરથી મને ખાતરી થઈ છે કે, આપણા પાસે પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ ન હોય તો આપણું શાસ્ત્રોને સર્વાગપૂર્ણ શુદ્ધ કરવાં એ અતિ દુષ્કર કાર્ય છે. આ વિષેની ખાતરી આ પૂર્વે થઈ ચૂકેલી છે અને હવે સવિશેષ થાય છે. આપણું ચૂર્ણિગ્રંથોમાં તો એટલી બધી અશુદ્ધિઓ છે કે જે લિપિનું અને તેના વિકારનું જ્ઞાન સ્પષ્ટ રીતે ન હોય તે ચૂર્ણિjથે સુધારા કદીયે શકય નથી. આચારાંગ ચૂર્ણિની જ વાત કરું કે આજે એની શુદ્ધ કે પ્રાચીન પ્રતિઓ આપણને મળતી નથી. જે મળે છે તે ચૌદમાપંદરમા સૈકામાં લખાયેલી મળે છે. એ બધી પ્રતો એક જ માની જણી સંતતિ સમાન છે. ઘણી વાર તો કાન-માત્રાનોયે ફરક એકબીજમાં ન મળે, લિપિને વિકાર પણ અતિવિષમ. આ પરિસ્થિતિમાં લિપિનું અને તેના વિકારનું પૃથક્કરણ ધ્યાનમાં ન હોય તો આ અને બીજી બધીએ ચૂર્ણિઓ શોધવી જરાય શક્ય નથી. અસ્તુ, આપણ નેહ પૂરતી અંતરની વાત થઈ. તમારા નયન માટે મને પ્રાચીન પ્રતિની ચિંતા સતત રહે છે. પણ હજુ જ્ઞાની ભગવંતની આપણા ઉપર એ માટે અમદષ્ટિ નથી ઊતરી. નંદિસત્રની જેટલી પ્રતિઓ ગુજરાતમાં મેં જોઈ મહાઅશુદ્ધ જ જોઈ. પણ અહીંની પ્રતિ જોઈને તો હું હર્ષઘેલ જ થઈ ગયો અને ગદ્ગદ જ થઈ ગયે. એટલી શુદ્ધ પ્રતિ કે તેની શી વાત કરું ! અનુગદ્વાચૂર્ણિ વિશે લખવું રહી ગયું, પણ તમે જાણું છે કે ગુજરાતની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ શુદ્ધ હોવા છતાં તેમાં કેવા વિકાર થઈ ગયા છે અને સંખ્યાબંધ ઠેકાણે બને ત્રણત્રણ લાઈનો પડી ગયેલી છે. ગુજરાતની પ્રતિઓમાં પેજ અસ્તવ્યસ્ત લખાયેલાં છે, જ્યારે અહીંની પ્રતિ તદ્દન વ્યવસ્થિત રીતે લખાયેલી છે અને અશુદ્ધિઓ હોવા છતાંય અતિઉપયોગી જુદા કુલની પ્રતિ છે. મેં ઉપર જણાવ્યું છે કે આ દષ્ટિએ અતિ મહત્વની આ બન્નેય પ્રતિઓની માઈક્રોફિલ્મ નકલ કરાવવામાં આવી છે, એમાં પ્રાચીન-પ્રાચીનતમ અલભ્ય, દુર્લભ અને શુદ્ધતમ આગમ, ભાખ, ચૂર્ણિ, વૃત્તિ, પ્રકરણ ગ્રંશે અને તે ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કાશ, અલંકાર, છંદોગ્રંથો અને જૈન-જૈનેતર દાર્શનિક ગ્રંથે ઉપરની જૈનાચાર્યોની વ્યાખ્યાઓ વગેરેને સમાવેશ થાય છે. આ ફોટોગ્રાફીમાં કેટલાક ગ્રંથ એવા છે જે ગ્રંથકારે રચા તે જ વર્ષમાં લખાયેલા છે. સંધાચાર વૃત્તિ (ચૈત્યવંદન ભાષ્ય ઉપર) ખુદ ધર્મઘોષસૂરિ મહારાજની પોતાની પ્રતિ છે, સિદ્ધહેમવ્યાકરણ લઘુ ન્યાસનો એક ખંડ પ્રથમ આદર્શ છે. આ પ્રમાણે વિવિધ દૃષ્ટિએ મહત્ત્વના એવા ગ્રંથોનો સમાવેશ આ માઈક્રોફિમિંગ કેટોગ્રાફીમાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા " આ બધાની વ્યવસ્થિત ફોટોગ્રાફી કરાવીને રાખે એવા ભાગ્યવાનની શોધ કરવાની બાકી જ રહે છે. શાસનસેવાના નામે અનેકવિધ ઝઘડા ઊભા કરનાર આપણે આવા નક્કર કાર્યમાં આપણી બુદ્ધિ, કાર્યશક્તિ અને ધનનો વ્યય કરતાં કે સમયનો સદુપયોગ કરતાં શીખીએ તો જરૂર શાસનસેવા થાય. એક રીતે હું એમ કહી શકું કે શ્રીમતી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ જેસલમેરના જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કરવા પાછળ અને માઈક્રોફિમિંગ આદિ અંગેનું મહાકાર્ય કરવા માટે ઉદાર ચિત્તે જે સેવા કરી છે અને કરે છે તેને જેન પ્રજાને એક વિશિષ્ટ માર્ગદર્શન કરાવ્યું છે. શાસનસેવાની લૂખી વાતો અને પંચાંગીની પેલી વાતો કરનારને આ વિષેની કશી ઝાંખી સરખી પણ નથી અને ભાસ પણ નથી કે પંચાંગી શું અને આજે પંચાંગી કેવી ચિંથરેહાલ છે. તેની રક્ષા શી રીતે થાય ? તેનો તેમને સ્વપને પણ ખ્યાલ નહિ આવ્યો હોય. અસ્તુ. હવે મૂળ વાત. તમે જાણી લો કે માઈક્રોફિભિગનું કામ ઘણું સરસ થયું છે અને તેમાં ભાઈ બેલાણીનો પ્રયત્ન અતિઘણો છે. આ ઉપરાંત અહીં સં. ૧૨૭૯માં કાગળ ઉપર લખાયેલ ન્યાયસૂત્ર, ન્યાયભાષ્ય, ન્યાય[વાતિકતાત્પર્યવૃત્તિ અને ન્યાયવાતિકતાત્પર્યપરિદ્ધિ ગ્રંથની ઉધઈએ ખાધેલી અને હાથ અડકાડતાં તૂટી જાય તેવી પોથીનો અમે દિલ્હી મોકલીને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એટલે કે એ આખી સાત પાનાંની પોથીની બન્ને બાજુએ અતિબારીક રેશમી કપડું ચટાડવામાં આવે છે, જેથી જીર્ણપ્રતિ પુનર્જીવિત થાય છે. આ આખી પોથી પાંડિત્યપૂર્ણ માર્જીનલ નોથી વ્યાપ્ત છે. તેની માઈક્રોફિલ્મ અમે કરાવી જ લીધી છે, પણ તે ઉપરાંત આ પ્રતિને અમે એવી બનાવી દીધી છે કે સેંકડો વર્ષો સુધી તેને આંચ નહિ આવે. આજે જૈન જ્ઞાનભંડારોમાં રહેલા સેંકડો કીમતી જીર્ણ ગ્રંથને જીર્ણ અને નકામા સમજી નાખી દેવામાં આવે છે, પણ સૌએ આ રીત જાણવી જોઈએ અને આ રીતે જ જ્ઞાનોદ્ધાર કરવો-કરાવવો જોઈએ. આજે તો એવાં એવાં સાધન ઉત્પન્ન થયાં છે કે આપણી કલ્પનામાંય ન આવે. તદ્દન ભૂંસાઈ ગયેલા અક્ષરે કે કોઈ અમુક અક્ષરે ભૂંસી નવા લખ્યા હોય તો તે અક્ષરે મૂળ કયા હતા તે પણ વાંચી શકાય છે અને એની ફોટોગ્રાફી પણ આવી શકે છે. આપણા પ્રાચીન જ્ઞાનભંડારોની ઘણી પ્રતિએ આવા સાધનના અભાવે ખંડિત લખાયેલી છે. આ યુગનાં આવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એ ખંડિતપણું કે શંકિતપણું સહેજે દૂર થઈ જાય. ટિબેટન ગ્રંથો માટે પ્રયત્ન કરવામાં આવ્યો, પણ કોઈ ધીરતું નથી. ભાવનગરના મહારાજ જે