Book Title: Jaisalmer Patradhara Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 6
________________ ( ૨૬૧ જેસલમેર પત્રધાર ગ્રંથોનાં પાનાં ભરાઈ બેઠાં છે. જે ગ્રંથે આજે ભંડારમાં અધૂરા છે તે બધાયનાં પાનાં આ પોથીએમાં નજરે આવે છે. અહીં આવનાર દરેકેદરેકે ભંડારને પોતાના કામપૂરતો છે, પણ કોઈએ આખા ભંડારને તપાસીને અને તેનું પૃથ્થક્કરણ કરીને ભંડારને વ્યવસ્થિત કરવાનું કામ ક્યું નથી. શ્રીયુત દલાલના લિસ્ટમાં જે ગ્રંથને પૂર્ણ લખ્યા છે તે પૈકીના લગભગ સંખ્યાબંધ ગ્રંથે અપૂર્ણ છે. જે ગ્રંથને શ્રીયુત દલાલે પોતાની નોંધમાં Incomplete અને and other loose leaves આદિ જણાવેલ છે, તે પૈકીના સંખ્યાબંધ ગ્રંથને અમે પૂર્ણ કર્યા છે. અમુક વર્ષ પહેલાં અડી શ્રી જિનપરિસાગરસૂરિજી મહારાજે બૃહતકલ્પભાષ્યની પ્રતિમાં ખૂટતાં પાનાં લખાવ્યાં છે એ પ્રતિનાં ખૂટતાં એ પાનાં અમે આ ત્રુટિત પત્રસંગ્રહમાંથી શોધી કાઢયાં છે. સી. ડી. દલાલની નોંધમાં કવિરચિત વક્રોકિતજીવિતની માત્ર એક જ પ્રતિની નોંધ છે, જ્યારે ત્રુટિત પાનાંઓમાંથી અમે એક બીજી પ્રતિ–અને તે પણ દલાલે નોંધેલી પ્રતિ કરતાં ઘણી જ પ્રાચીન પોથી છે તે—શોધી કાઢી છે. ગ્રંથની અસ્તવ્યસ્ત સ્થિતિનું કારણ અહીંના ભંડારનાં પુસ્તકો જે રીતે અસ્તવ્યસ્ત દેખાય છે, અને આપણા ગુજરાતમાં પણ એ રીતે જ પાટણ, અમદાવાદ, લીબડી વગેરેમાં બન્યું છે, તેનું કારણ આપણી જ્ઞાનપાંચમ પણ છે. લોકે સમજ્યા વિના પ્રતો છૂટી મૂકે અને પછી તેને (તેનાં પાનાંને) કેમ મેળવવાં એ ખબર ન પડે એટલે જેમ આવે તેમ પ્રતો અસ્તવ્યસ્ત ભેગી કરવામાં આવે. આ રીતે આપણી અવિવેકભરી જ્ઞાનભક્તિને લીધે આપણા હાથે સેંકડો ગ્રંથે નાશ પામ્યા અને ખંડિત થઈ અસ્તવ્યસ્ત પણ થઈ ગયા. આપણી જ્ઞાનભક્તિ આપણા ભંડારોને અને તેની રક્ષાને લગતો ઈતિહાસ જેમ આપણને ઉજજ્વળ બનાવે તે છે, તેમ તેમાં આવાં અવિવેકનાં ધાબાં પણ પડેલાં છે, તેમ છતાં જૈન પ્રજાએ જેટલું સાહિત્ય સરજાવ્યું છે અને જે રીતે સાચવ્યું છે, અને આજે પણ સાચવી જાણે છે અને જે દુનિયામાં બીજે ક્યાંય જડે એમ નથી. આપણું ભંડારોમાં અભ્યાસની દૃષ્ટિએ, જ્ઞાનની દષ્ટિએ, તુલનાની દષ્ટિએ, અને ખંડનમંડનની દષ્ટિએ વગેરે અનેક દૃષ્ટિએ જે રીતે જ્ઞાનરાશિ અથવા પુસ્તક રાશિ સચવાયેલો છે, તેટલે અને તેવો કોઈએ ભાગ્યે જ સાચવ્યું હશે. આજે તો આવા પ્રાચીન જ્ઞાનભંડારોની જોડ જેનો સિવાય બીજે ઓછી જ જડશે. આજે ભાંડારકર ઇન્સટટયૂટ વગેરેના સંગ્રહો એ મોટે ભાગે જેનોના જ સંગ્રહનું ફળ છે. અરતુ. હવે મૂળ વાત. લૂણુ માટે રસોઈ બગાડવા જેવું અહીંના જ્ઞાનભંડારમાં સંખ્યાબંધ ગ્રંથો પ્રાચીન–પ્રાચીનતમ છે, જેનો આપણે આજે ઉપયોગ કરવો જ જોઈએ. નહિ તો આપણું સાહિત્ય નિર્માલ્ય જ રહી જશે. આજે આપણે મુકિત ગ્રંથ અંગે એવા સંખ્યાબંધ દાખલાઓ આપી શકીએ તેમ છીએ કે પ્રાચીન પ્રતિઓ સાથે સરખાવી ન શકવાને લીધે એ ગ્રંથે કેટલા બધા અશુદ્ધ રહેવા પામ્યા છે. માત્ર જૈન ગ્રંથો જ નહિ પણ જેનેતર ગ્રંથો–દાર્શનિક આદિ વિષયને લગતાનીપણુ એ જ દશા છે. મારી તો એ ઇચ્છા છે કે અહીંના અને પાટણ-ખંભાતના ભંડારોમાં એવી એવી જે અગિયારમાથી તેરમા અને વધારેમાં વધારે ચૌદમા સૈકા લગભગ લખાયેલી દરેક પ્રતિને આપણે આપણું મુદ્રિત કે અમુદ્રિત પ્રતિઓ સાથે સરખાવી લેવી જોઈ એ. પંદરમા સિકા પછીની પ્રતિઓ મોટે ભાગે બેકાળજીથી લખાયેલી હોવાને લીધે અને આપણી કૃપણુતાને પરિણામે અશુદ્ધપ્રાયઃ અને અવ્યવસ્થિત રીતે લખાયેલી છે. આ વસ્તુ અહીંના શેઠ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17