Book Title: Jain Vivek Prakash Pustak 11 Ank 05
Author(s): Gyanchandra Yati
Publisher: Gyanchandra Yati

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦ . ચંપક અને ચંદ્રાવતી " , સ્ત્રીઓના શરીરમાં ચતુર્ભુજ ચાર પગવાળાં જાનવરનાં ચાર, ખગએટલે પક્ષીના ચાર, ફુલના ચાર; અને ફળના ચાર એમ સોળ લક્ષણો ( અત્યંતરીય ક્ષે રે ) હોય છે ત્યારે તેવી ચિત્તા કઈક ચલાટી પુરૂષને કેમ પ્રેમ ઉત્પન્ન ન કરાવે, કરાવવામાં ખામી રાખે, અર્થાત ઉપરલા શાળ ભંગારનાં સબબથી તરતજ પુરૂષોના ચિત્તને સ્ત્રીઓ પોતાના સ્વાધીન લેવામાં કદી ચૂકતી નથી, ચતભુજ ચાર લક્ષણે (૧) વિચક્ષણ સ્ત્રીમાં શશલા જેવી ચપળતા હોય છે. (૨) મૃગલી ( હરણી) નાં જેવાં નેત્ર હોય છે. (૩) હાથણીના જેવી ચાલ ( ગતી ) હોય છે ( ૪ ) સિંહના જેવી કટી એટલે કેડ હોય છે. પક્ષીના ચાર લક્ષણે. (૧) ભમરાના જેવી કાલી ભમર ( ભ્રકુટી ) હોય છે ( ૨) કેકિલાના જેવી મીઠી મહિર ચિત્ત પ્રસન્નકારી વાણી હોય છે (૩) શુક એટલે પોપટની ચાંચના જેવી નાશા એટલે નાશિકા હોય છે (૪) ખંજન નામના પક્ષીની પાંખો જેવી કોમલતા હોય છે આપક્ષી આરબસ્થાનમાં હોય છે. ફુલના ચાર લક્ષણે ૧ મચકુંદના ફુલના જેવા સફેદ દાંતથી ઝળકતું હાસ્ય હોય છે. ૨ ચંપાના ફુલના જેવી ( સોના જેવી ) શરીરની કાંતી હોય છે. ૩ ગુલાબના જેવા ગોરા ગાળ હોય છે ૪ કમળના જેવું છે. અને મનોરંજક મુખ હોય છે. ફળનાં ચાર લક્ષણે ૧ બીલાનાં પૂળ જેવા ગેલ અને કઠણ સ્તન હોય છે. ૨ હાડમની કલીનાં જેવા સ્વચ્છ અને સરખા દાંત હોય છે. ૩ બિંબ એટલે પાકેલાં ધોલાનાં જેવાં એક એટલે હોઠ હોય છે. ૪ નારંગીના જેવાં ઉપસેલાં ગાલ ઉપરના ભાગ હોય છે. ચંદ્રાવતીનું સ્વા ભાવીક સ્વરૂપ અને તેમાં સેદાગરનું ગરકાવ થવું જોકે યથા વીધી બાંધેલો નહી હોવાથી વાલ આમતેમ વિખરાયેલા હતા તો પણ નાગ કણીનાં જેવાં ચંદ્રાવતીનાં અંબોડામાં સોદાગરનું ચિત્ત ઠામ રહી શકતું ન હતું. આઠમના અર્ધ ચંદ્રના જેવા તેણીના

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32