Book Title: Jain_Satyaprakash 1954 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧ ] હિંસા-અહિંસા–વિવેક -બિચારે ચાર્વાક સારે છે જે ખુલ્લે ખુલ્લો નાસ્તિક છે પણ વેદવચન અને તાપસ બે માયા-કપટ નીચે છુપાયેલો જેમિનિ રાક્ષસ સારો નથી. ચાર્વાક કરતાં પણ જેમિનિને ભયંકર કહેવાનું મહત્ત્વનું કારણ તો એ જ છે કે તે ધર્મને નામે અધર્મને ચલાવનાર છે, જ્યારે ચાર્વાક અધમને અધર્મરૂપે ચલાવે છે. આમ હિંસાની પ્રાથમિક ભૂમિકા જોઈએ તે નીચે પ્રમાણે તેનું પૃથક્કરણ થઈ શકે— ૧. અજ્ઞાનથી થતી હિંસા. ૨. સ્વાર્થથી થતી હિંસા. ૩. હિંસામાં દોષ નથી એમ માનીને થતી હિંસા. ૪. ધર્મને નામે થતી હિંસા. ૫. અશકિતથી થતી હિંસા. ઉપરના પાંચ પ્રકારેને ટૂંકમાં આ પ્રમાણે સમજી શકાય(૧) અજ્ઞાનથી થતી હિંસા: વિશ્વમાં ઘણાં છે એવા છે કે જેઓ હિંસાને સમજતા જ નથી. અજ્ઞાનવશ એવી પ્રવૃત્તિઓ કરે છે કે જેમાં જીવની પારાવાર હિંસા થાય છે. જેમ નાના બાળકો તળાવ કે, નદીને કાંઠે બેસીને દેડકાને કાંકરાથી મારે તેમાં બાળક અજ્ઞાનદશામાં છે અને દેડકાના પ્રાણ જાય છે. એ પ્રમાણે અનેક છેવા અજ્ઞાનથી હિંસા કરે છે. (૨) સ્વાર્થથી થતી હિંસા શક્તિનો વિકાસ થતો જાય છે તે સ્વાર્થને પણ વિકાસ થતો જાય છે. જો મેહને પ્રબલ ઉદય હોય તો સ્વાર્થ સાધવા માટે જીવ ગમે તેવાં કર્મ કરતાં અચકાતા નથી. વિશ્વમાં શક્તિવાળા જીવોને હાથે થતી હિંસામાં સ્વાર્થ એ પ્રધાન ભાગ ભજવે છે. સ્વાર્થ એક પ્રકારને હોતો નથી, જુદા જુદા અનેક પ્રકાર હોય છે. ધન પ્રાપ્ત કરવા માટે, પેટ ભરવા માટે, વાસના સંતોષવા માટે વિશ્વમાં ડગલે ને પગલે હિંસા થાય છે. તે સર્વ હિંસાઓ સ્વાર્થથી થતી હિંસાઓ છે. (૩) હિંસામાં દેવ નથી એમ માનીને થતી હિંસા: કેટલાએક જીવ હિંસા-ભયંકર હિંસા આચરે છે છતાં એમ માનતા હોય છે કે આ હિંસા જ નથી. વિવિધ પ્રકારના જેની તેઓ હસ્તી માનતા નથી ને તેથી તે તે ની હિંસા કરવા છતાં ત્યાં હિંસા નથી એમ માનતા હોય છે. કદાચ એવા જીવોની હિંસા થતી હોય તો પણ તેમાં કંઈ પણ દોષ નથી એમ તેઓની માન્યતા હોય છે. ઈશ્વરે આ બધું શા માટે બનાવ્યું છે? એવા પ્રશ્નો કરીને પોતાની વિચિત્ર વાસનાઓની તૃપ્તિ કરવા માટે નાની હિંસાથી લઈને મોટી હિંસા કરતાં તેઓ અચકાતા નથી. કેટલાએક વિચિત્ર વિચારો ધરાવતા છે એમ માનતા હોય છે ને કહેતા હોય છે કે આ આત્મા મરતે નથી અને કોઈને મારતો પણ નથી, એમ માનીને ગમે તેવું આચરણ કરતાં તેઓ ખચકાતા નથી. મેરી મેટી લડાઈ લડનાર અને તેમાં જોડાયેલા સૈનિકોના મનમાં એવું કહ્યું ને હસાવ્યું હોય છે કે લડાઈમાં કરવામાં અને મારવામાં પાપ લાગતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28