________________
૨૭૦ ]
જ્ઞાનાંજલિ
હમણાં એક લિસ્ટ કે જેમાં બુદ્ધિસ્ટ ત્રિપિટક ઉપર ચાઇનિઝ અનુવાદોની અકારાદિ ક્રમની યાદી છે તે જોવામાં આવ્યું છે. મેં તેની બે નકલા મગાવી છે. જો મળશે તેા મેાકલી આપીશ. આ યાદીમાં હીનયાન-મહાયાન તૈય શાખાનાં ત્રિપિટકેા ઉપર જે ચાઇનિઝ અનુવાદે છે તે ઉભયની યાદીને સમાવેશ થાય છે. તાંજુર-ખાંન્નુર યાદી મળી નથી. મળશે તે મેળવવા પ્રયત્ન કરીશ. ત્રિપિટકાની યાદીની તે। એક નકલ આવી જ છે. બીજી આવ્યે તમને મેકલીશ, નહિ તે। જે નકલ આવી છે તે મેાકલી આપીશ. આ યાદીમાં મુશ્કેલી એ છે કે બધાં ચાઇનિઝ નામેા છે અને મૂળ યાદીનું ઇંડેકસ માત્ર છે. મૂળ યાદીમાં દરેક ગ્રંથનું વર્ણન છે. પણ આ યાદીમાં તે માત્ર અકારાદિ ક્રમથી નામેા અને નંબર જ છે. મૂળ યાદી મળતી નથી, નહિ તેા મંગાવી લેત.
તમે મેાકલાવેલી દશવૈકાલિકની પેાથીના અક્ષરા ધણા ઝીણા હેાઈ મઇક્રોફિલ્મમાં બરાબર નથી આવ્યા. પ્રાજેકટથી કે રીડરથી પણ એ વચાવા મુશ્કેલ છે, છતાં ભવિષ્યમાં એનું કરવામાં આવશે. ફિલ્મ તે લેવાઈ જ ચૂકી છે. ફિલ્મ લેવામાં એમ પણ બન્યું છે કે બીજી પ્રતિના ફેટા પ્રમાણેનુ ફાકસ રહેવાથી આના અક્ષરે બહુ જ ઝીણા આવી ગયા છે.
ભાઈ ખેલાણી હમણાં બધી સામગ્રી લઈને અહીં આવી ગયેલ છે. હજી દિલ્હીમાં કેટલુ કે કામ બાકી છે તે પુરું કરી લેવાનું છે. નવા જે ભંડાર ખાલવામાં આવ્યા છે તેમાંથી એ દિવ્ય ચિત્રપટ્ટિ કાએ મળી આવી છે, જેમાં બન્ને બાજુએ મળીને ચાર બાજુમાં ત્રેસઠ શલાકા પુરુષનાં ચિત્રો છે. અને તે ઉપરાંત જે આચાયે' ગ્રંથ લખાવવાના ઉપદેશ આપ્યા તેમનું અને લખાવનાર શ્રાવક-શ્રાવિકાનું પણ ચિત્ર છે. પાટલી છસેા કે સાતસેા વર્ષો જૂની છે. પણ આખી પાટલી એટલી સચવાઈ છે કે જેની ભવ્યતા, રૂપનિર્માણુ, રંગ વગેરે જોતાં આંખેા ઠરી જાય છે. આ ચિત્રપટ્ટિકાઓના બ્લેક્સ-રંગીન બ્લાસ–બનાવી લેવામાં આવશે. એક કલ્પસૂત્રની પ્રતિ પણ સચિત્ર અતિ સુંદર છે. તેમાંથી પણ બ્લાસ બનાવી લેવામાં આવશે. માઇક્રોફિલ્મ તેા ઉતરાવી જ લઈશ. આવુ' ધણું ધણું અહીં છે.
ૉ. એલ. આલ્સ અહીં આવી ગયા. જેસલમેરમાં ચાર દિવસ રહી ગયા. પાટણમાં પૂજ્યપાદ ગુરુદેવ અને વૃદ્ઘ ગુરુદેવની હાજરીમાં તેઓ મળી ગયા હતા. ત્યારબાદ તેમને સમાચાર મળી જ ગયા હતા કે તે પૂજ્ય ગુરુદેવા સ્વર્ગવાસી થઈ ચૂકયા છે, અને અત્યારે હું ભંડારાનુ` કા` કરી રહ્યો છું. એટલે એ વિદ્વાને બધી માહિતી મેળવી અને અહીં આવી ગયા છે. જર્મન વિદ્યાપીઠમાં અત્યારે સંખ્યાબધ વિદ્યાર્થી એ જૈન આગમસાહિત્ય, કથાસાહિત્ય આદિ ઉપર અધ્યયન કરી રહ્યા છે. તેમને ઉપયોગી થાય એ દૃષ્ટિએ ડૉ. આસડેફે ચઉપન્નમહાપુરિસચરિય', પઉમચરિય, દશવૈકાલિક ચૂર્ણિ અગસ્ત્યસિંહકૃત, જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ અને તેની ચૂર્ણિ વગેરે ઘણા ગ્રંથોના ફોટાએ પેાતાના કેમેરાથી લીધા છે. કેમેરે। પણ સરસ હતા, જોકે કેમેરાના ઉપયાગ કરવામાં તે મને કાચા લાગ્યા છે, કારણ કે આવી પ્રાચીન અને પીળી પડી ગયેલી વગેરે તાડપત્રીય અને કાગળની પ્રતિને કેટલા એકસ્પાઝ આપવે। વગેરે બાબતમાં પહેલેથી ચાક્કસ અખતરા ન કરેલા હેાય તે તેમાં એવરએકસપેાઝ વગેરે બની જાય છે, અને તે જ રીતે ડૉ. આšા માટે બન્યું છે. છતાં એક વાત છે કે જર્મનીમાં આવી ફોટોગ્રાફીને ઠીક કરી લેવાનુ સાધન હશે જ, જેથી તેમને આપણી જેમ નિરાશ થવાપણું ન પણ હેાય. અહીં'ના ભંડાર અને અમારું સદેશીય કાર્ય અને માઇક્રોફિલ્મિંગ એરેન્જમેન્ટ વગેરે જાણીને બહુ જ પ્રસન્ન થયા છે. અમે તૈયાર કરેલ ડિસ્ક્રિપ્ટિવ કેટલેાગ જોઈ ને અતિપ્રસન્ન થયેલ છે. અહીંનાં મંદિરે અને તેમાંનાં તારણા, સ્તંભ, મંડપ, શાલભ ંજિકાએ, નૃત્યકુમારિકા વગેરે જોઈ ને એ જે પૂર્ણ શબ્દ આ લોકો આવી વસ્તુઓનુ` મૂલ્યાંકન કેવુ સમજે છે. આપણું નિરીક્ષણુ
ઉચ્ચારે તેથી આપણને લાગે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org