Book Title: Jain_Satyaprakash 1954 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૯ અમર થઈ શકાતું નથી, વા વિશ્વ ઇતિહાસના પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે યશોદેહને વ્યક્ત કરી શકાતા નથી, અને ભવાન્તરમાં સગતિ પ્રાપ્ત થતી નથી પણ પુણ્યાનુબંધી-શુભાનુબંધી સુતથી પ્રાપ્ત સમૃદ્ધિ દ્વારા સુકૃત્યો કરી લક્ષ્મીને સવ્યય કરવાથી જ ત્રણ લેકમાં કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે, અને પલેકમાં આત્મકલ્યાણની અનુકૂળતા મળે છે.' મહાગુજરાતની ક્ષેત્રમર્યાદા: | મહાગુજરાતનાં સંખ્યાબંધ દેશ, શહેર કે ગામડાઓની સમૃદ્ધિનો ભૂતકાલીન ઇતિહાસ આજે આપણને જે મળી રહે છે તે લગભગ વિક્રમના અગિયારમા શતકથી લઈને સત્તરમાં શતક સુધી જેન શ્રમણ અને શ્રાવકોદ્વારા ઇતિહાસના પાનામાં નોંધાઈ ચૂકેલ છે. અલબત્ત, ઈવર ઈતિહાસકારોએ તેમજ જૈન ગ્રંથોમાં કવચિત જે કાંઈ આપણને મળી આવે છે તે દષ્ટિએ કહી શકાય કે, વિક્રમના પહેલાં પણ મહાગુજરાતના ધનભંડાર કુબેર ભંડારીની જેમ ખૂબ જ વિસ્તૃત અને વ્યાપક રીતે ફાલ્યોફૂલ્યો હતો. એથી જ કહી શકાય કે તે કાળે ગુજરાતની રમણીય ભૂમિ, ભારતવર્ષ – હિન્દુસ્તાનનું એકનું એક મહાન નંદનવન હતું. ( આજે પણ અમુક પ્રકારની ઉણપોને બાદ કરતાં છે એમ કહી શકાય.) ગુજરાત કે મહાગુજરાતના નામથી આજે વિશેષ પ્રચલિત છે, તેની ભૌગોલિક મર્યાદા મિ. હ્યુઈટ નામના યુરોપીય લેખકના મત પ્રમાણે દક્ષિણમાં ભૃગુકચ્છ, નવસારી, સૂર્ય પુરસુરત બંદર સુધી હતી; જ્યારે ઉત્તરમાં પાટણ, પાલણપુર, આબુ અને પશ્ચિમમાં દ્વારકા, વેરાવલ, કચ્છ-ભદ્ર શ્વર ઈત્યાદિ બંદરો તેમજ પૂર્વમાં ચોમેર પથરાયેલ સહ્યાદ્વિ–આ મુજબ ચોમેરની ક્ષેત્રમયોદા ઘણી જૂની છે. પાશ્ચાત્ય ઈતિહાસકાર તે વખતની, ગુજરાતના સમૃદ્ધ બંદર ને અંગે ઈતિહાસના પાનામાં જે નેધ કરી ગયા છે, તેમાં ખંભાત, ભરૂચ, નવસારી, બિલીમોરા, દ્વારકા, વેરાવેલ વગેરેને ગુજરાતનાં બંદરો તરીકે ઓળખાવે છે. આમાં ભરૂચ બંદરની સમૃદ્ધિનું વર્ણન એક પરદેશી લેખક, આ રીતના શબ્દોમાં કહે છે: “ભરૂચના વ્યાપારથી પરદેશમાં ઈમ, અરબસ્તાન, ઈરાન વગેરે બંદરે માલ જતો, મીસર અને અરબસ્તાનથી સોનું, રૂપું, પીત્તલ, પિખરાજ, પરવાળાં, દારૂ, પાર, સુરમો, સીસુ અને કાપડ આવતાં અને ઈરાનના બંદરથી સોનું-મોતી આયાત હતાં. ભરૂચથી મીસર અને અરબસ્તાન વગેરે દેશમાં ચોખા, તેલ, ખાંડ, કાપડ વગેરે નિકાસ થતું.’ આ વગેરે ઉલેખોથી ગુજરાતની ક્ષેત્રમર્યાદા દક્ષિણમાં નવસારી સુધી હતી, તેમાં ભરૂચ એ ગુજરાતનું ખૂબ જ સમૃદ્ધ બંદર હતું એ પૂરવાર થાય છે. જેન ઈતિહાસના અભ્યાસકો, ભરૂચની ઐતિહાસિક્તાને કે તેની સમૃદ્ધ શહેર-વ્યાપારી મથક તરીકેની પ્રખ્યાતિને “સિરિવાલકહા ” નામના શ્રીરત્નશેખરિત કથાગ્રન્થના આધારે સ્પષ્ટતયા જાણી શકે છે. શ્રીપાલ કુમાર ભરૂચમાં જે વેળાએ પહોંચ્યા તે વેળાએ ધવલ નામને ભારતમાં પૂર્વ કૌશાંબી નગરીને રહેવાસી-પરદેશી વ્યાપારી ગૃહસ્થ ભરૂચમાં વ્યાપાર કરવાને આવ્યો હતો. અનેક પ્રકારને માલ ભરૂચના બજારમાં વેચી અને નેવે વિવિધ જતન માલ ખરીદીને ધવલ શ્રેષ્ઠી દરિયાઈ માર્ગે મુસાફરી કરવાની તૈયારી કરતો હતો. તેની પાસે સેંકડો વહાણો હતાં, જેમાં તે માલની આયાતનિકાસ કરતે.” આ હકીકતનું વિસ્તારપૂર્વકનું વર્ણન આ ગ્રંથમાંથી મળી આવે છે. આથી સમજી શકાય છે કે, ભરૂચ-ભગુકચ્છ શહેર ખૂબ જ જૂનું અને પુરાણપ્રસિદ્ધ ઐતિહાસિક બંદર તે કાળે હતું કે જે મહાગુજરાતનું સમૃદ્ધ અને વ્યાપાર કે ગણાતું. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28