Book Title: Jain Tark Bhasha Author(s): Trailokyamandanvijay Publisher: Jain Granth Prakashan Samiti View full book textPage 8
________________ भूमिका જૈન તર્કમાં અથવા જૈન પ્રમાણશાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે નૈનતમષા એ પ્રારંભિક ગ્રંથ ગણાય છે. જૈન તર્કશાસ્ત્રની તેને બાળપોથી કહી શકાય. પરંતુ, ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની કલમમાંથી અવતરેલો આ ગ્રંથ છે, એટલે એના એક એક શબ્દને સમજવા માટે પણ પ્રમાણગ્રંથોનું ઊંડું અવગાહન હોવું અનિવાર્ય છે. ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ ગહન અને માર્મિક વાત કહી દેવી, એ ઉપાધ્યાયજીની સહજ શૈલી રહી છે. એમની શૈલીનાં બે મુખ્ય પાસાં તે આ -સાવ જ સાદી, સરળ લાગતી અને કશા જ આયાસ વિના સમજાઈ જતી શાસ્ત્ર પંક્તિઓમાંથી પણ, આપણે કલ્પી ન શકીએ તેવો અર્થ તારવી બતાવવો–તે પણ આપણે અને વિદ્વાનોએ બધાંએ માન્યા સિવાય ચાલે જ નહિ તેવો અર્થ, આ તેમની શૈલીનું બળકટ જમાપાસું છે. તો એની સામે જ, ગમે તેવી પ્રસ્તારવાળી યુક્તિ, તર્ક કે વાત હોય, તેને ઓછામાં ઓછા શબ્દોમાં, ક્યારેક એકાદ પંક્તિમાં તો ક્યારેક તો બે ત્રણ શબ્દો દ્વારા જ, સ્પષ્ટપણે પ્રસ્તુત કરવી, એ તેમની શૈલીની બીજી લાક્ષણિકતા છે. આવા આરૂઢ વિદ્વાનની ભાષા, પ્રસ્તુતિ કે રચનાને સમજવા માટે મર્મસ્પર્શી વિવરણ વિના આપણે પંગુ જ બની રહીએ. ઘણીવાર એવું બને કે શબ્દાર્થ–પ્રથમદર્શી અર્થ સમજી શકીએ, પરંતુ તેના મર્મ સુધી પહોંચવાનું, યોગ્ય વિવરણ વિના અશકય જ બને. પાછું, ઉપાધ્યાયજીના શબ્દોના મર્મ ઉઘાડવા-પકડવા, તે કાંઈ કાચાપોચા વિદ્વાનનું કામ તો નથી જ નથી. એ માટે પ્રમાણશાસ્ત્રો, દર્શનો, ભગવાન તીર્થંકરદેવનાં જિનાગમો, તેને અનુસરીને રચાયેલા તર્કગ્રંથો તેમ જ શાસ્ત્રગ્રંથોનું ઊંડું અને સૂક્ષ્મ પરિશીલન હોવું જરૂરી ગણાય. તેના સિવાય વિવરણ લખવા બેસીએ, તો નિશાળ કે કૉલેજમાં સાહેબો દ્વારા લખાવવામાં આવતી Notes જરૂર થાય, પણ ગ્રંથના મર્મને પકડનાર વિવરણ ન બને. જૈન તકભાષા ઉપર પ્રગટ-અપ્રગટ અનેક વિવરણો છે. પ્રસ્તુત પ્રકાશનમાં સંપાદિત થઈને પ્રકાશિત થતાં બે વિવરણો, રત્નામાં તેમજ તાત્પર્યસંગ્રહી, એ ઉપાધ્યાયજી મહારાજની વિદ્વત્તાની પરંપરામાં ઉચિત રીતે જ બંધબેસતા આવે તેવા બે વિદ્વપુરુષો દ્વારા રચાયેલ વિવરણો છે. આ બન્ને વિવરણો દ્વારા તર્કભાષાના હાર્દ સુધી પહોંચવાનું એકદમ સરલ તથા સુલભ બને છે, એમ કહેવામાં અત્યુક્તિ નથી. रत्नप्रभा ઉપાધ્યાયજી મહારાજની પદ્ધતિ નવ્યન્યાયની પરિભાષા–ગર્ભિત હોય છે. વળી, આપણેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 342