Book Title: Jain_Satyaprakash 1954 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયાલયના ચૂકાદાઓમાં સ્યાદ્વાદ
લેખક :—પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી (ત્રિપુટી) મુ. મેરસદર
ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વિશ્વવ્યવસ્થામાં સ્વાવાદનું નિરૂપણ કર્યું છે. એ એક દષ્ટિકોણ નથી કિન્તુ વિભક્ત દૃષ્ટિકોણોનું વારતવિક સત્ય છે. રાષ્ટ્ર સમાજ, જ્ઞાતિ, ઘર્મ, સભા, સોસાયટી કે મંડળો એ દરેકની નિયમાવળીમાં કે વ્યવસ્થા પદ્ધતિમાં સ્યાદવાદ ઓતપ્રેત હોય છે જ. ભિન્નભિન્ન વિચારધારાઓમાં જ્યાં સુધી લાગેવળગે છે ત્યાંસુધી સાત નમાંથી કઈ ને કઈ એક નયની પ્રધાનતા હોય છે અને એ દરેક વિચારધારાઓનું સામંજસ્ય કહે કે એ સાતે નાનું સાપેક્ષ એકીકરણ કહો એ જ સ્યાદવાદ સિદ્ધાંત છે. સ્વાવાદના વિવિધ અંશો અંગે જૈનદર્શનમાં ઘણાં ઘણાં વિવેચનો મળે છે. - રાષ્ટ્રરક્ષામાં ન્યાયાલય (કચેરી)ના કાયદાઓ મુખ્ય ભાગ ભજવે છે. તેમાં પણ સ્યાદવાદને અચૂક સ્થાન આપવામાં આવે છે અને જે એને ભૂલી જવાય તે એ કાયદો લોભ ને બદલે માનવજાતની હાનિ કરનારી નીવડે છે.
સાપ્તાહિક સચિત્ર હિંદુસ્તાનમાં કેટલાએક ફેંસલાઓની યાદી છપાઈ છે, એના આધારે સ્પષ્ટ સમજી શકાય છે કે ન્યાયાધીશ ભિન્નભિન્ન પરિસ્થિતિમાં હરકોઈ એક મબૂત દેખાતા દષ્ટિકોણને પ્રધાનતા આપી ન્યાય આપે છે. ઘણીવાર ઉપલી કેર્યો બીજા દૃષ્ટિકોણથી એ ન્યાયને ફેરવી નાખે છે. આમાં રમુજ નથી, આમાં શકિતપણું નથી, કિન્તુ દષ્ટિકોણને જ ભેદ હોય છે. આનું નામ જ સ્વાદુવાદ.
ચૂકાદ કરવામાં જે જે તર્કણાઓને અવકાશ છે તેની નાનકડી યાદી નીચે આપુ છું:
૧–એક બાપે મંદિરમાં પિતાના પુત્રને ઉદ્દેશીને કહ્યું કે-તે ચાંડાલે છે, તેણે ટે સાથે ભોજન કર્યું છે. આ સ્થિતિમાં પિતાએ પુત્રનું અપમાન કર્યું છે એમ મનાય કે ન મનાય ?
(૧) હા. કારણ-“ચાંડાલ" શબ્દ અપમાન સૂચક છે. (૨) નહીં. કારણ–“ચાંડાલ” એ એક હલકી ગાળ છે, અપમાનજનક નથી. (૩) નહીં. કારણ માબાપ માટે ભાગે પિતાના સંતાનને “ચાંડાલે’ કહ્યા જ કરે છે. સૂચના-આરસી (બિહાર)ની હાઈકોર્ટે બીજા નંબરવાળા ચૂકાદો આપ્યો છે.
૨–એક કાળીએ પિતાને ફેંસલે સાંભળ્યા બાદ પંચને ગાળો આપી, ત્યાં તેણે પંચનું અપમાન કરવાને અપરાધ કર્યો છે એમ મનાય કે નહીં ?
(1) નહીં. કારણ–ચૂકાદો આપ્યા બાદ પંચ ન્યાયાધીશની સ્થિતિમાં રહેતું નથી.
(૨) હા. કારણ-પંચે ફેંસલે સંભળાવી દીધો છે પણ તેણે પંચની અદાલતને બરખાસ્ત કરી નથી એટલે હજી તે ન્યાયાધીશની હાલતમાં છે-હજી તે ન્યાય આપી શકે છે.
સૂચના –અલાહાબાદ-પ્રયાગની હાઈકોર્ટ બીજા નંબરવાળો ચૂકાદો આપો છે.
૩–વલ્લભરામ ધ્રુવે રામ પટેલ પાસેથી ૧૫ રૂપિયા લાંચના લીધા પરંતુ ધ્રુવે એ લાંચ શા કારણે લીધી છે એ નક્કી ન થઈ શકે છે તે લાંચ લેવાને અપરાધી ખરે ?
(૧) હતા. કારણ–તેણે લાંચ લીધી છે.
For Private And Personal Use Only