________________
જેસલમેર પત્રધારા
[ ૨૧ કેવું છીછરું અને નિર્માલ્ય છે! આપણને ઘણી વાર એમ જ થઈ આવે છે કે આપણી જૈન પ્રજા જેમ શ્રદ્ધાભક્તિપૂર્ણ હૃદયવાળી છે તે રીતે તેનામાં આવી વિજ્ઞ દષ્ટિ ભળે તો તેનું અંતસ્તેજ કેવું ઝળહળી ઊઠે! પણ આજે આપણે ઐક્યની વાતો કરવા છતાં નિત નિત સાઠમારી કરીએ અને જડતા તરફ જઈએ ત્યાં આવા ભવ્ય જીવનઘડતરની આશાની ઝાંખી શી રીતે થાય ? આબુજીની કળા કરતાંય અહીંની શિલ્પકળામાં ડૉ. આસડોર્ફને વધારે માધુર્ય જણ્યું છે.
ભાઈ જિતેન્દ્ર જેટલી અહીંથી અમદાવાદ પહોંચી ગયા છે. તેમણે ન્યાયકંદલી અહીંના ભંડારની ચાર પ્રાચીન પ્રતો સાથે મેળવીને તૈયાર કરી શુદ્ધિપત્રક તૈયાર કર્યું છે અને પાઠભેદો પણ લઈ લીધા છે. તેની એક નકલ કારબન પેપરવાળી તેમણે મને અર્પણ કરી છે. કિરણાલીની પ્રતિમાં મુદ્રિત કરતાં જે અધિક ભાગ અહીંની પ્રતિમાં હતો તેને ઉતાર કરી લીધું છે. તેની પણ કારબન નકલ આપણા
છે. તમે સ્થિર થશે ત્યાં આ બધું તમને પહોંચાડીશ. શ્રીમાન જિનવિજ્યજી અહીં આવ્યા ત્યારે તેમણે ન્યાયસત્રાદિ ઉપરની અભયતિલકગણિએ રચેલી પંચપ્રસ્થાન ટીકાની કંપી કરાવી હતી. તે પણ અહી'ની પ્રતિ સાથે સરખાવીને ઠીક કરી લીધી છે. તેમણે કૅપી કરાવી ત્યારે કઈ કઈ પાનું મળેલ ન હતું. તે અમે અહીંનાં પ્રકીર્ણક પાનાંઓમાંથી શોધી કાઢ્યું હતું. તેની નકલ પણ ભાઈ જેટલીએ કરીને ગ્રંથમાં પૂર્તિ કરી લીધી. આની એક તાડપત્રીય નકલ સુરતમાં શ્રી હુકમમુનિજી મહારાજના ભંડારમાં છે. તેની નવી નકલ વિજયકમલસૂરિ જૈન પુસ્તકેદ્ધાર પંડે લખાવેલી જેનાનંદ પુસ્તકાલયમાં છે તે અહીંના સાથે મેળવી લેવાય તો એ કાર્ય સુદ થાય, એ ઈરાદે જૈનાનંદ પુસ્તકાલયના સંચાલક અને વિજયકમળસૂરીશ્વર પુસ્તકાર ફડના કાર્યકર્તાઓ દ્વારા મંગાવ્યું. પણ હું તેમની નજરે પુસ્તક સાચવવા માટે લાયક પુરવાર ન ઠર્યો એટલે એ વહીવટકર્તાઓએ મને તે પુરતક ના મોકલ્યું. આથી અત્યારે આ કાર્ય અધૂરું જ રહ્યું છે. વિજયકમસૂરીશ્વર પુસ્તકેદ્ધાર ફંડના કાર્યકર્તાઓ, નજરે મળે ત્યારે જે પોતાના કાર્ય અંગે મોટી વાતો કરે અને પોતાના રિપોર્ટમાં સાધુઓને પુસ્તક મંગાવવા આમંત્રણ આપે અને સાધુઓ મંગાવે ત્યારે તેમાં કશું ઠેકાણું ન હોય, એ કરતાં તો તેઓ પોતાના રિપોર્ટમાં આવાં ઉપહાસજનક આમંત્રણ વિધાન સાધુઓને ન આપે તો જ અને હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જેવી વાતો ન કરે તો જ શોભાસ્પદ લેખાય. અસ્તુ. સમિતિતની અહીંની પ્રતિની પ્રેસકોપી પૂર્ણ થવા આવી છે, જેથી તમને આનંદ થશે. આજે તો આટલેથી બસ કરું છું. કામકાજ લખશે. દેવદર્શનમાં સંભારશો.
[“ જેન' સાપ્તાહિક, ૨૮ એપ્રિલ, અને ૫ મે, ૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org