________________
જેસલમેર પત્રધારા
[ ૨૫૯ લવાજી તીર્થ, કે જે જેસલમેરથી દસ માઈલ દૂર છે, ત્યાંની યાત્રા અને મેળાના દર્શનનો લાભ પણ અમારા કાર્યકર્તાઓના સમુદાય સાથે લઈ શક્યા. એટલે અમારે થાક ઊતરી ગયા હોય તેમ અમને લાગતું હતું. લડવાજીનું તીર્થ: ત્યાંના મંદિરની અદ્ભુત કલા
જેસલમેરથી બીજે દિવસે અમે લોકવાઇ પહોંચ્યા અને ત્યાંના મેળાના દર્શનનો અને યાત્રાનો લાભ લઈને જેસલમેર આવ્યા, જ્યાંનું મંદિર શિલ્પ સ્થાપત્યકળાના આદર્શ નમૂનારૂપ છે. જોકે અત્યારે જે મંદિર છે તે પ્રાચીન મૂળ મંદિર નથી, તેમ છતાં પ્રાચીન મંદિરના પાયા ઉપર આજથી લગભગ પાંચ સૈકા પહેલાં બંધાવેલું મંદિર છે. એમાં જે કળા છે એ તો ભલભલાને આંજી નાખે તેવી છે. એ વિષે શ્રીયુત બાબુ પૂર્ણચંદ્ર નહારે ઘણું લખ્યું છે એટલે તે વિષે તમને ખાસ લખતો નથી. મંદિરમાંની અદ્દભુત શાલભંજિકાઓ (પૂતળીઓ)
અહીં આવીને અમે બીજે જ દિવસે કિલ્લામાં ગયા. ત્યાંનાં મંદિરનાં દર્શન કર્યા. ખરે જ, એ મંદિરે એની કળાકૃતિ અને શાલભંજિકાઓ માટે અજોડ છે. શીલભંજિકાઓના અંગભંગ એ તો નૃત્યકલાનિષ્ણાતને સાચે જ વિરમય પમાડે તેવી વસ્તુ છે. જે શિલ્પકારોએ આ શાલભંજિકાઓ ઘડી હશે તેમને નૃત્યકળાના અંગભંગ વિષે કેવો અજબ ખ્યાલ હવે એ જાણીને આપણને આશ્ચર્ય થાય તેમ છે. નૃત્યકલાવિશારદને માટે તો આ મંદિરે અને એની શાલભંજિકાએ યાત્રાધામસ્વરૂપ
કિલામાં જ્ઞાન ભંડાર
દર્શન કરીને કિલ્લામાં જ્ઞાનભંડાર ખોલાવ્યો અને તેમાંથી ભાઈશ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે (જેમનું ટૂંકું નામ સી. ડી. દલાલ કહેવામાં આવે છે) તૈયાર કરેલ અને શ્રી જિનવિજયજી દ્વારા મળેલી માહિતી અનુસાર અમુક પુસ્તક મેં મારા સંશોધનની દૃષ્ટિએ તારવ્યાં અને કાર્યકર્તા શેઠ ફતેચંદજી મહેતા અને ભાઈ પ્યારેલાલ જિંદાણીજીએ અમને જેસલમેરના ભાઈઓની સમ્મતિથી આપ્યાં. વિશેષાવશ્યક ભાષ્યની પ્રાચીનતમ પ્રતિ
એ પુસ્તકોમાં અમે વિશેષાવશ્યક ભાષ્ય ખાસ ઈરાદાપૂર્વક લાવ્યા હતા. શ્રીમાન જિનવિજયજીએ આ પ્રતિના અંતમાં સંવતને જે ઉલ્લેખ છે, એ ગ્રંથકારના ગ્રંથરચના સમધને સૂચવત છે, એ દષ્ટિએ તેનો ઉપયોગ કર્યો છે. પણ મારી દષ્ટિ તો એ પ્રતિને જોઈને જુદી જુદી દષ્ટિએ એનું મહત્ત્વ આંકવા લાગી અને તે દષ્ટિએ જ અમે તેનો ઉપયોગ કર્યો છે. એ પ્રતિના અંત ભાગમાં લેખન સંવત નથી, પણ તેની લિપિ જોતાં તે પ્રતિ ૯મા સૈકામાં લખાયેલી હોય તેમ લાગે છે, ૧૦મા સૈકાથી અર્વાચીન હોવાનો સંભવ કોઈ રીતે નથી. એટલે આ પ્રતિ ભાગ્યકારની ભાષ્યગ્રંથને લગતી મૌલિક ભાષાનું સ્વરૂપ વગેરે કેવાં હશે તે માટે અતિ મહત્ત્વની છે. તેમ જ ભારતીય લિપિવિશારદે માટે ૧૦માં સિકાની આસપાસ બ્રાહ્મી લિપિનું સ્વરૂપ કેવું હશે તેને લગતી એક વિશિષ્ટ લેખમાળા પણ આ પ્રતિના આધારે તૈયાર કરી શકાય તેમ છે. મને લાગે છે કે આજે આપણે સામે જે ભારતીય જ્ઞાનભંડારે જોવા-જાણવામાં છે તે સર્વમાં આ પ્રતિ પ્રાચીનતમ છે. એટલે તે દષ્ટિએ આ પ્રતિનું અને જેસલમેરના ભંડારનું મહત્વ વધી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org