Book Title: Jaisalmer Patradhara
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 5
________________ ૨૬૦ ] કેટલાક પ્રથાની મહત્ત્વની હસ્તપ્રતિ એધનિયુક્તિનું બૃહદ્ભાષ્ય પણ અહીંના ભંડારમાં વિદ્યમાન છે, જેની અમે કાપી કરાવી લીધી છે. કલ્પમહાભાષ્યની અહીં' કાપી છે, પણ તે અર્ધભાગની જ છે. ચૌદમા સૈકામાં ટીકા રચનાર આચાર્ય ક્ષેમકીર્ત્તિએ આ મહાભાષ્યની સાક્ષી આદિથી અંત સુધીની આપી છે. છતાં આજે આપણા સામે એની સ'પૂર્ણ' પ્રતિ કયાંય જોવામાં નથી આવી તે આશ્રય જેવી જ વાત છે. અનુયાગદ્વારની હારિભદ્રીયા વૃત્તિની પ્રતિ માત્ર પાટણ-વાડી પાર્શ્વનાથના ભંડારમાં જ છે, તે સિવાય અહીંથી તેની એક પ્રતિ મળી છે. પાટણની પ્રતિ અહીંની પ્રતિના ઉતારારૂપ હાવા સાથે તે પ્રતિને કોઈ વિશિષ્ટ વિદ્વાને સજાવેલી છે. અહીંની પ્રતિ પણ સુધારેલી છે, જેના શેાધકે કેટલાક પાઠો બગાડયા છે. આ પ્રતિ નજરે જોવાથી એ ભ્રમણાઓને આપણે નિઃશંકપણે સુધારી શકયા છીએ. અને એમાંથી કેટલીક નવી પંક્તિ પણ મળી આવી છે. અનુયાગદ્દારસૂત્રની મૂળ પ્રતિ પણ મને પાઠભેદની દૃષ્ટિએ મદદગાર થઈ છે. ટીકાકાર આચાર્યં શ્રી હેમચંદ્ર મલધારીએ જે પાઠભેદો આપ્યા છે, તે પૈકીના કેટલાક પાઠભેદો મને આમાંથી મળ્યા છે. જોકે મેં મલધારી મહારાજે ભેગા કરેલા આદર્શો પૈકી ધણા મેળવી લીધા છે, તેમ છતાં હજુ પણ અમુક આદર્શે (પ્રત્યંતર) મારા હાથમાં આવવા બાકી છે. એટલે મૂળસૂત્રનુ' અનુસંધાન એટલું ખડિત જ રહેશે. સંભવ છે, કોઈ નવા આદર્શ કયાંયથી મળી આવે. ખંભાતના લડાર તપાસવે! બાકી છે જ. જ્ઞાનાંજલિ અહીં આવીને અમે અનુયાગદ્દારસૂત્ર અને તેની હારિભદ્દી અને મલધારી ટીકાએ અહીંના પ્રત્ય'તરા સાથે મેળવી લીધી છે અને પાઠે શુદ્ધ કરી લીધા છે. બૃહત્કલ્પ અને તેની ટીકાની પ્રાચીન પ્રતિ મળી તેને પણ અમે મેળવી લીધી છે. આ કામ પડિત અમૃતે કર્યું છે. અને ભાઈ નગીનદાસે પણ તેમાં ભાગ આપ્યા છે. જ્યોતિષકરડક અને સૂર્યપ્રાપ્તિ પણ સુધારી લીધાં છે. જ્યોતિષકર ડકમાં ગાથા વગેરે કાગળની પ્રતિઓમાં અસ્તવ્યસ્ત મળી આવે છે, તે અહીંની પ્રતિમાંથી ઠીક મળી આવ્યાં છે; છતાં હજીય ગોટાળા તેા છે જ. સૂર્યપ્રતપ્તિ પણ અહીં અતિ પ્રાચીન હેાવાને લીધે ડીક થઈ ચૂકી છે. મૂળસૂત્ર અમે ગુજરાત આવીને પાટણની અને મારા પાસેની તાડપત્રીય પ્રતાને આધારે તૈયાર કરીશું. રસપ્રદ પ્રશસ્તિઓ-પુષ્પિકાએ એક ભવભાવનાપ્રકરણ–આચાય મલધારીકૃત સ્વાપ્રજ્ઞ ટીકાની બે પ્રતિએ અહી છે. તેને સંશાધન માટે ઉપયાગ કર્યાં છે. આ પ્રતિના અંતની ગ્રંથકારની પ્રશસ્તિ અને લખાવનારની પ્રશસ્તિ ઘણા રસ પેદા કરે તેવી છે. લખાવનારની પ્રશસ્તિને આધારે એ જમાનામાં આ ગ્રંથ તરફ લોકોને કેવા આદર હતા તે જણાય છે, એ આપણતે આનદ આપે તેવી વસ્તુ છે. આવી પુષ્પિકાએ અહી ત્રણ જાતની મળી છે. આ પ્રકરણની ટીકાના આદિ ભાગમાં જે તેમિનાથચરિત્ર છે તેની પણ જુદા ગ્રંથ તરીકેની નકલ અહીં છે, અને તેના અંતમાં સહજ ફેરફાર સાથે ભવભવનાપ્રકરણવૃત્તિના અંતમાં આવતી પ્રશસ્તિ જ લખવામાં આવી છે. પ્રતિ તે અરસાની હાઈ એટલે કે સંવત ૧૨૪૫માં લખાયેલી હાઈ મલધારી મહારાજે પોતે જ તેમ કર્યુ હશે તેમ લાગે છે. અધૂરી યાદીએ અહીંના ભંડારની ઘણી પ્રતા અસ્તવ્યસ્તપ્રાયઃ છે. શ્રીયુત સી. ડી. દલાલના લિસ્ટમાં જે નામેા નોંધાયાં છે તે માત્ર અમુક પાનાં હાથ આવી ગયાં કે અમુક નામ જોઈ લીધુ તેટલા ઉપરથી જ થયું છે. આજે ભડારમાં એવી ઢગલાબંધ પેાથીઓ છે, જેમાં એક એક પોથીમાં દસ-દસ અને વીસ-વીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17