________________
જ્ઞાનાંજલિ
૨૬૬] જ પ્રાચીન છે. ટીકાકારોનું નામ લખ્યું નથી; એકમાં નામ હતું તે કપાઈ ગયું છે, અને માત્ર એક + અક્ષર જ રહ્યો છે. તે પછીના ત્રણ અક્ષરો કપાઈ ગયા છે. મઠિર તો નહિ જ, કારણ કે આ વૃત્તિ જુદી અને મોટી છે. મારે તો છપાઈ છે. તે સાથે તો સરખાવી દીધી છે. બીજીમાં તો નામ જ નથી. બંનેયની નકલ કરાવી લઈશ. મેળવીને જોવા મેકલીશ. આગમોની પ્રતિ
આગમોની પ્રતિઓ કેટલીક તો બહુ પ્રાચીન અને સરસ છે. જે હું અહીં આવ્યો ન હોત તો એટલું કામ અધૂરું જ અને અપૂર્ણ જ રહેત. દશવૈકાલિક ચૂર્ણિ છપાઈ છે. તેની પ્રાચીન પ્રતિઓ પાટણમાં પણ છે. તે સરખાવીને હું મારી પ્રતિ અહીં લઈ આવ્યો છું; અહીંની પ્રાચીન પ્રતિ સાથે મેળવી ત્યારે ભવાડા જેવું જ લાગ્યું. આપ જાણુને આશ્ચર્ય પામશો કે મુદ્રિત અને આપણા ભંડારાની પ્રાચીન પ્રતિઓના અંતર્ભાગમાં એક તાડપત્રીય પાના જેટલે પાઠ જ નથી. અહીંની પોથીમાં એ બધે જ પાઠ છે. ગ્રંથકાર-ચૂર્ણિકાર સ્થવિરના નામની પ્રશસ્તિ વિગેરે બધુંય છે. આ રીતે આપણે માટે અપૂર્વ વસ્તુ મળી ગણાય. મેં તો છેવટે અહીંની પ્રતિ ઉપરથી નકલ કરાવવાનો જ નિર્ણય
જ પ્રાચીન પ્રતિ છે તે સાથે મેળવી લઈશ. અહીં કેટલાય ગ્રંથોની પ્રતિ એવી છે કે જે ગ્રંથ રચાયેલ હોય તે પછી તરતની જ અથવા તે જ સમયની છે. ધર્મવિધિ. કર્મગ્રંથની ટીકાઓ, ભવભાવના સટીક, પંચાશક આદિ અનેક ગ્રંથે આ કેટિના છે. અમે બધા જ મેળવી લીધા છે અને બીજા મેળવી લઈશું. સમિતિતને એક ખંડ અહીં અધૂરો છે, બીજે છે જ નહિ. પણ અહીં જે તાડપત્રના સેંકડો ટુકડાઓ પડ્યા છે એ ટુકડા ટુકડાને મેં અનેક વાર જોઈ નાખ્યા છે. જ્યારે જ્યારે જોઉં છું ત્યારે અપૂર્વ વસ્તુ મળી જ આવે છે. એ રીતે સમિતિના પાનાનો એક ટુકડો મળી આવ્યો તેમાં પુષિકાને અંશ મળ્યો છે. તેમાં તરવવધવિધાવિન્ય સન્મતિટીઆવા અક્ષરો છે. આ ઉપરથી સમતિ નામનો ઉલ્લેખ મળે છે એ મહત્ત્વની વસ્તુ છે. ટુકડે તદ્દન નાને છે, પણ આ દષ્ટિએ મહત્ત્વનો છે. એવા તો મેં વિવિધ ટુકડાઓ કાઢ્યા છે. અનુયોગકારસૂત્રની પ્રતિના ટુકડેટુકડા થઈ ગયા છે; એ ટુકડાઓને મેં ટુકડાઓમાંથી જુદા વીણી કાવ્યા છે. એ એટલા મહત્ત્વના છે કે આજે આપણે જેમ પાઠભેદ વગેરેની નોંધે યોગ્ય પાઠ કો, કયો પાઠ ટીકાકાર સમ્મત છે વગેરે નોંધીએ છીએ એવી તેમાં નોંધ લીધી છે. આપ આ ટુકડા જોશો ત્યારે ખુશ થઈ જશે અને એટલું દેખાય છે કે આપણે નસીબવાન છીએ. સામગ્રી વિવિધ મળતી જ રહે છે. દ્વાદશારની પોથી કે બીજું કશુંય અહીં નથી. બૌદ્ધગ્રંથે પણ ખાસ અહીં નથી. બે-પાંચ છે. ન્યાયબિંદુ ટીકા આદિ અમુક ગ્રંથ છે.
અહીં અમે જેટલા પ્રથે પ્રાચીન છે તેના આદિ-અંતનાં પાનાંના ફોટા જરૂર લેવાના છીએ જેથી ચિહ્નો, લિપિ વગેરેને પરિચય સહજ થાય.
સચિત્ર પ્રતિઓના પણ ફેટા લઈશું તેમ જ મહત્વન ગ્રંથના ફોટાઓ લઈશું. એક વાત જણાવું: દ્વાદશારની પોથીમાં પુપિકાને અંતે જે ૨ ના અંક જેવું આવતું હતું તે શું એમ પ્રશ્ન થયો હતો. આપ જાણશો કે તે દંડમાત્ર જ છે. પ્રાચીન બારમા સૈકાની પ્રતિમાં એવા જ દંડ-પૂર્ણ વિરામ આવે છે. ૨૨ આ અગર આને મળતાં જ એ દંડો છે. આદિઅંતમાં આવતી આકતિઓ વગેરેના ફોટાઓ જરૂર લેવાના છે.
અમારું કામ કેટલું બાકી છે એને ઉત્તર આપ જાણશે કે અહીં અમે આવતા માહ-ફાગણ સુધી રહેવાના છીએ. ત્યારે અને સતત કામ કરીશું ત્યારે કામ પૂર્ણ થશે. અહીં પ્રાચીન પ્રતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org