________________
૨૫૮ ]
જ્ઞાનાંજલિ
અત્યારે તેા ભંડારને તપાસવાનું અને વ્યવસ્થિત કરવાનું કામ ચાલે છે, એટલે સંશાધનકા સ્થગિતપ્રાય જેવું છે; છતાંય સહજસાજ ચાલે જાય છે.
અમારા પ્રદર્શનનુ જેમણે દર્શન કરવું હોય તેમણે તેા એક-બે મહિનામાં જ જેસલમેર આવવુ જોઈ એ.
ધર્મકા'માં આદર રાખશેા, દેવદર્શનમાં સંભારશે. ધનેહમાં ઉમેશ કરશેા,
૬. પુણ્યવિ. તરફથી સસ્નેહ ધર્માંલાભ.
[ * જૈન ’ સાપ્તાહિક, તા. ૩૦ એપ્રિલ, ૧૯૫૦ ]
(૨)
[ સ. ૨૦૦૬ના વૈશાખ સુદ ૧૦ના રોજ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી ] સાથીઓને ભેટા અને વિહાર-યાત્રાની સમીક્ષા.
તમે છેલ્લા છેલ્લા સાબરમતી મળ્યા તે પછી અમે સતત વિહાર કરીને, ધાર્યા સમયે, જેસલમેર પહેાંચ્યા તે ખરા જ. અમારે જે દિવસે જેસલમેરમાં પ્રવેશ હતા તે દિવસે જે બનાવ અન્ય તેથી તમને આનંદ અને આશ્ચર્ય થશે. ભાઈ કૃતેચંદ ખેલાણી, પડિત અમૃતલાલ, ભાઈ નગીનદાસ અને ભાઈ ચિમનલાલ વગેરે, જે જેસલમેર મારી સાથે રહી કામમાં મદદ કરવાના હતા, તે બધાય અમારી કામ કરવાની પુસ્તકાદિની સમગ્ર સામગ્રી સાથે મેટરમાં આવી પહેોંચ્યા, અને લગભગ જેસલમેર સાત માઈલ જેટલું દૂર હશે તે સ્થળે આવીને અમને ભેટી ગયા. અને બધાય મેટરમાંથી ઊતરી પડયા. અણુધારી રીતે જ ગલમાં માંગલની જેમ અમારા સૌનેા ભેટા થયા એથી અને અણધારી રીતે અમારી સમગ્ર સામગ્રી અમારી સાથે જ પહેાંચી એથી અમારા સૌના આનંદને પાર ન રહ્યો. અમારા સૌતે માટે આ પ્રસંગ એક મગળરૂપ જ હતા. અમારે સૌએ કયાં રહેવું ? કાર્યક્રમ કેમ ગેાઠવવે ? અને એકબીજાએ કેવી વ્યવસ્થા કરવી ?—એની સત્વર ગાડવણ થઈ ગઈ અને નિશ્ચિતપણે એક પણ ધડી કે મિનિટ બગાડયા વિના અમારા દરેક કામની ગેડવણ થઈ ગઈ.
જંગલના વયમાં અમને ભેટી જતાં સૌ મેટરમાંથી ઊતરી પડચા અને વિનયવદન વિધિ પતાવીને સૌ સાથે ચાલવા તૈયાર થઈ ગયા, પરંતુ સાથે પુસ્તકાદિ સામાનથી ભરચક લદાયેલી આખી મેટર હતી તેની વ્યવસ્થા કરવાની હાઈ ભાઈ ખેલાણી અને અમૃતલાલ પડિત અમારી સાથે રહ્યા અને ખીજાએ મેટરમાં બેસી જેસલમેર આગળ આવી પહોંચ્યા અને અમે સાધુએએ અને ભાઈ ખેલાણી વગેરેએ બરાબર માહ શુદિ ૧૨ તે દિવસે સાંજના સવાચાર અને સાડાચારના વચમાં જેસલમેરના દરવાજામાં પ્રવેશ કર્યાં. અમારું આ મુદ્દે ગમે તેવુ હાય પણ અમારા માટે તેા એ સમય અત્યંત મંગળમય મુરૂપ જ હતા કે જે સમયે અમે અમારી વિહારયાત્રા નિર્વિઘ્નપણે સમાપ્ત કરી હતી.
સતત ત્ર અને લાંબે વિહાર
અમારા વડીલ પૂજ્ય મેઘવિજયજી મહારાજજી અને શ્રી રમણીકવિજયજીની તબિયત રસ્તામાં શિથિલ થઈ હતી, તેમ છતાં સૌએ સેત્સાહપણે અવિરત વિહાર કર્યે જ રાખ્યા હતા. હું તે ધર્મપસાથે મારી સહજ સ્થિતિએ જ આ તરફ આનંદથી વિહાર કરીને આવ્યા છું. વિહાર અમારા લગભગ ચૌદ-૫દર માઈલના તા ઘણા જ થાય છે અને છેલ્લા વિદ્વારા તેા સેાળ અને અઢાર માઈલના જ હતા છતાં અમારા ધાર્યા પ્રમાણે નિર્વિઘ્નપણે અમે જેસલમેર પહેાંચ્યા અને તે ઉપરાંત અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org