અત્યારે મદ્રાસના ગવર્નર છે તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવે, પણ તે માટે પણ પૂરી લાગવગ હેય તોય આવવાનો સંભવ છે કે કેમ તે કલ્પનાતીત છે. છતાં પ્રયત્ન કરવામાં આવશે. શાંતિનિકેતનથી એક ચિત્રકાર અધ્યાપકભાઈ શ્રી કૃપાલસિંહ શેખાવત આવ્યા હતા. તેમણે મને કહ્યું કે આ માટે હું પ્રયત્ન કરીશ. મારી ઈચ્છા છે કે તેમને પત્ર લખું અને ભદંત શાંતિભિક્ષુ મહાશયને પણ પત્ર લખું. મને યાદ છે ત્યાં સુધી ભદંત શાંતિભિક્ષુનો તમે મારા ઉપરના કોઈ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. એટલે તમે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો જ હશે. છતાંય હું તેમની સાથે પત્ર. વ્યવહાર કરીશ. કદાચ સભાગે મળે. જોકે સંભવ ઓછો છે છતાં પ્રયત્ન કરીશ. ખરી રીતે તો આવા સેટ ખરીદી લેવા જ જોઈએ. પણ કિંમત એટલી બધી છે કે અત્યારે એ મુશ્કેલ છે. ચીનના એલચીને એ વિષે પૂછતાં તેની કિંમત સાંભળી આકાશના તારા જ નજરે પડે છે. છતાં આપણું ઉપયોગી ગ્રંથે જે છૂટક મળી આવશે તો ચીની એલચી દ્વારા પ્રયત્ન કરવા ભાઈ બેલાણીને કહેલ છે. ચીની ભાષાની પાઠશાળા માટે પણ પ્રબંધ કરવા જણાવેલ છે. જરૂર મળી જ આવશે.' Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] જ્ઞાનાંજલિ હમણાં એક લિસ્ટ કે જેમાં બુદ્ધિસ્ટ ત્રિપિટક ઉપર ચાઇનિઝ અનુવાદોની અકારાદિ ક્રમની યાદી છે તે જોવામાં આવ્યું છે. મેં તેની બે નકલા મગાવી છે. જો મળશે તેા મેાકલી આપીશ. આ યાદીમાં હીનયાન-મહાયાન તૈય શાખાનાં ત્રિપિટકેા ઉપર જે ચાઇનિઝ અનુવાદે છે તે ઉભયની યાદીને સમાવેશ થાય છે. તાંજુર-ખાંન્નુર યાદી મળી નથી. મળશે તે મેળવવા પ્રયત્ન કરીશ. ત્રિપિટકાની યાદીની તે। એક નકલ આવી જ છે. બીજી આવ્યે તમને મેકલીશ, નહિ તે। જે નકલ આવી છે તે મેાકલી આપીશ. આ યાદીમાં મુશ્કેલી એ છે કે બધાં ચાઇનિઝ નામેા છે અને મૂળ યાદીનું ઇંડેકસ માત્ર છે. મૂળ યાદીમાં દરેક ગ્રંથનું વર્ણન છે. પણ આ યાદીમાં તે માત્ર અકારાદિ ક્રમથી નામેા અને નંબર જ છે. મૂળ યાદી મળતી નથી, નહિ તેા મંગાવી લેત. તમે મેાકલાવેલી દશવૈકાલિકની પેાથીના અક્ષરા ધણા ઝીણા હેાઈ મઇક્રોફિલ્મમાં બરાબર નથી આવ્યા. પ્રાજેકટથી કે રીડરથી પણ એ વચાવા મુશ્કેલ છે, છતાં ભવિષ્યમાં એનું કરવામાં આવશે. ફિલ્મ તે લેવાઈ જ ચૂકી છે. ફિલ્મ લેવામાં એમ પણ બન્યું છે કે બીજી પ્રતિના ફેટા પ્રમાણેનુ ફાકસ રહેવાથી આના અક્ષરે બહુ જ ઝીણા આવી ગયા છે. ભાઈ ખેલાણી હમણાં બધી સામગ્રી લઈને અહીં આવી ગયેલ છે. હજી દિલ્હીમાં કેટલુ કે કામ બાકી છે તે પુરું