________________
10
સ્થાને જડી આવે, તેવો તેમનો આશય રહ્યો છે. તો ઘણીવાર બહુ જ અલ્પ શબ્દોમાં ગ્રંથકારના કહેવાનો આશય કે તાત્પર્ય પણ તેઓ આ ટીકામાં ખોલી આપે છે.
એકંદરે જોતાં બેઉ વિવરણો એકમેકનાં પૂરક બને છે. પ્રસ્તુત સંપાદન
આ બન્ને ટીકાઓનું વ્યવસ્થિત લેખન તથા સંકલન, મુનિ સૈલોક્યમંડનવિજયજીએ, પોતાના તમાષાના અધ્યયન દરમ્યાન કરેલ છે. વધુમાં ગ્રંથ અને ટીકાગ્રંથ અંગે આવશ્યક જણાયું ત્યાં તેમણે ટિપ્પણો પણ કર્યા છે. વળી, અન્ય ટીકાકારોએ પોતાની ટીકામાં કેટલાંક ન સમજી શકાય તેવાં વિધાનો કે અર્થઘટન કર્યા હોવાનું તેમના ધ્યાનમાં આવતાં, તે પ્રત્યે ધ્યાન દોરતી તથા તે મુદ્દાઓ વિષે તજ્જ્ઞોને વિચારણા કરવા પ્રેરતી એક વિચારણાત્મક નોંધ પણ તેમણે તૈયાર કરી છે. તે નોંધ વિમર્શાત્મક છે, ખંડનાત્મક કે ટીકાત્મક નહિ, તેથી તેને તે દૃષ્ટિએ જ જોવા-વાંચવાની ભલામણ છે. વાદ્દે વાદ્દે નાતે તત્ત્વનોધ: એ અનુસાર આવા વિમર્શો થકી જ તત્ત્વપ્રાપ્તિ સુધી પહોંચી શકાય છે. આ વિમર્શમાં પણ ક્ષતિ હોઈ શકે. તજજ્ઞો વિમર્શ કરે, અને ચિંતનનો આ દોર આગળ ચલાવે.
કેટલાંક (બે એક) પરિશિષ્ટો પં.સુખલાલજીના સંપાદનમાંથી, ઉપયોગી હોવાથી, લેવામાં આવ્યાં છે. બાકીનાં પરિશિષ્ટો સંપાદન કરનાર મુનિએ તૈયાર કર્યા છે. તે થકી ગ્રંથસંપાદન વધુ વિશદ તથા સમૃદ્ધ બન્યું જણાય છે.
પૂજય ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓના અધ્યયન દ્વારા શ્રુતજ્ઞાનની ઉપાસના તેમજ ઉપાધ્યાયજીની સેવા કરવાનો મોકો મેળવવા કોઈપણ અભ્યાસી લાલાયિત હોય જ. તેવો મોકો આ મુનિને સાંપડ્યો અને તેમણે ઝડપી લીધો તે તેમના માટે ગૌરવનો અને અમારા સૌ માટે આશાનો વિષય ગણાય.
પૂજયપાદ શાસનસમ્રાટશ્રીની સ્વર્ગારોહણ-અર્ધશતાબ્દી નિમિત્તે સં. ૨૦૫૫માં કરેલી ભાવના-અનુસાર એક ગ્રંથમાળા શરૂ કરવામાં આવી છે. તેમાં પ્રથમ બે ગ્રંથો પૂ.શાસનસમ્રાટે સ્વયં રચેલા ન્યાય-ગ્રંથો પ્રગટ થયા, તે પછી આ ત્રીજો ગ્રંથ શાસનસમ્રાટશ્રીના પટ્ટશિષ્ય રચેલ ટીકાગ્રંથયુક્ત જૈનતભાષા પ્રકાશિત થાય છે, ત્યારે શ્રતોપાસનાના પંથે પા પા પગલી માંડ્યાનો પરિતોષ ચિત્તમાં અનુભવાય છે. શ્રાવણી પૂર્ણિમા
– શીલચન્દ્રવિજય સં. ૨૦૬૫
ખંભાત