________________
૨૬૪ ]
જ્ઞાનાંજલિ હું જે કામ માટે આવ્યો છું તેના પ્રભાવથી અમે નિરુપદ્રવ રહીશું, એવો મારો વિશ્વાસ છે.
અહીં આવીને અમે ભંડાર બરાબર તપાસ્યો નથી. પણ જે જે ગ્રંથનું સંશોધન કરવાનું છે, તે તે ગ્રંથની પ્રતિઓ પસંદ કરીને લાવીએ છીએ, અને સંશોધન કરીને પાછી મૂકી આવીએ છીએ. આજ સુધીમાં અમે ૧. અનુગઠારસુત્ર-તેની ચૂર્ણ, હારિભદ્રવૃત્તિ અને માલધારીયા વૃત્તિ. ૨. સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા. ૩. તિગ્મરંડક ટીક. ૪. ભવભાવના સટીક. ૫. પંચાલક સટીક. ૬. બૃહકલ્પ સટીક. . વિશેષાવશ્યક ભાષ્યની કેપી. ૮. ઘનિર્યુક્તિભાવની નકલ. ૯. ધર્મોત્તર મલવાદીય ટિપન. ૧૦ પ્રજ્ઞાપના સૂત્ર મૂળ વગેરે ગ્રંથોનું કામ કર્યું છે, બીજાનું ચાલુ છે. અહીંને ભંડાર અસ્તવ્યસ્ત ઘણે છે, તેમ તેમાં કેટલીક પ્રતિઓ ગ્રંથકારોના સમસમયમાં લખાયેલ હોઈ તીર્થરૂપ અને શુદ્ધતમ છે. સંશોધનની દષ્ટિએ ઘણી જ મહત્ત્વની આ પ્રતા છે. બાકી ગ્રંથ અધૂરા પણ ઘણું છે; અસ્તવ્યસ્ત પણું ઘણું છે; કેટલીક પોથીઓમાં તો પાંચ-દશ જ નહિ, પણ પંદર-પંદર વીસ-વીશ પ્રતિઓનાં પાનાં ભળી ગયાં છે. એ પાનાં જે જે પોથીઓનાં હોય તેમાં હું વ્યવસ્થિત રીતે તપાસીને મૂકવા પ્રયત્ન કરે છું. હવે એ કામ કરવાનું છે અને બરાબર થશે. ધર્મોત્તરનું મલવાદીય ટિપન અહીંની બે અને પાટણની એક–એમ ત્રણ પ્રતો સાથે મેળવીને તૈયાર થયું છે. આપને એ મેકલવામાં આવશે. ત્રણ પ્રતિ મેળવવા છતાં આદિનો અને વચમાંને જરા જરા ભાગ ખંડિત તો રહેશે. ત્રણે પોથીઓ જીર્ણ અને ખંડિત જ મળી છે, છતાં ત્રણના આધારે અલ્પ અંશ જ ન્યૂન રહેશે. હજી તપાસ ચાલુ છે, કદાચ અપૂર્ણ પોથીમાંથી પ્રતિઓના ટુકડા મળી આવે પણ ખરા. ધર્મોત્તર ઉપર એક બીજું ટિપ્પણ પણ અહી છે. તે બૌદ્ધ આચાર્યનું છે. કર્તાનું નામ નથી, પણ પ્રતિ ૧૧૧૬માં લખાયેલી હોઈ ઘણી સારી છે. તેની અમે ફેટો કોપી કરી લઈશું. અમે તો અહીં જે જે જૈન-જૈનેતર સાહિત્યગ્રંથો, ચરિત્ર અને દાર્શનિક, આલંકારિક વગેરે ગ્રંથે છે તે દરેકનો સંશોધન દ્વારા ઉપયોગ કરી લઈશું. જે ગ્રંથે નહિ મળતા હોય તેની નકલે પણ કરી લઈશું. અહીં આવનારા દરેકે ભંડારને સુધારવાને દાવો કર્યો છે, પણ ખરી રીતે તેવું કશું જ કઈ કરી શક્યા નથી. જ્યાં સુધી ગ્રંથના અધવચમાંનાં પાનાં કયા ગ્રંથમાં હશે, તેની કલ્પના ન આવે ત્યાં સુધી આ ગ્રંથાલયને વ્યવસ્થિત કરવાની વાત ફાંફાં જેવી છે. હું આ એકેક ગ્રંથનાં પાનાંઓને જુદા પાડી પારખીને યોગ્ય કરી સાથે મૂકી દઉં છું.
વિશેષાવશ્યકની કેટયાચાર્યાય પોથી અહીં છે. હું એને મેળવી લઈશ. પણ ટીકા અહીં જડી નથી. કદાચ અપૂર્ણ પોથીઓમાંથી મળી આવે તો ના ન કહેવાય. દ્વાદશારની પ્રતિ મળવાનો સંભવ અત્યારે ન જ કહેવાય. હમણાં એક નવી પોથીની ભાળ લાગી છે. તેની મેં તપાસ કરાવી છે. જે ખાસ હશે તો મેળવીશું. મને નથી લાગતું કે કોઈ ખાસ હોય. તપાસ કરાવી છે.
સિદ્ધહેમલધુવૃત્તિને એક અધ્યાય અહીં ૧૨૦૬માં લખેલે હતો તે મેળવી લીધો છે. બીજા અધ્યાય ૧૨૧૬માં લખાયેલા છે તે પણ મેળવી લઈશું. સિદ્ધહેમ અને બૃહદ્વત્તિ બરાબર તૈયાર કરવા જેવી વસ્તુ છે. અમે અહીંથી અમારી પાસેનાં કીમતી લિખિત પુસ્તકે અત્યારે તો ગુજરાત મોકલી આપ્યાં છે. દ્રવ્યાલંકારની કોપી પણ કરાવી લઈશું. તવસંગ્રહ અમે મેળવી લઈશું. ઉપરાંત માઠરવૃત્તિ, અભિધાવૃત્તિમાતૃકા વગેરે જે ગ્રંથે પ્રાચીન છે તેને મેળવી લઈશું, જેથી સંશોધનમાં તેને યોગ્ય ઉપયોગ થઈ શકે. અહીંના ભંડાર અંગે પાટીઓ, બંધ, પેટીઓ વગેરે કરાવવાનું છે. આ માટે મુંબઈ ગોડજીના શ્રીસંઘે ખર્ચ કરવાનું કબૂલ કર્યું છે. ફોટોગ્રાફનું ખર્ચ ફોટોગ્રાફની નકલો જે જે મહાનુભાવો લેશે તેમના ઉપર જશે. - બાકી મને એટલું જરૂર થયું છે કે, જે અહીં ન આવ્યા હોત તો આપણું આગમ-સંશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org