________________
જેસલમેર પત્રધારા
" આ બધાની વ્યવસ્થિત ફોટોગ્રાફી કરાવીને રાખે એવા ભાગ્યવાનની શોધ કરવાની બાકી જ રહે છે. શાસનસેવાના નામે અનેકવિધ ઝઘડા ઊભા કરનાર આપણે આવા નક્કર કાર્યમાં આપણી બુદ્ધિ, કાર્યશક્તિ અને ધનનો વ્યય કરતાં કે સમયનો સદુપયોગ કરતાં શીખીએ તો જરૂર શાસનસેવા થાય. એક રીતે હું એમ કહી શકું કે શ્રીમતી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ જેસલમેરના જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કરવા પાછળ અને માઈક્રોફિમિંગ આદિ અંગેનું મહાકાર્ય કરવા માટે ઉદાર ચિત્તે જે સેવા કરી છે અને કરે છે તેને જેન પ્રજાને એક વિશિષ્ટ માર્ગદર્શન કરાવ્યું છે. શાસનસેવાની લૂખી વાતો અને પંચાંગીની પેલી વાતો કરનારને આ વિષેની કશી ઝાંખી સરખી પણ નથી અને ભાસ પણ નથી કે પંચાંગી શું અને આજે પંચાંગી કેવી ચિંથરેહાલ છે. તેની રક્ષા શી રીતે થાય ? તેનો તેમને સ્વપને પણ ખ્યાલ નહિ આવ્યો હોય. અસ્તુ. હવે મૂળ વાત.
તમે જાણી લો કે માઈક્રોફિભિગનું કામ ઘણું સરસ થયું છે અને તેમાં ભાઈ બેલાણીનો પ્રયત્ન અતિઘણો છે. આ ઉપરાંત અહીં સં. ૧૨૭૯માં કાગળ ઉપર લખાયેલ ન્યાયસૂત્ર, ન્યાયભાષ્ય, ન્યાય[વાતિકતાત્પર્યવૃત્તિ અને ન્યાયવાતિકતાત્પર્યપરિદ્ધિ ગ્રંથની ઉધઈએ ખાધેલી અને હાથ અડકાડતાં તૂટી જાય તેવી પોથીનો અમે દિલ્હી મોકલીને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એટલે કે એ આખી સાત પાનાંની પોથીની બન્ને બાજુએ અતિબારીક રેશમી કપડું ચટાડવામાં આવે છે, જેથી જીર્ણપ્રતિ પુનર્જીવિત થાય છે. આ આખી પોથી પાંડિત્યપૂર્ણ માર્જીનલ નોથી વ્યાપ્ત છે. તેની માઈક્રોફિલ્મ અમે કરાવી જ લીધી છે, પણ તે ઉપરાંત આ પ્રતિને અમે એવી બનાવી દીધી છે કે સેંકડો વર્ષો સુધી તેને આંચ નહિ આવે. આજે જૈન જ્ઞાનભંડારોમાં રહેલા સેંકડો કીમતી જીર્ણ ગ્રંથને જીર્ણ અને નકામા સમજી નાખી દેવામાં આવે છે, પણ સૌએ આ રીત જાણવી જોઈએ અને આ રીતે જ જ્ઞાનોદ્ધાર કરવો-કરાવવો જોઈએ. આજે તો એવાં એવાં સાધન ઉત્પન્ન થયાં છે કે આપણી કલ્પનામાંય ન આવે. તદ્દન ભૂંસાઈ ગયેલા અક્ષરે કે કોઈ અમુક અક્ષરે ભૂંસી નવા લખ્યા હોય તો તે અક્ષરે મૂળ કયા હતા તે પણ વાંચી શકાય છે અને એની ફોટોગ્રાફી પણ આવી શકે છે. આપણા પ્રાચીન જ્ઞાનભંડારોની ઘણી પ્રતિએ આવા સાધનના અભાવે ખંડિત લખાયેલી છે. આ યુગનાં આવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એ ખંડિતપણું કે શંકિતપણું સહેજે દૂર થઈ જાય.
ટિબેટન ગ્રંથો માટે પ્રયત્ન કરવામાં આવ્યો, પણ કોઈ ધીરતું નથી. ભાવનગરના મહારાજ જે અત્યારે મદ્રાસના ગવર્નર છે તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવે, પણ તે માટે પણ પૂરી લાગવગ હેય તોય આવવાનો સંભવ છે કે કેમ તે કલ્પનાતીત છે. છતાં પ્રયત્ન કરવામાં આવશે.
શાંતિનિકેતનથી એક ચિત્રકાર અધ્યાપકભાઈ શ્રી કૃપાલસિંહ શેખાવત આવ્યા હતા. તેમણે મને કહ્યું કે આ માટે હું પ્રયત્ન કરીશ. મારી ઈચ્છા છે કે તેમને પત્ર લખું અને ભદંત શાંતિભિક્ષુ મહાશયને પણ પત્ર લખું. મને યાદ છે ત્યાં સુધી ભદંત શાંતિભિક્ષુનો તમે મારા ઉપરના કોઈ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. એટલે તમે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો જ હશે. છતાંય હું તેમની સાથે પત્ર. વ્યવહાર કરીશ. કદાચ સભાગે મળે. જોકે સંભવ ઓછો છે છતાં પ્રયત્ન કરીશ. ખરી રીતે તો આવા સેટ ખરીદી લેવા જ જોઈએ. પણ કિંમત એટલી બધી છે કે અત્યારે એ મુશ્કેલ છે. ચીનના એલચીને એ વિષે પૂછતાં તેની કિંમત સાંભળી આકાશના તારા જ નજરે પડે છે. છતાં આપણું ઉપયોગી ગ્રંથે જે છૂટક મળી આવશે તો ચીની એલચી દ્વારા પ્રયત્ન કરવા ભાઈ બેલાણીને કહેલ છે. ચીની ભાષાની પાઠશાળા માટે પણ પ્રબંધ કરવા જણાવેલ છે. જરૂર મળી જ આવશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org