કરી લેવાનું છે. નવા જે ભંડાર ખાલવામાં આવ્યા છે તેમાંથી એ દિવ્ય ચિત્રપટ્ટિ કાએ મળી આવી છે, જેમાં બન્ને બાજુએ મળીને ચાર બાજુમાં ત્રેસઠ શલાકા પુરુષનાં ચિત્રો છે. અને તે ઉપરાંત જે આચાયે' ગ્રંથ લખાવવાના ઉપદેશ આપ્યા તેમનું અને લખાવનાર શ્રાવક-શ્રાવિકાનું પણ ચિત્ર છે. પાટલી છસેા કે સાતસેા વર્ષો જૂની છે. પણ આખી પાટલી એટલી સચવાઈ છે કે જેની ભવ્યતા, રૂપનિર્માણુ, રંગ વગેરે જોતાં આંખેા ઠરી જાય છે. આ ચિત્રપટ્ટિકાઓના બ્લેક્સ-રંગીન બ્લાસ–બનાવી લેવામાં આવશે. એક કલ્પસૂત્રની પ્રતિ પણ સચિત્ર અતિ સુંદર છે. તેમાંથી પણ બ્લાસ બનાવી લેવામાં આવશે. માઇક્રોફિલ્મ તેા ઉતરાવી જ લઈશ. આવુ' ધણું ધણું અહીં છે. ૉ. એલ. આલ્સ અહીં આવી ગયા. જેસલમેરમાં ચાર દિવસ રહી ગયા. પાટણમાં પૂજ્યપાદ ગુરુદેવ અને વૃદ્ઘ ગુરુદેવની હાજરીમાં તેઓ મળી ગયા હતા. ત્યારબાદ તેમને સમાચાર મળી જ ગયા હતા કે તે પૂજ્ય ગુરુદેવા સ્વર્ગવાસી થઈ ચૂકયા છે, અને અત્યારે હું ભંડારાનુ` કા` કરી રહ્યો છું. એટલે એ વિદ્વાને બધી માહિતી મેળવી અને અહીં આવી ગયા છે. જર્મન વિદ્યાપીઠમાં અત્યારે સંખ્યાબધ વિદ્યાર્થી એ જૈન આગમસાહિત્ય, કથાસાહિત્ય આદિ ઉપર અધ્યયન કરી રહ્યા છે. તેમને ઉપયોગી થાય એ દૃષ્ટિએ ડૉ. આસડેફે ચઉપન્નમહાપુરિસચરિય', પઉમચરિય, દશવૈકાલિક ચૂર્ણિ અગસ્ત્યસિંહકૃત, જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ અને તેની ચૂર્ણિ વગેરે ઘણા ગ્રંથોના ફોટાએ પેાતાના કેમેરાથી લીધા છે. કેમેરે। પણ સરસ હતા, જોકે કેમેરાના ઉપયાગ કરવામાં તે મને કાચા લાગ્યા છે, કારણ કે આવી પ્રાચીન અને પીળી પડી ગયેલી વગેરે તાડપત્રીય અને કાગળની પ્રતિને કેટલા એકસ્પાઝ આપવે। વગેરે બાબતમાં પહેલેથી ચાક્કસ અખતરા ન કરેલા હેાય તે તેમાં એવરએકસપેાઝ વગેરે બની જાય છે, અને તે જ રીતે ડૉ. આšા માટે બન્યું છે. છતાં એક વાત છે કે જર્મનીમાં આવી ફોટોગ્રાફીને ઠીક કરી લેવાનુ સાધન હશે જ, જેથી તેમને આપણી જેમ નિરાશ થવાપણું ન પણ હેાય. અહીં'ના ભંડાર અને અમારું સદેશીય કાર્ય અને માઇક્રોફિલ્મિંગ એરેન્જમેન્ટ વગેરે જાણીને બહુ જ પ્રસન્ન થયા છે. અમે તૈયાર કરેલ ડિસ્ક્રિપ્ટિવ કેટલેાગ જોઈ ને અતિપ્રસન્ન થયેલ છે. અહીંનાં મંદિરે અને તેમાંનાં તારણા, સ્તંભ, મંડપ, શાલભ ંજિકાએ, નૃત્યકુમારિકા વગેરે જોઈ ને એ જે પૂર્ણ શબ્દ આ લોકો આવી વસ્તુઓનુ` મૂલ્યાંકન કેવુ સમજે છે. આપણું નિરીક્ષણુ ઉચ્ચારે તેથી આપણને લાગે કે Page #16 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૧ કેવું છીછરું અને નિર્માલ્ય