________________
૨૬૮ ]
જ્ઞાનાંજલિ તેમ જ શ્રી રંગવિમળજી મહારાજની પ્રતિઓ અને સિદ્ધિવિનિશ્ચયની બનેય પ્રતિઓની સરસ ફિલ્મ ઊતરી ગઈ છે. તમે જોઈને અતિ પ્રસન્ન થશે. મેં ડબલ કોપી પેઝીટિવની ઉતરાવવા વિચાર કર્યો છે, જેથી કઈ વાર તમને અને તમારે કાર્ય કરવાનું હોય ત્યારે હરકત ન આવે અને કામ ઢીલમાં ન પડે. દશવૈકાલિકની પ્રતિની પણ ફિલ્મ ઊતરી ગઈ છે. આ ઉપરાંત ઘણા ગ્રંથેની ફિલ્મ ઊતરી છે. વિશેષમાં હમણું એક બડે ભંડાર ખોલવામાં આવ્યું, તેમાંથી ચારનાર પ્રથમ વંદુની પ્રાચીન પ્રતિ, મુનિસુવ્રતલ્લામપ્રતિજરિત, સનાદ્વારઝૂળ તથા નન્ટીગ્રfનની પ્રતિઓ મળી ૨ છે, જે દિવ્ય છે. આ બધાની માઈક્રોફિલ્મ ઉતરાવી લીધી છે. અનુગદ્વાચૂર્ણિની પ્રતિ દિવ્ય છે. એટલે કે ગુજરાતમાંથી મળેલી ખંભાતના અને પાટણના ભંડારોની તાડપત્રીય તેરમા-ચૌદમે સૈકામાં લખાયેલી સાથે પાંચ મુદ્રિત પ્રતિને મેળવતાં પાનાંનાં પાનાં અને પંક્તિઓની પંક્તિઓ પડી ગયેલી મળવા ઉપરાંત હજારો અશુદ્ધિઓ મળી હતી. મને અભિમાન હતું કે આ પ્રતિ ઘણી જ શુદ્ધ થઈ ચૂકી છે, પરંતુ અહીંની પ્રતિ સાથે મેળવતાં મારા અભિમાનને ભુક્કો જ થઈ ગયો છે. આ ઉપરથી મને ખાતરી થઈ છે કે, આપણા પાસે પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ ન હોય તો આપણું શાસ્ત્રોને સર્વાગપૂર્ણ શુદ્ધ કરવાં એ અતિ દુષ્કર કાર્ય છે. આ વિષેની ખાતરી આ પૂર્વે થઈ ચૂકેલી છે અને હવે સવિશેષ થાય છે. આપણું ચૂર્ણિગ્રંથોમાં તો એટલી બધી અશુદ્ધિઓ છે કે જે લિપિનું અને તેના વિકારનું જ્ઞાન સ્પષ્ટ રીતે ન હોય તે ચૂર્ણિjથે સુધારા કદીયે શકય નથી. આચારાંગ ચૂર્ણિની જ વાત કરું કે આજે એની શુદ્ધ કે પ્રાચીન પ્રતિઓ આપણને મળતી નથી. જે મળે છે તે ચૌદમાપંદરમા સૈકામાં લખાયેલી મળે છે. એ બધી પ્રતો એક જ માની જણી સંતતિ સમાન છે. ઘણી વાર તો કાન-માત્રાનોયે ફરક એકબીજમાં ન મળે, લિપિને વિકાર પણ અતિવિષમ. આ પરિસ્થિતિમાં લિપિનું અને તેના વિકારનું પૃથક્કરણ ધ્યાનમાં ન હોય તો આ અને બીજી બધીએ ચૂર્ણિઓ શોધવી જરાય શક્ય નથી. અસ્તુ, આપણ નેહ પૂરતી અંતરની વાત થઈ.
તમારા નયન માટે મને પ્રાચીન પ્રતિની ચિંતા સતત રહે છે. પણ હજુ જ્ઞાની ભગવંતની આપણા ઉપર એ માટે અમદષ્ટિ નથી ઊતરી.
નંદિસત્રની જેટલી પ્રતિઓ ગુજરાતમાં મેં જોઈ મહાઅશુદ્ધ જ જોઈ. પણ અહીંની પ્રતિ જોઈને તો હું હર્ષઘેલ જ થઈ ગયો અને ગદ્ગદ જ થઈ ગયે. એટલી શુદ્ધ પ્રતિ કે તેની શી વાત કરું ! અનુગદ્વાચૂર્ણિ વિશે લખવું રહી ગયું, પણ તમે જાણું છે કે ગુજરાતની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ શુદ્ધ હોવા છતાં તેમાં કેવા વિકાર થઈ ગયા છે અને સંખ્યાબંધ ઠેકાણે બને ત્રણત્રણ લાઈનો પડી ગયેલી છે. ગુજરાતની પ્રતિઓમાં પેજ અસ્તવ્યસ્ત લખાયેલાં છે, જ્યારે અહીંની પ્રતિ તદ્દન વ્યવસ્થિત રીતે લખાયેલી છે અને અશુદ્ધિઓ હોવા છતાંય અતિઉપયોગી જુદા કુલની પ્રતિ છે. મેં ઉપર જણાવ્યું છે કે આ દષ્ટિએ અતિ મહત્વની આ બન્નેય પ્રતિઓની માઈક્રોફિલ્મ નકલ કરાવવામાં આવી છે, એમાં પ્રાચીન-પ્રાચીનતમ અલભ્ય, દુર્લભ અને શુદ્ધતમ આગમ, ભાખ, ચૂર્ણિ, વૃત્તિ, પ્રકરણ ગ્રંશે અને તે ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કાશ, અલંકાર, છંદોગ્રંથો અને જૈન-જૈનેતર દાર્શનિક ગ્રંથે ઉપરની જૈનાચાર્યોની વ્યાખ્યાઓ વગેરેને સમાવેશ થાય છે. આ ફોટોગ્રાફીમાં કેટલાક ગ્રંથ એવા છે જે ગ્રંથકારે રચા તે જ વર્ષમાં લખાયેલા છે. સંધાચાર વૃત્તિ (ચૈત્યવંદન ભાષ્ય ઉપર) ખુદ ધર્મઘોષસૂરિ મહારાજની પોતાની પ્રતિ છે, સિદ્ધહેમવ્યાકરણ લઘુ ન્યાસનો એક ખંડ પ્રથમ આદર્શ છે. આ પ્રમાણે વિવિધ દૃષ્ટિએ મહત્ત્વના એવા ગ્રંથોનો સમાવેશ આ માઈક્રોફિમિંગ કેટોગ્રાફીમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org