Book Title: Jaisalmer Patradhara
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ જેસલમેર પત્રધારા [૧]. [ સં. ૨૦૦ ના ચૈત્ર વદિ ૧૪ના રોજ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી]. ગ્રંથ મેળવવાની પદ્ધતિ તમને પત્ર લખ્યા પછી ભંડારને તપાસવાનું અમારું કાર્ય આગળ ચાલ્યું છે. એક એક પોથીમાં જે સંખ્યાબંધ પાનાંઓ ભેગાં ભળી ગયાં છે એ બધાંના પ્રથકરણ માટે અમે એ પાનાંઓન અનેક દષ્ટિએ વગીકરણ કર્યું છે એ અત્યારે જોવા જેવું છે. તમે ઘણાંય પ્રદર્શનો જોયાં હશે. પરંતુ અમારું આ પ્રદર્શન ભલભલાને આશ્ચર્યચકિત કરે તેવું છે. સેંકડો વર્ષથી પોતાના કુટુંબથી જુદાં પડી ગયેલાં એ પાનાંઓને અમે પુનઃ એમના કુટુંબ સાથે ભેળવવાનું કામ કરીએ છીએ. એ પાનાંઓના ગંજને જુદી જુદી દષ્ટિએ ગોઠવી તેના અક્ષરો, પાનાંઓની જાતિઓ, અંકોના પ્રકારો, લિપિ અને વિષય વગેરેને લક્ષમાં લઈ કેવી રીતે ગ્રંથને પારખવામાં આવે છે, અને કયા ગ્રંથનાં એ પાનાં હોઈ શકે એ માટે જે વિવિધ કલ્પના અને અવકન કરી નિર્ણય કરવામાં આવે છે તે એક જોવા જેવી વસ્તુ છે. કોઈ ગ્રંથનાં એક-બે પાનાં હોય, કોઈ ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓ હોય એ બધાયને જોઈ વિવિધ નિશાનીઓ અને શબ્દ વગેરે ઉપરથી ગ્રંથનું નામ કેમ પકડી પાડવામાં આવે છે, તે તમે નજરે જુઓ તો તાજુબ જ થઈ જાઓ. ખંડિત થયેલા વિવિધ ગ્રંથ અમારી ઉપર્યુક્ત રીતે અનુસાર આ જ સુધીમાં અને અનેક ગ્રંથોનાં પાનાંઓને સોગ બનાવી દીધાં છે, અનેક ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓને પણ પગ બનાવી દીધાં છે; અને નિરુપયોગી ગણાતા એ ટુકડા આદિની કિંમત પણ વધારી દીધી છે, છતાં જે પાનાંઓના ટુકડાઓ વગેરેને પત્તો જ નથી એ રીતે તો ગ્રંથને આખા કરવા મુશ્કેલ છે. અહીંયાં એક તાડપત્રીય પાનાંના ટુકડાઓને ઢગલે જે તેમાં ભગવતી સૂત્ર, કલ્પચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, કર્મપ્રકૃતિ, તિલકમંજરી મહાકવિ કુત્તકવિરચિત વક્રોક્તિછવિત, ગદર્શન અને તેના ઉપરનું વાચસ્પતિ મિશ્રનું ભાષ્ય વગેરે સંખ્યાબંધ ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓ મળી આવ્યા, જે પૈકીના ઉપયોગમાં આવી શકે તે તે રાખવામાં આવ્યા છે; બાકી તો જે રૂપે બધું કચુંબર પડેલું છે, તેનો ઉપયોગ પણ શો થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 17