છે! આપણને ઘણી વાર એમ જ થઈ આવે છે કે આપણી જૈન પ્રજા જેમ શ્રદ્ધાભક્તિપૂર્ણ હૃદયવાળી છે તે રીતે તેનામાં આવી વિજ્ઞ દષ્ટિ ભળે તો તેનું અંતસ્તેજ કેવું ઝળહળી ઊઠે! પણ આજે આપણે ઐક્યની વાતો કરવા છતાં નિત નિત સાઠમારી કરીએ અને જડતા તરફ જઈએ ત્યાં આવા ભવ્ય જીવનઘડતરની આશાની ઝાંખી શી રીતે થાય ? આબુજીની કળા કરતાંય અહીંની શિલ્પકળામાં ડૉ. આસડોર્ફને વધારે માધુર્ય જણ્યું છે. ભાઈ જિતેન્દ્ર જેટલી અહીંથી અમદાવાદ પહોંચી ગયા છે. તેમણે ન્યાયકંદલી અહીંના ભંડારની ચાર પ્રાચીન પ્રતો સાથે મેળવીને તૈયાર કરી શુદ્ધિપત્રક તૈયાર કર્યું છે અને પાઠભેદો પણ લઈ લીધા છે. તેની એક નકલ કારબન પેપરવાળી તેમણે મને અર્પણ કરી છે. કિરણાલીની પ્રતિમાં મુદ્રિત કરતાં જે અધિક ભાગ અહીંની પ્રતિમાં હતો તેને ઉતાર કરી લીધું છે. તેની પણ કારબન નકલ આપણા છે. તમે સ્થિર થશે ત્યાં આ બધું તમને પહોંચાડીશ. શ્રીમાન જિનવિજ્યજી અહીં આવ્યા ત્યારે તેમણે ન્યાયસત્રાદિ ઉપરની અભયતિલકગણિએ રચેલી પંચપ્રસ્થાન ટીકાની કંપી કરાવી હતી. તે પણ અહી'ની પ્રતિ સાથે સરખાવીને ઠીક કરી લીધી છે. તેમણે કૅપી કરાવી ત્યારે કઈ કઈ પાનું મળેલ ન હતું. તે અમે અહીંનાં પ્રકીર્ણક પાનાંઓમાંથી શોધી કાઢ્યું હતું. તેની નકલ પણ ભાઈ જેટલીએ કરીને ગ્રંથમાં પૂર્તિ કરી લીધી. આની એક તાડપત્રીય નકલ સુરતમાં શ્રી હુકમમુનિજી મહારાજના ભંડારમાં છે. તેની નવી નકલ વિજયકમલસૂરિ જૈન પુસ્તકેદ્ધાર પંડે લખાવેલી જેનાનંદ પુસ્તકાલયમાં છે તે અહીંના સાથે મેળવી લેવાય તો એ કાર્ય સુદ થાય, એ ઈરાદે જૈનાનંદ પુસ્તકાલયના સંચાલક અને વિજયકમળસૂરીશ્વર પુસ્તકાર ફડના કાર્યકર્તાઓ દ્વારા મંગાવ્યું. પણ હું તેમની નજરે પુસ્તક સાચવવા માટે લાયક પુરવાર ન ઠર્યો એટલે એ વહીવટકર્તાઓએ મને તે પુરતક ના મોકલ્યું. આથી અત્યારે આ કાર્ય અધૂરું જ રહ્યું છે. વિજયકમસૂરીશ્વર પુસ્તકેદ્ધાર ફંડના કાર્યકર્તાઓ, નજરે મળે ત્યારે જે પોતાના કાર્ય અંગે મોટી વાતો કરે અને પોતાના રિપોર્ટમાં સાધુઓને પુસ્તક મંગાવવા આમંત્રણ આપે અને સાધુઓ મંગાવે ત્યારે તેમાં કશું ઠેકાણું ન હોય, એ કરતાં તો તેઓ પોતાના રિપોર્ટમાં આવાં ઉપહાસજનક આમંત્રણ વિધાન સાધુઓને ન આપે તો જ અને હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જેવી વાતો ન કરે તો જ શોભાસ્પદ લેખાય. અસ્તુ. સમિતિતની અહીંની પ્રતિની પ્રેસકોપી પૂર્ણ થવા આવી છે, જેથી તમને આનંદ થશે. આજે તો આટલેથી બસ કરું છું. કામકાજ લખશે. દેવદર્શનમાં સંભારશો. [“ જેન' સાપ્તાહિક, ૨૮ એપ્રિલ, અને ૫ મે, ૧૫]