________________
જેસલમેર પત્રધારા
[ ૨૧૭
રા. રા. સી. ડી. દલાલે જે પ્રથાનાં પાનાંઓ સખ્યાબંધ નાંખ્યાં છે તે, મને લાગે છે કે, અમુક પાના નંબર જોઈ એ તોા છે. ઉ.ત. કુત્તકૃત વક્રોક્તિવિતનાં પાનાં તેમણે ૩૦૦ નાંધ્યાં છે. આજે એનાં પાનાં માત્ર ગણતરીનાં છે. અને ત્રુટક પાથીએ અમે જેટલી ખાલી તે બધીએમાંથી એક-બે-ચાર પાનાં મળતાં જ રહ્યાં છે. છેવટે નાના ટુકડા પણ હાથ લાગ્યા છે. અને ઉપર જણાવેલ કચરામાંથી પણ ૫–૧૦ પાનાંના મોટા ટુકડાએ હાથ લાગ્યા છે. આચારાંગ સૂર્ણિ વગેરે સંખ્યાબંધ ગ્રંથા ઓળખી ન શકાવાને કારણે નોંધ્યા સિવાયના જ રહ્યા છે. અને અધૂરા ગ્રંથાનાં નામેા વગેરે નોંધ્યા સિવાય જ રહી ગયુ છે. એ ચાચિક ગ્રંથા
એ ચા િક ગ્રંથે. અહી' છે, જે પૈકીના એક ગ્રંથ પદ્યુમ્નસૂરિષ્કૃત છે, અને બીજો જિનપતિસૂરિ કૃત આ બન્ને ગ્રંથૈાના વિષય એ છે કે આશાપલ્લીમાંના ઉદયનકૃત જૈન મૂર્તિએ વંદનીય ખરી કે નહી ? જિનપતિસૂરિએ એ પ્રતિમાએ વંદનીય ન હેાવાનું પુરવાર કર્યું છે, જ્યારે શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તે વંદનીય હાવાનું પુરવાર કર્યું' છે. આ બન્નેય ગ્રંથાનાં નામ સી. ડી. દલાલના લિસ્ટમાં નેોંધાયા જ નથી. પણ એક ભ્રામક નામ તરીકે જ તે નેોંધાયેલ છે. આવાં આવાં તે ઘણાં નામે ભ્રામક છે અને કેટલાંય નોંધાયાં નથી.
દાનિક ગ્રંથાતા નાશ
અહીંના ભંડારામાં જે દાર્શનિક ગ્રંથ છે તે તે મોટે ભાગે ભાંગીને ભૂક્કો જ થઈ ગયા છે, અને એ બધીય નકલે બારમા-તેરમા સૈકામાં લખાયેલી છે. પાછળના જમાનામાં દાર્શનિક ગ્રંથા તરફની રસવૃત્તિ તૂટી ગઈ અને ચરિત્રો તરફના ઝોક વધતા ગયા તેમ તેમ આ સાહિત્ય વીસરાતું ગયું અને તેની નકલે કરવા પ્રત્યેની ઉદાસીનતા પણ પરિણામે આજે આપણા ભડારામાંથી અનેકવિધ સાહિત્ય નષ્ટ થઈ ગયું. વાદિદેવસૂરિ, આચાર્ય મલયગિરિ, આચાર્ય હેમચંદ્ર, શીશાંકાચા, મલધારી હેમચંદ્રાચાર્ય વગેરે પેાતાના પ્રથામાં જે દાનિક વગેરે સાહિત્યપ્રથાની નોંધ કરે છે એ પ્રથાનું નામનિશાન આજે આપણે ત્યાં નથી.
જૈતાની જ્ઞાનભક્તિ અને ઉદારતા
છતાંય આપણે આનંદ માનવા જેવું છે કે તૂટીફૂટી હાલતમાં પણ આજે આપણા જ્ઞાનભંડારાને લીધે એ સાહિત્ય અને એના વિશિષ્ટ અવશેષેા સચવાઈ રહ્યા છે. જૈન પ્રજાએ જેમ જ્ઞાનભક્તિ નિમિત્તે કેટલુંક બગાડયું છે તેમ, આપણે જ્ઞાનભક્તિ નિમિત્તે સાચવી પણુ ધણું જાણ્યું છે. સર્વદેશીય ગ્રંથસ'ગ્રહ જૈન ભડારે, સિવાય બીજે જડવા મુશ્કેલ છે. જૈન ભંડારાની વિશેષતા અને મહત્તા હોય તે તે એ જ છે કે, ... મિથ્યાત્વ લાગી જશે” એવા તુચ્છ વિચારપ્રવાહને કયારેય પણ જૈતાએ અને જૈનાચાર્યાએ પ્રાચીન યુગમાં સ્થાન નહોતું આપ્યું અને સંગ્રહની દૃષ્ટિએ આજે પણ અપવાદ બાદ કરીએ તેા એ જ ધ્યેય ચાલુ છે.
આગમાની પ્રાચીન પ્રતિ
જૈન આગમાની, સ`શેાધનમાં કામ આવી શકે તેવી કેટલીય પ્રાચીન પ્રતિ છે કે જે તેરમા સૈકાના પૂર્વાર્ધમાં લખાયેલી છે. આ પ્રતિ જ વાસ્તવિક રીતે આપણા આગમેાના સશોધન માટેને આધારસ્તંભ છે. ખંભાત, પાટણ વગેરેમાં પણ આગમગ્રંથેની એવી ધણી પ્રતિ છે, જે સંશાધન માટેના આધારસ્તંભ સમાન છે.
જ્ઞાનાં, ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org