Book Title: Jain_Satyaprakash 1954 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૧ ] કર્મમીમાંસા . [૨૦૯ આથી કર્મવાદની જે પ્રકારની વ્યવસ્થા જેના ગ્રંથમાં મળે છે તે પ્રકારની વિસ્તૃત વ્યવસ્થા અન્યત્ર દુર્લભ છે. કર્મની વિવિધતા અને તેનું વિસ્તૃત વર્ણન પ્રાચીન કાળથી જેન પરંપરામાં અતિસુંદરપણે આલખેલું છે. કર્મની સ્થિતિ, અને કર્મના પુત્ર કેમ ભગવાય ? કેમ બંધાય ? કેમ છુટે તેનું સર્વાગપૂર્ણ તત્ત્વજ્ઞાન માત્ર જૈન દર્શનમાં જ છે. અન્ય દર્શનકારે આત્માના ગુણે અને તેને રોકનાર કર્મના સંબંધમાં ઊતર્યા જ નથી. આત્મા ચેતનાથી ઓળખાય, ઉપગ હોય ત્યાં વ્ર અવશ્ય છે. ઉપગ, ચેતના, જ્ઞાન એ જીવનું લક્ષણ છે. તે કોનાથી આવરાય, કોના જવાથી વધે તે માટેનું વિવેચન જેનો સિવાય અન્ય દર્શનમાં નથી. આત્માને મુખ્ય વિભાવે જ્ઞાન, તેને રોકનાર તે જ્ઞાનાવરણીય કર્મ એવી માન્યતા બીજા મતે એ માનેલી નથી. ભણ્યા પછી સંભાળી રાખવું કેમ પડે છે ? વગર સંભાળ્યું હતું નથી માટે, જેનું જ્ઞાન આપણને થયું છે તે અત્યારે યાદ કરવું છે તે પણ કેટલીક વખત યાદ નથી આવતું, વિકૃત થઈ જાય છે. થોડીવારે પાછું યાદ આવી જાય છે, વિસ્મૃત થવાના સમયે જ્ઞાન છે તે ખરું જ, અને જે ન હોય તે થેડીવાર પછી યાદ આવી જાય છે તે આવે નહિ. હવે જ્ઞાન છે અને વિકૃત થયું તેનું શું કારણ ? એનો જવાબ એ જ છે કે યાદ ન આવ્યું. તે વખતે કોઈક રોકનાર ચીજ હતી, યાદ આવ્યું તે વખતે રોકનાર ચીજ ખસી ગઈ. જરૂર વખતે યાદ નથી આવતું તેથી માનવું પડશે કે જ્ઞાનને રોકનાર કેઈક કર્મો છે, જેને જૈન દર્શનમાં જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવ્યું છે. જેને જ્ઞાનાવરણીયનો યોપશમ થયો હોય તેને લગીર વારમાં આવડી જાય છે, પશમ ન હોય તેને યાદ કરતાં ઘણી વાર લાગે છે. આ દિશામાં બીજા મતવાળાઓ ઊતયા નથી. આઠે કર્મો તપાસી લો, અને આઠ કર્મના વિભાગ, કર્મ કારણો, બંધની રોકાવાની, નિર્જ રવાની દશા બીજા મતમાં નથી. જે મતવાલાએ જ્ઞાનાવરણીય કર્મ ન માન્યું તે તેડવાના રસ્તા બતાવે ક્યાંથી ? આત્માને જ્ઞાન સ્વભાવ જણાવે ત્યારે જ્ઞાનની અધિકતા, ન્યૂનતા જણાય, જ્ઞાનમાં તરતમતા-ઓછીવત્તાપણું સાથી છે? જીવમાં સ્વભાવ સરખા છે છતાં અધિક ન્યૂનતા કેમ હોય છે? કહેવું પડશે કે, જ્ઞાન એ આત્માને સ્વભાવ છતાં પણ કંઈક રોકનારી ચીજ છે. મિલકત સરખી છે છતાં ઘરાકમાં દબાઈ ગયેલાને હાથ છૂટો હેત નથી. તેમ દરેક વ્ર કેવળ જ્ઞાનમય છતાં જ્ઞાન સ્વભાવને રોકનારા કર્મ વડે કેવળ સ્વરૂપ આવરાઈ ગયું છે. આ રીતે જૈનદર્શન સિવાય બીજાઓએ જ્ઞાન સ્વભાવને રોકવાનું કામ માન્યું નથી, અને રોકાવાનાં કારણે તથા તેડવાના પ્રકારે ત્યાં બતાવ્યા નથી. ધર્મને બતાવનારા આત્માના સ્વભાવને રોકનારાં કર્મ ને બતાવી શકે તે આત્મસ્વભાવ પ્રગટ શી રીતે કરી શકાય ? - જ્ઞાન આત્માનો ગુણ માનીએ તો દર્શન આપોઆપ માનવું પડે. દર્શન એટલે સામાન્ય બેધ. કોઈ વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય અને પળવિશેષ જ્ઞાન થાય છે. તેમાં પહેલાં સામાન્ય જ્ઞાન છે, તેનું જ નામ દર્શન. તે દર્શન એટલે જીવ સ્વભાવને જે માને તે જ દર્શનાવરણીય માની શકે છે. નિદ્રા વખતે જ્ઞાન હોય, માત્ર એટલે કાળ જ્ઞાન રોકાય, ઊંઘ ઊડી ગયા પછી જ્ઞાન લાવવા બીજો પ્રયત્ન કરે પડતું નથી. નિદ્રા અવસ્થામાં જ્ઞાન હતું પણ અનુભવમાં નહોતું. નિકા સામાન્ય દર્શનને રેકે એટલે જ્ઞાન શી રીતે આવે ? આ રીતે જ્ઞાનાવરણીયની જેમ દશનાવરણીય પણ સમજવું. [ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28